પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેન્દ્રના ભંડોળ ધરાવતા ટેકનિકલ સંસ્થાનોના નિર્દેશકો સાથે વાતચીત કરી


ઝડપી ટેકનોલોજીકલ ઉકેલ પૂરા પાડવા બદલ પ્રધાનમંત્રીએ યુવા સંશોધકોના પ્રયાસની પ્રશંસા કરી

એવા શિક્ષણ મોડેલ તરફ આગળ ધપવાની જરૂર છે જે શીખનારાની જરૂરિયાત મુજબ લવચિક, સીમલેસ હોય અને શીખવાની તકો પૂરી પાડવા માટે સક્ષમ હોય : પ્રધાનમંત્રી

‘ભારતના ટેકેડ’ એવા આપણા આગામી દાયકામાં આપણા ટેકનોલોજીકલ સંસ્થાનો તથા આર એન્ડ ડી સંસ્થાનો મહત્વની ભૂમિકા અદા કરનારા છે : પ્રધાનમંત્રી

ખાસ કરીને કોવિડ સંબંધિત તથા હાલમાં થઈ રહેલા સંશોધન અને વિકાસ કાર્યોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

Posted On: 08 JUL 2021 2:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8મી જુલાઈ 2021 રોજ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત કરનારા ટેકનિકલ સંસ્થાનોના નિર્દેશકો સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં દેશભરમાંથી 100થી વધુ સંસ્થાનોના વડાઓ પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ આ સંસ્થાનો દ્વારા કોવિડને કારણે આવી પડેલા પડકારનો સામનો કરવા માટે જે સંશોધન અને વિકાસકીય કાર્યો (R & D) કર્યા તેની પ્રશંસા કરી હતી.  તેમણે યુવાન સંશોધનકારોએ ઝડપી ટેકનોલોજીકલ ઉકેલ લાવવા માટે જે પ્રયાસો હાથ ધર્યા હતા તેની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બદલાતી આબોહવા અને આવી રહેલા પડકારો સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણને અપનાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે આ બાબત માટે સંસ્થાનોએ પોતાને ફરીથી સજ્જ કરવા અને પોતાનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ ઉપરાંત દેશ તથા સમાજની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક તથા ઇનોવેટિવ મોડેલ વિકસાવવાની જરૂર છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે આપણા ઉચ્ચ શિક્ષણ તથા ટેકનિકલ સંસ્થાનોએ સતત ખોરવાતા તથા પરિવર્તન સામે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને યુવાનોને સજ્જ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે આપણે એવા શિક્ષણ મોડેલ તરફ આગળ ધપવાની જરૂર છે જે શીખનારાની જરૂરિયાત મુજબ લવચિક, સીમલેસ હોય અને શીખવાની તકો પૂરી પાડવા માટે સક્ષમ હોય. તેણે જણાવ્યું હતું કે આ પ્રકારના શિક્ષણ મોડેલ માટે આસાન પ્રવેશ, ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા જેવી બાબતો અત્યંત મૂલ્યવાન છે.

છેલ્લા કેટલાક વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)માં આવેલા સુધારાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે ઉચ્ચ શિક્ષણના ડિજિટલાઇઝેશનને કારણે GERમાં થતો વધારો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે અને વિદ્યાર્થીઓન વાજબી અને ગુણવત્તાસભર શિક્ષણ આસાનીથી પ્રદાન થઈ શકશે. ઓનલાઇન બેચલર અને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ જેવી ડિજિટલાઇઝેશનમાં સંસ્થાનો દ્વારા કરાયેલી વિવિધ પહેલની પણ પ્રધાનમંત્રીએ સરાહના કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આપણે ભારતીય ભાષાઓમાં ટેકનોલોજીકલ શિક્ષણન ઇકોસિસ્ટમનો વિકાસ કરવાની તથા વૈશ્વિક પ્રકાશનોનું પ્રાંતીય ભાષાઓમાં અનુવાદ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે  આગામી 25 વર્ષમાં આપણે સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરીશું ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાન એ ભારતની સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓના આધારે આકાર પામશે. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીકલ અને આર એન્ડ ડી સંસ્થાનો આગામ દાયકામાં મહત્વની ભૂમિકા અદા કરશે જેને ભારતનો ટેકેડ ગણવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સંરક્ષણ અને સાઇબર ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે ભવિષ્યના ઉકેલોનો વિકાસ કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે કૃત્રિમ સાધનો, સ્માર્ટ વેરેબલ, વિસ્તૃત વાસ્તવિક સિસ્ટમ અને ડિજિટલ મદદો સામાન્ય નાગરિક સુધી પહોંચી શકે તેને લગતા ઉત્પાદનોની ખાતરી કરાવવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં સારી ગુણવત્તાનું માળખુ હોવું મહત્વનું છે. આપણે વાજબી, વ્યક્તિગત અને એઆઈ-આધારિત શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

આ ચર્ચામાં આઇઆઇએસસી બેંગલોરના પ્રો. ગોવિંદન રંગરાજન, આઇઆઇટી મુંબઈના પ્રો. સુહાશિષ ચૌધરી, આઇઆઇટી મદ્રાસના પ્રો. ભાસ્કર રામામૂર્તિ અને આઇઆઇટી કાનપુરના પ્રો. અભય કરાન્દીકરે ભાગ લીધો હતો અને પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને દેશમાં ચાલી હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ, શૈક્ષણિક કાર્યો તથા નવા સંશોધનો વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રીને કોવિડ સંબંધિત સંશોધનો અંગે પણ માહિતગાર કરાયા હતા જેમાં પરિક્ષણ માટેની નવી ટેકનોલોજી, કોવિડ વેક્સિનમાં વિકાસકીય પ્રયાસો, સ્વદેશી ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન જનરેટર્સ, કેન્સર સેલ થેરાપી, મોડ્યુલર હોસ્પિટલ, ડ્રોન્સ, ઓનલાઇન શિક્ષણ, બેટરી ટેકનોલોજી જેવી બાબતોનો સમાવેશ થતો હતો.  ખાસ કરીને અર્થતંત્ર તથા ટેકનોલોજીમાં થઈ રહેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા ઓનલાઇન કોર્સ અને વિવિધ નવા શૈક્ષણિક કોર્સ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા હતા.


આ સત્ર દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી તથા શિક્ષણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1733666) Visitor Counter : 366