ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી


“મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં સ્નાતક (અંડરગ્રેજ્યુએટ) અને સ્નાતકોત્તર (પીજી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમો)માં અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી વર્ગ માટે 27% અનામત અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય અંગે શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું”

“ઘણા સમયથી વિલંબિત આ માગને પૂરી કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના કલ્યાણ પ્રત્યેની સરકારની કટિબદ્ધતા દર્શાવી છે”

“મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે”

Posted On: 29 JUL 2021 7:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

પોતાના ટ્વીટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું કે “મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં સ્નાતક (અંડરગ્રેજ્યુએટ) અને સ્નાકોત્તર (પીજી મેડિકલ /ડેન્ટલ અભ્યાસક્રમો)માં અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી વર્ગ માટે 27% અનામત અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય પર શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.”

ગૃહમંત્રીએ કહ્યું કે “ઘણા સમયથી વિલંબિત આ માગણીને પૂરી કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે.”

આ યોજના અંતર્ગત વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી તમામ સ્નાતક/સ્નાકોત્તર મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અખિલ ભારતીય ક્વોટા (AIQ) સીટોમાં ઓબીસી માટે 27 ટકા અનામતની સાથે, ઈડબલ્યુએસ માટે 10 ટકા અનામત પણ આપવામાં આવી રહ્યું છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1740434) Visitor Counter : 222