પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનથી થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો
તેમણે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાયની રકમ ઉપલબ્ધ કરવા અંગે ઘોષણા કરી
Posted On:
23 JUL 2021 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનથી થયેલા લોકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનના કારણે થયેલા લોકોનાં મોતથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરૂં છું.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની ઘોષણા પણ કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘પીએમ@ narendramodiએ મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનના કારણે પોતાનો જીવ ગુમાવનાર પ્રત્યે વ્યક્તિના પરિવારજનો માટે પીએમએનઆરએફમાંથી બે લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની ઘોષણા કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738329)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam