સંરક્ષણ મંત્રાલય
આઝાદીના 75 વર્ષ – આઝાદીનો અમૃત મહોત્સવ
વીરતા પુરસ્કાર પોર્ટલ અને એનસીસીની અનોખી પહેલ ભારતના યુદ્ધ નાયકોની પ્રતિમાઓની જાળવણી અને સન્માનિત કરવા માટે
Posted On:
14 JUL 2021 3:51PM by PIB Ahmedabad
આઝાદીના 75મા વર્ષને ચિહ્નિત કરવા માટે, વીરતા પુરસ્કાર પોર્ટલ અને રાષ્ટ્રીય કેડેટ કોર (એનસીસી)એ સંયુક્ત રીતે સશસ્ત્ર દળોના વીરો અને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખી યોજના શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત, બહાદુર દિલોની પ્રતિમાઓને સ્વચ્છતા અને જાળવણી માટે અપનાવવામાં આવે છે અને કેડેટ્સને ઈન્ટરએક્ટિવ વ્યાખ્યાન, કવિતા પઠન, શેરી નાટકો/નૃત્ય વગેરેના માધ્યમથી યુદ્ધ નાયકો અને અન્ય રાષ્ટ્રીય હસ્તીઓના યોગદાન અને નેતૃત્વ ગુણો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.
આજ સુધી, એનસીસીએ વીરતા પુરસ્કાર વિજેતાઓની 46 પ્રતિમાઓને અપનાવી છે-જેમાં 10 પરમ વીર ચક્ર, 6 અશોક ચક્ર, 11 મહાવીર ચક્ર, ચાર કિર્તિ ચક્ર, 12 વીર ચક્ર અને ત્રણ શૌર્ય ચક્ર સામેલ છે.
એનસીસીની આ નેક ગતિવિધિની વધુમાંવધુ પહોંચને સક્ષમ કરવા માટે, વીરતા પુરસ્કાર પોર્ટલે દર સપ્તાહે એનસીસી દ્વારા આયોજિત આ કાર્યક્રમોને લાઈવ વેબકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. પોર્ટલ (https://www.gallantryawards.gov.in/) એ લોકોને પણ સક્ષમ બનાવે છે, જેઓ આ કાર્યક્રમમાં શારીરિક રીતે ઉપસ્થિત નથી, તેઓ વસ્તુતઃ પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી શકે છે. આ પ્રકારના પ્રથમ કાર્યક્રમને પરીક્ષણના આધારે 7 જુલાઈ, 2021ને લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. આગામી કાર્યક્રમ 16 જુલાઈ, 2021ના રોજ સવારે 11 વાગ્યે કેરળના કોચિનમાં સ્ટેચ્યુ જંક્શન, તિરુપુનિથરામાં હશે, જ્યાં એનસીસી દ્વારા લેફ્ટનન્ટ કર્નલ રામકૃષ્ણન વિશ્વનાથન, વીર ચક્રની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાશે. લેફ્ટનન્ટ કર્નલ રામકૃષ્ણન વિશ્વનાથન 18 ગ્રેનેડિયર્સના સેકન્ડ ઈન કમાન્ડ હતા જેમણે ઓપરેશન વિજય દરમિયાન દ્રાસ સેક્ટર, કારગિલમાં તોલોલિંહ પર્વત પર અને તેની આસપાસ ઓપરેશન કર્યુ હતું. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના કાર્યો માટે તેમને મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પહેલના હિસ્સા તરીકે, એનસીસીનું સ્થાનિક યુનિટ એક દત્તક લેવાયેલી મૂર્તિના પરિસરમાં સાપ્તાહિક રીતે સફાઈ અને માહિત પ્રસાર કાર્યક્રમ આયોજિત કરે છે. એક કે એકથી વધુ શૈક્ષણિક સંસ્થાઓના એનસીસી કેડેટ્સને ગતિવિધિઓ સંપન્ન કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ આયોજન દેશના બહાદુર દિલોના કામ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ કરે છે. આનો ઉદ્દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શોને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રચારિત સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેવા માટે લોકોને પ્રેરિત કરવાનો પણ છે.
આ પહેલ રોજિંદા જીવનમાં ‘સ્વચ્છતા’ના મહત્વનો સંદેશ ફેલાવે છે અને સ્થાનિક લોકોને સ્થાનિક સ્મારકો અને વારસાની દેખભાળ કરવા માટે પ્રેરિત કરે છે. આ આગળ યુવાનોની ઊર્જાને સામાજિક કાર્યો માટે ઉપયોગ કરવા અને તેમાં દેશભક્તિની ભાવના પેદા કરવામાં યોગદાન આપે છે. એનસીસીની આ પહેલને દરેક તરફથી પ્રોત્સાહન મળ્યું છે.
ભવિષ્યની ઘટનાઓની જાણકારી માટે વીરતા પુરસ્કાર પોર્ટલ પર લોગઓન કરો. લોકો સ્થાનિક એનસીસી યુનિટ દ્વારા દત્તક લેવાની આવશ્યકતાવાળી પ્રતિમાઓ અંગે સૂચન પણ આપી શકે છે. આ સૂચનો પોર્ટલ પર મોકલી શકાય છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735404)
Visitor Counter : 334