નાણા મંત્રાલય

સરકારે કરવેરા સાથે નિયમનોના પાલનની વિવિધ સમયમર્યાદા વધુ લંબાવવાની મંજૂરી આપી


કોવિડ-19 સારવાર પર ખર્ચ માટે અને કોવિડ-19ને કારણે મૃત્યુ પર પ્રાપ્ત સહાયને કરમુક્તિ આપવાની જાહેરાત પણ કરી

Posted On: 25 JUN 2021 6:51PM by PIB Ahmedabad

સરકારે કરવેરા સાથે સંબંધિત વિવિધ નિયમનોના પાલન માટેની સમયમર્યાદા વધારે લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે કોવિડ-19 સારવાર પર થયેલા ખર્ચ અને કોવિડ-19ને કારણે થયેલા મૃત્યુ પર પ્રાપ્ત સહાયની રકમને પણ કરમુક્તિ આપવાની જાહેરાત કરી છે. વિવિધ પ્રકારની જાહેરાતો નીચે મુજબ છેઃ

 

A.             કરવેરામાં છૂટછાટ

  1. ઘણા કરદાતાઓને કોવિડ-19ની સારવાર માટેના ખર્ચને પૂર્ણ કરવા તેમની કંપનીઓ અને સગાસંબંધીઓ પાસેથી નાણાકીય મદદ મળી છે. આ મદદને કારણે આવકવેરાની કોઈ પણ પ્રકારની જવાબદારી ઊભી ન થાય એ સુનિશ્ચિત કરવા નાણાકીય વર્ષ 2019-20 અને પછીના વર્ષ દરમિયાન કોવિડ-19ની સારવાર માટે કંપની પાસેથી કે અન્ય કોઈ પણ વ્યક્તિ પાસેથી તબીબી સારવાર માટે પ્રાપ્ત થયેલી રકમને કરમુક્તિ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે.
  2. કમનસીબે કોવિડ-19ને કારણે ચોક્કસ સંખ્યામાં કરદાતાઓએ જીવ ગુમાવ્યાં છે. આ પ્રકારના કરદાતાઓની કંપનીઓ અને શુભેચ્છકોએ તેમના પરિવારના સભ્યોને નાણાકીય સહાય કરી હતી, જેથી તેઓ તેમના પરિવારની આજીવિકાના મુખ્ય આધાર સમાન વ્યક્તિના એકાએક નિધનથી ઊભી થયેલી મુશ્કેલીનો સામનો કરી શકે. આ પ્રકારના કરદાતાના પરિવારના સભ્યોને રાહત પ્રદાન કરવા માટે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન અને પછીના વર્ષોમાં કોવિડ-19ના કારણે વ્યક્તિના મૃત્યુને કારણે એના પરિવારજનોને અન્ય વ્યક્તિ પાસેથી પ્રાપ્ત અથવા મૃતક કરદાતાની કંપની પાસેથી પ્રાપ્ત સહાયની રકમને આવકવેરામાંથી મુક્તિ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે. કંપની પાસેથી પ્રાપ્ત રકમને કોઈ પણ પ્રકારની મર્યાદા વિના કરમુક્તિ આપવામાં આવશે અને અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત મહત્તમ કુલ રૂ. 10 લાખની રકમને કરમુક્તિ આપવામાં આવશે.

ઉપરોક્ત નિર્ણયો માટે જરૂરી કાયદાકીય સુધારા આગામી સમયમાં રજૂ કરવામાં આવશે.

