સ્ટીલ મંત્રાલય
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સ્ટીલ મંત્રાલય, SAIL-BSP અને SAIL-VISL દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન
प्रविष्टि तिथि:
19 AUG 2021 2:07PM by PIB Ahmedabad
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સ્ટીલ મંત્રાલય દ્વારા તેના ભિલ્લાઇ સ્ટીલ પ્લાન્ટ ખાતે મહારત્ન CPSE, SAIL દ્વારા ' India@75’ વિષય પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. એમટીટી બેચ -2021ના મેનેજમેન્ટ તાલીમાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી એસ કે દુબે, ઇડી (P & A)એ ક્વિઝ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ક્વિઝ કાર્યક્રમના સહભાગીઓ દ્વારા ‘India@75’ વિષય પર રસપ્રદ અને માહિતીપ્રદ પ્રશ્નોના ઉત્સાહપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા.
SAIL-VISL પ્લાન્ટમાં VISL સિલ્વર જ્યુબિલી સ્ટેડિયમ, ભદ્રાવતી ખાતે સ્વતંત્રતા દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્લાન્ટમાં દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા અને "આઝાદી કા અમૃત મહોત્સવ" ની યાદમાં રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1747344)
आगंतुक पटल : 417