પ્રધાનમંત્રીનું કાર્યાલય

બાબા સાહેબ પુરંદરેની શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ


શિવાજી મહારાજના જીવન અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં તેમના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપણે તમામ લોકો તેમના હંમેશા ઋણી રહીશું : પ્રધાનમંત્રી

છત્રપતિ શિવાજી મહારાજ વિના ભારતના સ્વરૂપ અને તેની સુવર્ણગાથાની કલ્પના કરવી અશક્ય છે : પ્રધાનમંત્રી

શિવાજી મહારાજનું ‘હિન્દવી સ્વરાજ’ એ પછાત અને વંચિતો માટે ન્યાયનું એક અજોડ ઉદાહરણ છે અને અત્યાચાર સામે લડત છે : પ્રધાનમંત્રી

બાબા સાહેબ પુરંદરેએ ભારતની આઝાદીની લડતનો ઇતિહાસ લખ્યો ત્યારે અપનાવ્યા હતા તેવા જ માપદંડો જાળવી રાખવાની હું આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગે યુવાન ઇતિહાસકારોને અપીલ કરું છું: પ્રધાનમંત્રી

Posted On: 13 AUG 2021 8:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ પુરંદરે જીને તેમના જીવનના 100મા વર્ષમાં  પ્રવેશ માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. બાબા સાહેબ પુરંદરેની શતાબ્દીની ઉજવણીના વર્ષે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ પુરંદરેનું જીવન આપણા ઋષિમૂનિઓ દ્વારા દર્શાવ્યા મુજબ સક્રિય અને માનસિક રીતે સજાગ શતાબ્દી જીવનની ઉચ્ચ કલ્પનાનું ઉદાહરણ આપે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે એક સુખદ યોગાનુયોગ છે કે તેમની શતાબ્દી ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષની સાથે આવે છે. પ્રધાનમંત્રીએ આપણા ઇતિહાસના અમર આત્માઓની ઐતિહાસિક ગાથા લખવામાં બાબા સાહેબ પુરંદરેના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. “શિવાજી મહારાજના જીવન અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં તેમના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપણે બધા તેમના હંમેશા ઋણી રહીશું.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. શ્રી પુરંદરેને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 2015માં મહારાષ્ટ્રની તત્કાલીન સરકારે તેમને મહારાષ્ટ્ર વિભૂષણથી સન્માનિત કર્યા હતા. મધ્ય પ્રદેશ સરકારે પણ તેમને કાલીદાસ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ શિવાજી મહારાજના ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના એક મહાકાય વ્યક્તિ નથી પરંતુ તેમણે ભારતના વર્તમાન ભૌગોલિક સ્વરૂપમાં પણ છાપ છોડેલી છે. આપણા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનો સૌથી મોટો પ્રશ્ન છે કે જો શિવાજી મહારાજ હોત તો આપણી પરિસ્થિતિ શું હોત. છત્રપતિ શિવાજી મહારાજ વિના ભારતના સ્વરૂપ અને તેની સુવર્ણગાથાની કલ્પના કરવી અશક્ય છે. તેમણે પોતાના સમયમાં જે કાંઈ કર્યું તેવી ભૂમિકા તેમની મહાનતા, પ્રેરક અને વાર્તાઓએ તેમના પછી અદા કરી છે. તેમનુંહિન્દવી સ્વરાજ પછાત અને વંચિતો માટે ન્યાયનું એક અજોડ ઉદાહરણ છે અને અત્યાચાર સામે લડત છેવીર શિવાજીનું સંચાલન, તેમનો નૌકાદળનો ઉપયોગ, તેમનું જળ વ્યવસ્થાપન હજી પણ અનુકરણ કરવા યોગ્ય છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

બાબા સાહેબ પુરંદરેનું કાર્ય શિવાજી મહારાજ પ્રત્યેની તેમની અખંડ ભક્તિને દર્શાવે છે, તેમના કાર્યોમાં શિવાજી મહારાજ આપણા હૃદયમાં જીવિત છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ બાબા સાહેબના કાર્યક્રમમાં પોતાની અંગત હાજરીને યાદ કરી હતી અને ઇતિહાસને સંપૂર્ણ મહિમા અને પ્રેરણાથી યુવાનો સુધી પહોંચાડવાના તેમના ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેઓ બાબતે હંમેશાં સજાગ રહે છે કે ઇતિહાસ તેના મૂળ સ્વરૂપમાં સંચારિત થવો જોઇએ. “ સંતુલન દેશના ઇતિહાસ માટે જરૂરી છે, તેમણે તેમની ભક્તિ અને સાહિત્યની ઇતિહાસની ભાવના પર ક્યારેય અસર થવા દીધી નથી. બાબા સાહેબ પુરંદરેએ ભારતની આઝાદીની લડતનો ઇતિહાસ  લખ્યો ત્યારે અપનાવ્યા હતા તેવા માપદંડો જાળવી રાખવાની હું આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગે યુવાન ઇતિહાસકારોને અપીલ કરીશતેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ સંગ્રામથી દાદર નગર હવેલીની સ્વતંત્રતાની લડતમાં બાબા સાહેબ પુરંદરેના યોગદાનને પણ યાદ કર્યું હતું.

SD/GP/JD



(Release ID: 1745668) Visitor Counter : 277