B.             સમયમર્યાદા લંબાવી

કોવિડ-19 મહામારીની અસરને ધ્યાનમાં રાખીને કરદાતાઓ કરવેરા સાથે સંબંધિત ચોક્કસ નિયમોનું પાલન કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને વિવિધ નોટિસના જવાબ ફાઇલ પણ કરી રહ્યાં છે. આ મુશ્કેલ સમયગાળા દરમિયાન કરદાતાઓ દ્વારા નિયમનોનું પાલન સરળ બનાવવા 25 જૂન, 2021ના રોજ પરિપત્ર નંબર 74/2021 અને 75/2021 12/2021 તારીખ 25 જૂન, 2021 દ્વારા રાહત પ્રદાન કરવામાં આવી છે. આ રાહતો નીચે મુજબ છેઃ

  1. આવકવેરા ધારા, 1961 (હવે પછી અહીં ઉલ્લેખ કાયદા તરીકે થયો છે)ની કલમ 144સી હેઠળ વિવાદ નિવારણ પેનલ (ડીઆરપી) અ આકારણી અધિકારી સમક્ષ વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ એ કલમ અંતર્ગત 1 જૂન, 2021 કે એ પછી છે, જેને એ કલમમાં પ્રદાન કરવામાં આવેલા સમયની અંદર કે 31 ઓગસ્ટ, 2021 સુધી, બંનેમાંથી જે પાછળ આવે ત્યાં સુધી રજૂ કરી શકાશે.
  2. નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા માટે કરકપાતનું સ્ટેટમેન્ટ આવકવેરાના નિયમો, 1962 (હવે પછી અહીં એનો ઉલ્લેખ નિયમો તરીકે કરવામાં આવ્યો છે)ના નિયમ 31એ હેઠળ 31 મે, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જે સમયમર્યાદા વર્ષ 2021ના પરિપત્ર નંબર 9 અંતર્ગત લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી. હવે એને 15 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે. 

 

  1. ફોર્મ નંબર 16માં આવકના સ્ત્રોત પર કરકપાત (ટીડીએસ)નું સર્ટિફિકેટ નિયમોના નિયમ 31 અંતર્ગત 15 જૂન, 2021 સુધી કંપની દ્વારા રજૂ કરવાની જરૂર હતી, જે સમયમર્યાદા વર્ષ 2021ના પરિપત્ર નંબર 9 અંતર્ગત લંબાવીને 15 જુલાઈ, 2021 કરવામાં આવી હતી. હવે એને 31 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.

 

  1. અગાઉના વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 64ડીમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડે એના યુનિટધારકોને ચુકવેલી કે જમા કરેલી આવકનું સ્ટેટમેન્ટ નિયમોના નિયમ 12સીબી અંતર્ગત 15 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જેને વર્ષ 2021ના પરિપત્ર નંબર 9 અંતર્ગત લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી. હવે એને 15 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે

 

  1. અગાઉના વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 64સીમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડે એના યુનિટધારકોને ચુકવેલી કે જમા કરેલી આવકનું સ્ટેટમેન્ટ નિયમોના નિયમ 12સીબી અંતર્ગત 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જેને વર્ષ 2021ના પરિપત્ર નંબર 9 અંતર્ગત લંબાવીને 15 જુલાઈ, 2021 કરવામાં આવી હતી. હવે એને 31 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.

 

