માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતે આંતરરાષ્ટ્રીય ફિલ્મસર્જકો માટે સુવિધા કચેરી શરૂ કરી; તમામ મંજૂરીઓ એક જ વખતમાં આપવામાં આવશે: શ્રી પ્રકાશ જાવડેકર
માહિતી અને પ્રસારણ મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી 74મા કેન્સ ફિલ્મ મહોત્સવમાં 'ભારતીય પેવેલિયન'નું ઉદ્ઘાટન કર્યું
Posted On:
06 JUL 2021 4:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે 74મા કેન્સ ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આશા વ્યક્ત કરી હતી કે, દુનિયા ખૂબ જ ટુંક સમયમાં મહામારીના શકંજામાંથી બહાર આવશે અને ફરીએ એકવાર થિયેટરોમાં લોકો પરત આવશે.
FICCI સાથે સહયોગથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા 74મા કેન્સ ફિલ્મ મહોત્સવમાં 'ભારતીય પેવેલિયન'ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, આ સતત બીજું વર્ષ છે જ્યારે પેવેલિયનનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવું પડ્યું છે પરંતુ સર્જનાત્મકતા, કૌશલ્ય, ટેકનોલોજી સહિતના વ્યવસાયો વાસ્તવિક છે અને ભારત શ્રેષ્ઠ પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, “વર્ચ્યુઅલ ભારતીય પેવેલિયન વૈશ્વિક સિનેમા સાથે ભવિષ્ય અંગે મુલાકાતો અને વાટાઘાટો કરવાનું સ્થળ બની શકી છે.”
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોનું ભારતમાં 500 કરતાં વધારે સ્થળોએ આયોજન કરવામાં આવી રહ્યું છે. વધારેમાં વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મસર્જકોને ભારતમાં આકર્ષવા માટે, તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે સંખ્યાબંધ પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું હતું કે, “હવે આપણે સુવિધા કચેરીનો પ્રારંભ કર્યો છે જે તમામ પરવાનગીઓ એક જ વખતમાં આપવાની બાંયધરી આપે છે.”
શ્રી જાવડેકરે માહિતી આપી હતી કે, હોલિવૂડની સંખ્યાબંધ ફિલ્મોએ તેમના VFXનું કાર્ય ભારતમાં કર્યું છે અને વૈશ્વિક સીનેજગતમાં ભારતનું યોગદાન એકધારું વધી રહ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “કેન્સ ફિલ્મ મહોત્સવ એ સર્જનાત્મકતા અને કૌશલ્યનો મહોત્સવ છે પરંતુ સાથે સાથે તે વ્યવસાય માટેનું પણ સ્થળ છે. કેન્સ ફિલ્મ બજાર દુનિયાના ફિલ્મસર્જકોને એક મોટી તક પૂરી પાડે છે. મહામારી જતી રહે તે પછી ફિલ્મો ખૂબ જ મોટો વ્યવસાય કરશે અને સંખ્યાબંધ ફિલ્મો OTT પ્લેટફોર્મ માટે પણ તૈયાર કરવામાં આવી છે.”
ફ્રાન્સ અને પ્રિન્સિપાલિટી ઓફ મોનાકોમાં ભારતના રાજદ્વારી શ્રી જાવેદ અશરફે જણાવ્યું હતું કે, કેન્સ ફિલ્મ મહોત્સવે દુનિયામાં ડોકિયુ કરવા માટે ભારતીય સીનેજગતની એક મહત્વપૂર્ણ બારી સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડના કારણે ઉભા થયેલા વિક્ષેપો પછી આ મહોત્સવ ફરી એકવાર ફિલ્મ સમુદાયને એકબીજા સાથે જોડાવા માટે તક પૂરી પાડી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “સ્થાનિક સિનેમા ઉદ્યોગ પર OTT ડિજિટલ પ્લેટફોર્મના પ્રભાવ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અને ભારતને ફિલ્મના શૂટિંગ માટેના એક સ્થળ તરીકે પ્રચાર કરવા માટે એક સારી તક રહેશે. ભારતીય સિનેમા આપણી વિવિધતા, આપણી ધરોહર, આપની મુક્તતાનો અરીસો છે અને ભારતીય સિનેમાની બીજું કંઇ જ આપણને એકજૂથ કરતું નથી. સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપણી સફર ભારતીય સિનેમામાં ખૂબ જ શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવી છે.”
