સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેવીઆઈસીએ 75 રેલવે સ્ટેશનો પર આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે યુપી ખાદી પ્રદર્શન અને વેચાણના સ્ટોલ્સ ગોઠવ્યા

Posted On: 16 AUG 2021 11:25AM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ આઝાદીના 75 વર્ષોની ઉજવણી નિમિત્તે દેશના 75 મોટા રેલવે સ્ટેશનો પર પ્રદર્શન કમ સેલ્સ સ્ટોલ લગાવ્યા છે. સ્ટોલ આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે, એટલે કે સ્વતંત્રતા દિવસ 2022 સુધી. આ કવાયત "આઝાદી કા અમૃત મહોત્સવ" નો એક ભાગ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EA2T.jpg

શનિવારે તમામ 75 રેલવે સ્ટેશનો પર ખાદી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય સ્ટેશનોમાં નવી દિલ્હી, સીએસટીએમ મુંબઈ, નાગપુર, જયપુર, અમદાવાદ, સુરત, અંબાલા કેન્ટ, ગ્વાલિયર, ભોપાલ, પટના, આગ્રા, લખનૌ, હાવડા, બેંગ્લોર, એર્નાકુલમ અને અન્યનો સમાવેશ થાય છે. આ સ્ટોલમાં ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોની વિવિધ વસ્તુઓ જેવી કે ફેબ્રિક, રેડીમેડ ગારમેન્ટ્સ, ખાદી કોસ્મેટિક્સ, ખાવાલાયક વસ્તુઓ, મધ, માટીકામ વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. આ એક્ઝિબિશન કમ સેલ દ્વારા, દેશભરમાં મોટી સંખ્યામાં રેલ મુસાફરો સ્થાનિક ખાદી પ્રોડક્ટ્સ ખરીદી શકશે જે કોઈ ચોક્કસ પ્રદેશ અથવા રાજ્યના સ્વદેશી છે. તેથી, તે ખાદી કારીગરોને તેમના હસ્તકલા ઉત્પાદનો વેચવા અને પ્રોત્સાહન આપવા માટે વિશાળ માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X5M4.jpg

KVIC ના ચેરમેન શ્રી વિનય કુમાર સક્સેનાએ આ પ્રસંગે આ પહેલને આવકારતા કહ્યું કે રેલવે અને KVICનો આ સામૂહિક પ્રયાસ ખાદી કારીગરોને સશક્ત બનાવશે. 75 રેલવે સ્ટેશનો પર ખાદી સ્ટોલ મોટી સંખ્યામાં ખરીદદારોને આકર્ષિત કરશે અને આમ ખાદી ઉત્પાદનોની વિશાળ શ્રેણીને લોકપ્રિય બનાવવામાં મદદ કરશે. આ માત્ર સ્વદેશી ને જ પ્રોત્સાહન આપશે નહીં પરંતુ સરકારની વોકલ ફોર લોકલ પહેલને પણ પ્રોત્સાહન આપશે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746278) Visitor Counter : 319