સંસ્કૃતિ મંત્રાલય

સંસ્કૃતિ મંત્રાલયે આ વર્ષે સ્વતંત્રતા દિવસે 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની ઉજવણી કરવા માટે અન્ય કાર્યક્રમનો આરંભ કર્યો


રાષ્ટ્રગાન ગાઓ, રેકોર્ડ કરો અને 'RASHTRAGAAN.IN' પર તમારો વીડિયો અપલોડ કરો

Posted On: 02 AUG 2021 3:55PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

- WWW.RASHTRAGAAN.IN પર ક્લિક કરો અને તમારો વીડિયો અપલોડ કરીને 'આઝાદીનો અમૃત મહોત્સવ'નો હિસ્સો બનો

- 15 ઑગસ્ટ, 2021ના રોજ રાષ્ટ્રગાનનું સંકલન લાઇવ બતાવવામાં આવશે

-'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને યાદગાર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી અનોખી પહેલ છે

 

ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીઓમાં લોકોને સામેલ કરવા માટે સંખ્યાબંધ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રગાન સાથે જોડાયેલી આવી જ એક પહેલ આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે જેથી દેશભરના તમામ ભારતીયોમાં રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ અને એકતાની ભાવના વધુ મજબૂતીપૂર્વક જળવાઇ રહે. આ પહેલમાં, લોકોને રાષ્ટ્રગાન ગાઇને, રેકોર્ડ કરીને તેનો વીડિયો www.RASHTRAGAAN.IN પર અપલોડ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 15 ઑગસ્ટ 2021ના રોજ આ રાષ્ટ્રગાનના વીડિયોનું સંકલન બતાવવામાં આવશે.

આ પહેલની જાહેરાત 25 જુલાઇના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દરમિયાન 'આઝાદીનો અમૃત મહોત્સવ'ના ભાગરૂપે કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મહત્તમ ભારતીયો રાષ્ટ્રગાન ગાય તે માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રયાસ છે. આના માટે, Rashtragan.in નામની એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટની મદદથી, તમે રાષ્ટ્રગાન ગાઇને તેનું રેકોર્ડિંગ કરી શકો અને આ પ્રકારે આ અભિયાનમાં જોડાઇ શકો છો. મને આશા છે કે, આ ઉમદા પહેલમાં તમે જરૂર જોડાશો.”

લોકોને રાષ્ટ્રગાન ગાવા માટે અને રાષ્ટ્રની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરતા સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ મંત્રી (DoNER) શ્રી જી. કિશન રેડ્ડીએ આજે પોતે જ રાષ્ટ્રગાન ગાઇને તેમનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આપણે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં હોવાથી, ચાલો સૌ રાષ્ટ્રગાન ગાવા માટે સાથે મળીને ઉજવણી કરીએ! મેં મારો વીડિયો રેકોર્ડ કર્યો છે અને તેને અપલોડ કર્યો છે. તમે કર્યો?”

તેમણે વધુમાં લખ્યું હતું કે, 'હું તમામ નાગરિકોને તેમનો વીડિયો રેકોર્ડ કરવા માટે અને http://rashtragaan.in પર અપલોડ કરવા માટે આહ્વાન કરુ છુ. #AmritMahotsav'

 

 

 

મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે અને યુવાવર્ગમાંથી મહત્તમ સંખ્યામાં લોકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું. 15 ઑગસ્ટ 2021ના રોજ અપલોડ કરેલા આ રાષ્ટ્રગાનના વીડિયોનું સંકલન લાઇવ બતાવવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001P7IL.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C9H5.jpg

તેમજ આજે, સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયાની 125મી જન્મજયંતિ નિમિત્તે, મંત્રીશ્રીએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તેમણે ટ્વીટ કરી હતી કે, શિક્ષણવિદ્, મહાન સ્વતંત્રતા સેનાની અને લાખો ભારતીયોના દિલમાં ગૌરવ તેમજ દેશભક્તિની ભાવના જગાવતા ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનારા શ્રી #PingaliVenkayya garu ને તેમની જન્મજયંતિ નિમિત્તે હું શ્રદ્ધાંજલી અર્પણ કરુ છુ.”

 

 

1916માં, પિંગલી વેંકૈયાએ 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' (ભારતનો રાષ્ટ્રધ્વજ) નામથી એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું જેમાં વિવિધ દેશોના ધ્વજોનું વર્ણન આપ્યું હતું અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે વિવિધ આઇડિયા રજૂ કર્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એવી ભાવના વ્યક્ત કરી છે કે, 'આઝાદીનો અમૃત મહોત્સવ' દ્વારા આપણી સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી એક લોક ચળવળ બની જાય. સંસ્કૃતિ મંત્રાલાય અન્ય મંત્રાલયો સાથે મળીને આવા કાર્યક્રમો ઓળખી રહ્યું છે અને પાયાના સ્તરે પ્રસંગ અનુસાર ઉજવણી કરવા માટે વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે.

દેશમાં 15 ઑગસ્ટ 2022ના રોજ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરવા માટે, બરાબર 75 અઠવાડિયા પહેલાં કાઉન્ટડાઉનના આરંભ તરીકે, આ વર્ષે 12 માર્ચના રોજ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ ખાતેથી 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી 'આઝાદીનો અમૃત મહોત્સવ' સંબંધિત વિવિધ કાર્યક્રમોનું દેશભરમાં જમ્મુ અને કાશ્મીરથી લઇને પુડુચેરી અને ગુજરાતથી લઇને પૂર્વોત્તર સુધીના પ્રદેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

SD/GP/BT



(Release ID: 1741532) Visitor Counter : 802