પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 3 જી ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

Posted On: 01 AUG 2021 9:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2021ના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 12:30 વાગ્યે વાતચીત કરશે.

આ યોજના વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશેઃ

PMGKAY એ એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પ્રધાનમંત્રી દ્વારા કોવિડ -19 ની નકારાત્મક આર્થિક અસરને ઓછી કરવા અને સહાય આપવા માટે કલ્પના કરવામાં આવી હતી. PMGKAY હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને 5 કિલો/વ્યક્તિના હિસાબે વધારાનું અનાજ આપવામાં આવે છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1741347) Visitor Counter : 337