પ્રધાનમંત્રીનું કાર્યાલય

નાણાં મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાંઓ વિશે પ્રધાનમંત્રીએ ટ્વીટ્સ કરી


તબીબી માળખાકીય સુવિધાઓમાં ખાનગી રોકાણને વેગ આપવામાં આવશે

બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન

ખેડૂતો, નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે બહુવિધ પહેલ

આ પગલાંઓથી આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થશે, ઉત્પાદન અને નિકાસને બળ મળશે અને રોજગારીનું સર્જન થશે: પ્રધાનમંત્રી

આ પગલાંઓ અમારી સરકારની સતત સુધારાઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે: પ્રધાનમંત્રી

Posted On: 28 JUN 2021 7:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે નાણાં મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા વિવિધ પગલાંઓથી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થશે, ઉત્પાદન અને નિકાસને બળ મળશે અને રોજગારીનું સર્જન થશે. આરોગ્ય સંભાળ, બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ, ખેડૂતો, નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે લેવાયેલા પગલાં પણ તેમણે રેખાંકિત કર્યાં હતાં

શ્રેણીબદ્ધ ટવીટ્સમાં પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું.

 “FM @nsitharamantoday દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાંઓથી ખાસ કરીને વંચિત વિસ્તારોમાં જાહેર આરોગ્ય સુવિધાઓ વધશે, તબીબી માળખાકીય સુવિધાઓમાં ખાનગી રોકાણને વેગ મળશે અને મહત્વપૂર્ણ માનવ સંસાધનમાં વૃદ્ધિ થશે. આપણા બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

આપણા ખેડૂતોને મદદરૂપ થવા માટે મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માટે બહુવિધ પહેલોની જાહેરાત કરવામાં આવી છે જેનાથી તેમના ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે તેમજ કૃષિ પ્રવૃત્તિઓને ખૂબ સારી પ્રતિરોધકતા અને ટકાઉક્ષમતાનો આધાર મળશે.

નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે વધુ સહકારની જાહેરાત કરવામાં આવી છે જેથી તેઓ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ટકી શકે અને ભવિષ્યમાં વિસ્તરણ પણ કરી શકે. પર્યટન સાથે સંકળાયેલા હોય તેમના માટે નાણાકીય સહાય સહિતની કેટલીક પહેલો હાથ ધરવામાં આવી રહી છે.

આ પગલાંઓથી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન મળશે, ઉત્પાદન અને નિકાસને બળ પ્રાપ્ત થશે અને રોજગારીનું સર્જન થશે. પરિણામ સાથે સંકળાયેલ પાવર વિતરણ યોજના અને PPP પરિયોજનાઓ માટે સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ તેમજ અસ્કયામતોનું મુદ્રીકરણ સતત સુધારાઓ પ્રત્યે અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પેકેજ પર નાણાં મંત્રાલયની રજૂઆત અહીં જોઈ શકાય છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1730963

SD/GP


(Release ID: 1730979) Visitor Counter : 344