ભારત સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેએ જણાવ્યું હતું કે, ભારત સિનેમાના સૌથી મોટા નિર્માતાઓમાંથી એક છે. તેમણે કહ્યું હતું કે, “મહામારીના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ, આપણે આપણા સાંસ્કૃતિક અને સિનેમાના વારસાને તેમજ ફિલ્મ નિર્માણમાં થયેલી પ્રગતિને ભારતીય પેવેલિયનમાં દર્શાવી રહ્યાં છીએ.” તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના પ્રારંભનું વર્ષ પણ છે તેમજ શ્રી સત્યજીત રેની ઉજવણીનું શતાબ્દી વર્ષ પણ છે.
.
સચિવ શ્રી અમિત ખરેએ કેન્સ ફિલ્મ માર્કેટમાં આયોજિત વર્ચ્યુઅલ ઈન્ડિયન પેવેલિયનમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 52મી આવૃૃતિના રેગ્યુલેશન્સ બૂકલેટ અને પોસ્ટરને પણ ખુલ્લા મૂક્યા હતા.
ભારત સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ સુશ્રી નિરજા શેખરે જણાવ્યું હતું કે, સિનેમાએ આપણને મહામારીના સમયમાં એકજૂથ કર્યાં છે. આ તહેવાર આપણને સિનેમામાં શ્રેષ્ઠ હોય તે જોવાની એક પ્રબળ તક પૂરી પાડે છે અને ભારતીય ફિલ્મસર્જકોને દુનિયામાં શ્રેષ્ઠ કૌશલ્ય અને સામગ્રીનું આદાનપ્રદાન કરવાની પણ તક ઉપબલ્ધ કરાવે છે.
Cinema has united us in these very difficult times of the pandemic. India Pavilion at @Festival_Cannes offers the opportunity to the Indian film makers to share the best of Indian talent and contents to the world: Ms Neerja Sekhar, Additional Secretary, @MIB_India pic.twitter.com/NypLrRavVA
— PIB India (@PIB_India) July 6, 2021
લેખક, કવિ અને CBFCના ચેરમેને શ્રી પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે, ભારતીય સિનેમા અને ફિલ્મસર્જકો આજે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છે અને પ્રાદેશિક સિનેમા પર પણ ધ્યાન આપી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતીય પ્રેક્ષકો આજે વધુ સક્રીયપણે નવું ઇચ્છનારા બન્યા છે અને મહામારીએ સિનેમાની દુનિયાનું વધુ અન્વેષણ કરવા માટે પ્રવેગ આપ્યો છે. ભારતીય સિનેમામાં ઘણું મંથન થાય છે.”
ફિલ્મસર્જક અને શિક્ષણવિદ્ તેમજ મુક્તા આર્ટ્સ લિમિટેડના ચેરમેન શ્રી સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, સિનેમા ભારતના લોકો માટે પ્રથમ પ્રેમ સમાન છે કારણ કે તે મનોરંજન આપે છે, તેમને આંતરિક રીતે જાગૃત કરે છે અને આપણા જીવનના હિસ્સાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, “કેન્સ ફિલ્મ મહોત્સવ પોતાની રીતે જ આંતરરાષ્ટ્રીય ફિલ્મસર્જકો માટે એક મોટું હબ છે. ભારતની યુવા વસ્તી સિનેમાને ખૂબ જ ઉત્સાહપૂર્વક કારકિર્દી તરીકે પસંદ કરી રહી છે અને તેઓ નવા આઇડિયા સાથે આગળ આવી રહ્યાં છે જે ઘણી પ્રોત્સાહક બાબત છે.”
બાલાજી ટેલિફિલ્મ્સના જોઇન્ટ એમડી સુશ્રી એકતા કપૂરે જણાવ્યું હતું કે, ભારત સામગ્રી સર્જક રાષ્ટ્ર તરીકે ઓળખ ધરાવે છે અને આપણી પાસે વિપુલ પ્રમાણમાં ભારતીય વાર્તા કહેવાની શૈલીમાં સ્થાનિક ઇનબિલ્ટ રસથાળ છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતની સામગ્રી હંમેશા ભારત માટે સોફ્ટ એમ્બેસેડર રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તે ખૂબ જ લોકોને આકર્ષે છે. કોઇપણ કંપની માટે સહયોગ એ આગળનો માર્ગ છે અને ભારતમાં સંખ્યાબંધ તકો છે.”
FICCI ફિલ્મ ફોરમના સહ ચેરમેન અને MD, MPA- ઇન્ડિયા શ્રી ઉદય સિંહે સત્રનું સંચાલન કર્યું હતું.
SD/GP/JD
(Release ID: 1733190)
Visitor Counter : 317
Read this release in:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada