સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 63.43 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 97.51%

છેલ્લા 24 કલાકમાં 42,909 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,76,324) કુલ કેસનાં 1.15% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.41%) 66 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 30 AUG 2021 10:05AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 31,14,696 રસી ડોઝના આપવામાં આવ્યા. ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 63.43 (63,43,81,358) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 68,14,305 સત્રોનું આયોજન કરવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,57,456

બીજો ડોઝ

83,55,737

FLWs

પ્રથમ ડોઝ

1,83,19,387

બીજો ડોઝ

1,30,84,369

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

24,41,76,113

બીજો ડોઝ

2,65,28,385

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,93,88,782

બીજો ડોઝ

5,34,76,008

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,62,64,550

બીજો ડોઝ

4,44,30,571

કુલ

63,43,81,358

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,19,23,405 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 34,763 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.51% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZRNL.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,909 નવા કેસ નોંધાયા છે.

64 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025TRK.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,76,324 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SZVB.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,19,990 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.01 કરોડથી વધારે (52,01,46,525) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.41% છે જે છેલ્લા 66 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.02% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 84 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004WNZO.jpg

SD/GP/BT


(Release ID: 1750394) Visitor Counter : 257