માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો સુધારાયા


ટીવી પ્રસારણની નાગરિકોના મુદ્દાઓ/ફરિયાદોના નિવારણ માટે કાનૂની વ્યવસ્થા

સ્વ-નિયમનકારી સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા અપાશે

Posted On: 17 JUN 2021 6:34PM by PIB Ahmedabad

1. કેન્દ્ર સરકારે આજે 1994ના કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોને સુધારતું એક જાહેરનામું જારી કર્યું હતું, એ પ્રમાણે કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ, 1995ની જોગવાઇઓને સુસંગત ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત સામગ્રી સંબંધિત નાગરિકોના તકરારના મુદ્દા/ફરિયાદોના નિવારણ માટે એક કાનૂની યંત્રણા પૂરી પાડવામાં આવી છે.

2. અત્યારે, આ નિયમો હેઠળ, પ્રોગ્રામ/જાહેરાત સંહિતાઓના ભંગ સંબંધી નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આંતર મંત્રાલય સમિતિના ઉપાય તરીકે એક સંસ્થાકીય યંત્રણા છે. એવી જ રીતે, વિવિધ પ્રસારણકર્તાઓએ પણ એમની આંતરિક સ્વ-નિયમનકારી યંત્રણા ફરિયાદોના નિવારણ માટે વિક્સાવી છે. તેમ છતાં, ફરિયાદ નિવારણ માળખાને મજબૂત કરવા માટે એક કાનૂની યંત્રણા ઘડી કાઢવાની જરૂરિયાત વર્તાતી હતી. કેટલાંક પ્રસારણકર્તાઓએ પણ એમના એસોસિએશનો/સંસ્થાઓને કાનૂની માન્યતા આપવા માટે વિનંતી કરી હતી.

માનનીય સર્વોચ્ચ અદાલતે ‘સમાન હેતુ વિ. ભારત સંઘ અને અન્યો’ની બાબતની ડબલ્યુપી(સી) નંબર 387/2000ના એના આદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્થપાયેલી હાલની યંત્રણા અંગે સંતોષ વ્યક્ત કરીને ફરિયાદ નિવારણ યંત્રણાને વિધિવત કરવા માટે યોગ્ય નિયમો ઘડી કાઢવા સલાહ આપી હતી. 

3. ઉપર્યુક્ત પશ્ચાદભૂમાં, આ કાયદેસરની યંત્રણા પૂરી પાડવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો સુધારવામાં આવ્યા છે, જે પારદર્શી અને નાગરિકોને લાભકર્તા હશે. સાથે સાથે, પ્રસારણકર્તાઓની સ્વ-નિયમનકારી સંસ્થાઓની કેન્દ્ર સરકારમાં નોંધણી થશે.

4. અત્યારે, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મંજૂરી અપાયેલી હોય એવી 900થી વધુ ટેલિવિઝન ચેનલ્સ છે, એ તમામે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો હેઠળ ઠરાવાયેલ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ સંહિતાનું પાલન કરવાનું જરૂરી છે. ઉપર્યુક્ત જાહેરનામું મહત્વપૂર્ણ છે કેમ કે તે પ્રસારણકર્તાઓ અને એમની સ્વ-નિયમનકારી સંસ્થાઓ પર ઉત્તરદાયિત્વ અને જવાબદારી નાખીને ફરિયાદોના નિવારણ માટે મજબૂત સંસ્થાકીય પ્રણાલિનો માર્ગ મોકળો કરે છે.

SD/GP/JD



(Release ID: 1728003) Visitor Counter : 326