  1. ટ્રસ્ટસ/ સંસ્થાઓ/સંશોધન સંગઠનો વગેરેની નોંધણી/ કામચલાઉ નોંધણી/ જાણકારી / મંજૂરી / કામચલાઉ મંજૂરી માટે ફોર્મ નંબર 10એ/ફોર્મ નંબર 10એબીમાં કાયદાની કલમ 10(23સી), 12એબી, 35(1) (ii)/(iia)/ (2) (iii) અને 80જી અંતર્ગત અરજી 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ કરવાની જરૂર હતી, જેને હવે 31 ઓગસ્ટ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
  2. ધારાની કલમ 54થી 54જીબીમાં પ્રસ્તુત જોગવાઈઓ અંતર્ગત કોઈ પણ પ્રકારની કરમુક્તિનો દાવો કરવાના ઉદ્દેશ માટે કોઈ પણ નામે રોકાણ, ડિપોઝિટ, ચુકવણી, એક્વિઝિશન, ખરીદી, નિર્માણ કે આ પ્રકારની કોઈ પણ કામગીરી માટે કરદાતાઓ દ્વારા નિયમનોનું પાલન કરવું પડશે, આ પ્રકારના નિયમનોની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2021થી 29 સપ્ટેમ્બર, 2021 (બંને દિવસ સહિત) વચ્ચે છે, જેને હવે 30 સપ્ટેમ્બર, 2021 અગાઉ પૂર્ણ કરી શકાશે.
  3. 30 જૂન, 2021ના અંતે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે રેમિટન્સીસ (મોકલેલી રકમ)ના સંબંધમાં અધિકૃત ડિલર દ્વારા ફોર્મ નંબર 15સીસીમાં ત્રિમાસિક સ્ટેટમેન્ટ નિયમોના નિયમ 37બીબી અંતર્ગત 15 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જેને હવે 31 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
  4. નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 1માં ઇક્વિલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટને 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર છે, જેને હવે 31 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
  5. નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 3સીઇકેમાં લાયકાત ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા કાયદાની કલમ 9એની પેટાકલમ (5) અંતર્ગત વાર્ષિક વિવરણ રજૂ કરવાની જરૂર પડે છે, જેને 29 જૂન, 2021 સુધી કે એ અગાઉ રજૂ કરવાની જરૂર છે, જેને હવે 31 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
  6.  30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ફોર્મ નંબર 15જી/15એચમાં પ્રાપ્યકર્તા પાસેથી પ્રાપ્ત ડેક્લેરેશન્સનું અપલોડિંગ, જેને 15 જુલાઈ, 2021 સુધી કે એ અગાઉ અપલોડ કરવાની જરૂર હતી, જેને હવે 31 ઓગસ્ટ, 2021 સુધીમાં અપલોડ કરી શકાશે.
  7.  ફોર્મ નંબર 34બીબીમાં કાયદાની કલમ 245એમની પેટાકલમ (1) અંતર્ગત વિચારાધિન અરજી (અગાઉના આવકવેરા પતાવટ પંચ સમક્ષ ફાઇલ કરેલી) પરત ખેંચવાના વિકલ્પનો ઉપયોગ 27 જૂન, 2021ના રોજ કે એ અગાઉ ઉપયોગ કરવાની જરૂર હતી, જેને હવે 31 જુલાઈ, 2021 સુધી કે એ અગાઉ હવે કરી શકાશે.
  8.  ધારાની કલમ 139એએ અંતર્ગત પેન સાથે આધારને લિન્ક કરવાની છેલ્લી તારીખ અગાઉ લંબાવીને અગાઉ લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી, જેને વધુ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
  9.  વિવાદ સે વિશ્વાસ અંતર્ગત રકમની ચુકવણી (વધારાની રકમ વિના)ની છેલ્લી તારીખ અગાઉ લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી, જેને વધુ લંબાવીને 31 ઓગસ્ટ, 2021 કરવામાં આવી છે.
  10.  વિવાદ સે વિશ્વાસ અંતર્ગત રકમની ચુકવણી (વધારાની રકમ સાથે)ની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2021 તરીકે અધિસૂચિત કરવામાં આવી છે.
  11.  આકારણી ઓર્ડર પાસ કરવા માટેની સમયમર્યાદા અગાઉ લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી, જેને વધુ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
  12.  પેનલ્ટી ઓર્ડર પાસ કરવા માટેની સમયમર્યાદા અગાઉ લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી, જેને વધુ લંબાવીને 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.
  13.  ઇક્વિલાઇઝેશન લેવી રિટર્ન પ્રોસેસ કરવા માટેની સમયમર્યાદા અગાઉ લંબાવીને 30 જૂન, 2021 કરવામાં આવી હતી, જેને વધુ લંબાવીને 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1730415) Visitor Counter : 438