પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 9 ઓગસ્ટે પીએમ-કિસાનનો આગામી હપ્તો બહાર પાડશે

Posted On: 07 AUG 2021 1:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો બહાર પાડશે. આ 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ હસ્તાંતરણ કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

પીએમ-કિસાન વિશે:

પીએમ-કિસાન યોજના હેઠળ લાયક લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000/- રૂપિયાના નાણાકીય લાભ આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂપિયા 2000/- ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવાપાત્ર છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની સમ્માન રાશિ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743551) Visitor Counter : 449