સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ અપડેટ


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 29.35 કરોડથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે હજુ પણ રસીની 2.14 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

Posted On: 22 JUN 2021 10:45AM by PIB Ahmedabad

કોવિડ-19 રસીની વ્યાપક ઉપલબ્ધતા સાથે જોડાયેલ નવો તબક્કો ગઈકાલે શરૂ થયો. તપાસ, બીમારીની જાણકારી મેળવવી, ઉપચાર અને કોવિડ યોગ્ય વલણની સાથે સાથે મહામારીને રોકવા અને સંચાલન માટે રસીકરણ ભારત સરકારની વ્યાપક રણનીતિનો અભિન્ન સ્તંભ છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક કોવિડ રસી ઉપલબ્ધ કરાવીને તેમની મદદ કરી રહી છે. સૌને રસી ઉપલબ્ધ કરાવવા અંગેના કોવિડ-19 રસીકરણ અભિયાનના નવા તબક્કા અંતર્ગત કેન્દ્ર સરકારે દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75 ટકા રસી ખરીદશે અને તેની રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને (મફત) સપ્લાય કરશે.

ભારત સરકારે મફત કેટેગરી અને સીધી રાજ્ય પ્રાપ્તિ બંને કેટેગરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 29.35 કરોડ (29,35,04,820) થી વધુ રસી પૂરી પાડી છે.

તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ 27,20,14,523 રસી (આજે સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજી પણ રસી આપવા માટે 2.14 કરોડ (2,14,90,297) થી વધુ કોવિડ રસી ઉપલબ્ધ છે.

ઉપરાંત 33,80,590 લાખથી વધુ રસીના ડોઝ પહોંચાડવામાં આવશે, જે આગામી 3 દિવસની અંદર રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1729399) Visitor Counter : 273