મંત્રીમંડળ

ભૂસ્તરશાસ્ત્ર અંગે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે સહકાર માટેના સમજૂતી કરારને કેબિનેટની મંજૂરી


પૂર્વ હિમાલય પર્વતમાળા અને લદ્દાખ પ્લુટોન્સ અંગેના ભૂસ્તરશાસ્ત્રના જ્ઞાનને વેગ મળશે

Posted On: 18 AUG 2021 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના ખાણ મંત્રાલયના ભારતીય ભૂસ્તરશાસ્ત્ર સર્વેક્ષણ (જીએસઆઈ) અને યુનાઇટેડ  સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૃથ્વી અને પર્યાવરણના કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ અને એજ્યકેશન વતીના ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓના બોર્ડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.

 

 

બંને પક્ષ વચ્ચે સહકાર માટે નિશ્ચિત કરાયેલા મુદ્દા મુજબ રહેશે

a. ભૂસ્તરશાસ્ત્રીય જ્ઞાનનો વિકાસ, ભારત-એશિયામાં લાવારસ બાદના તફાવતમાં ભૂસ્તરશાસ્ત્ર અને ટેકટોનિક સંબંધિત સંશોધન તથા પૂર્વીય હિમાલયન પર્વતમાળામાં ભૌગોલિક ઇતિહાસ અને ટેકટોનિક સંશોધનનો સમાવેશ થાય છે.

b. લાવારસ બાદના પટ્ટામાં (લદ્દાખ પ્લુટોન્સ) પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂ-રસાયણશાસ્ત્ર, પેટ્રોલોજિકલ અને મલ્ટિ-આઇસોટોપિક અભ્યાસના ક્ષેત્રોની સમીક્ષામાં સહકારી પ્રોજેક્ટનો વિકાસ કરવો.

c. ટેકનોલોજી અને ભૌગોલિક-વૈજ્ઞાનિક ડાટા અંગે માહિતીનું આદાન-પ્રદાન કરવું.

d. બંને પક્ષો વચ્ચે નિશ્ચિત થાય તેવા પરસ્પર હિતોની અન્ય બાબતો અંગે નિર્ણય.

 

લાભોઃ

સમજૂતી કરાર ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રે ભારતીય ભૂસ્તરશાસ્ત્ર સર્વેક્ષણ (જીએસઆઈ) અને ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (એફઆઈયુ) વચ્ચે સહકાર માટે સંસ્થાકીય મિકેનિઝમ પૂરું પાડશે.

હેતૂઓઃ

સમજૂતીના ઉદ્દેશો પેઢીના ભૌગોલિક અને ટેકટોનિક વાતાવરણને સમજવા અને ભારત-એશિયામાં અથડામણ પછીના સ્થળાંતર અને ખાસ કરીને લાવારસ ઉત્પત્તિ બાદનું ખંડીય અથડામણનું મોડેલ બનાવવું અને પૂર્વીય હિમાયલ પર્વતમાળાનો ભૌગોલિક ઇતિહાસ અને ટેકનોટિક્સ રચવાના છે.


માટેની પ્રવૃત્તિમાં ટેકનોલોજી અને જીયોસાયન્ટિફિક ડાટાની માહિતીનું આદાન પ્રદાન, પૂર્વીય હિમાલયન પર્વતમાળામાં ભૌગોલિક ઇતિહાસ અને ટેકટોનિક વાતાવરણ અંગેના સંશોધન, પૂર્વીય હિમાલય પર્વતમાળાના ભૌગોલિક ઇતિહાસ અને ટેક્નોટિક્સ અને લાવારસ બાદના પટ્ટામાં (લદ્દાખ પ્લુટોન્સ) પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂ-રસાયણશાસ્ત્ર, પેટ્રોલોજિકલ અને મલ્ટિ-આઇસોટોપિક અભ્યાસના ક્ષેત્રોની સમીક્ષામાં સહકારી પ્રોજેક્ટનો વિકાસ કરવો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1747015) Visitor Counter : 230