સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ વધીને 35 કરોડને પાર થયું છે


સતત એક સપ્તાહથી 5૦,૦૦૦ કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા

ભારતનાં સક્રિય કેસલોડ ઘટીને 4,85,350 પર છે, તમામ કેસોમાથી માત્ર 1.59 ટકા કેસો સક્રિય

દૈનિક પોઝિટિવિટી દર (2.34%) સતત 27 દિવસથી 5% કરતા ઓછો

Posted On: 04 JUL 2021 9:48AM by PIB Ahmedabad

એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 35 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 46,04,925 સત્રોનું આયોજન કરીને રસીના 35,12,21,306 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 63,87,849 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

1st Dose

1,02,27,957

2nd Dose

73,08,968

FLWs

1st Dose

1,75,81,755

2nd Dose

96,55,149

Age Group 18-44 years

1st Dose

9,98,28,219

2nd Dose

27,26,338

Age Group 45-59 years

1st Dose

9,05,89,022

2nd Dose

1,86,76,107

Over 60 years

1st Dose

6,89,10,208

2nd Dose

2,57,17,583

Total

35,12,21,306

 

21 જૂન, 2021થી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,071 કેસ નોંધાયા છે.

સળંગ 7 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 50 હજાર કરતાં ઓછી નોંધાઇ છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EEAN.jpg

ભારતમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 4,85,350 નોંધાયું છે,

છેલ્લા 24 કલાકમાં 10,183 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 1.59% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BWUD.jpg

વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 52મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52,299 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 9,000 (9,228)થી વધારે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q04Y.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,96,58,078 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 52,299 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.09% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે એ દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00468DG.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,38,490 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 41.82 કરોડથી વધારે (41,82,54,953)થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે..

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.44% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.34% નોંધાયો છે. સળંગ 27 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CBX6.jpg

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1732629) Visitor Counter : 289