પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘મરૂસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઉચ્ચ સ્તરીય સંવાદ’માં પ્રધાનમંત્રીનું મહત્વનું સંબોધન

Posted On: 14 JUN 2021 8:28PM by PIB Ahmedabad

એક્સલન્સી, સામાન્ય સભાના પ્રમુખ

એક્સલન્સીઝ, મહિલાઓ અને સદગૃહસ્થો

નમસ્તે

ઉચ્ચ સ્તરીય સંવાદ આયોજિત કરવા બદલ હું સામાન્ય સભાના પ્રમુખનો આભાર માનું છું.

તમામ જીવો અને આજીવિકાઓ માટે ભૂમિ મૂળભૂત નિર્માણ એકમ કે શિલા છે. અને આપણે બધાં સમજીએ છીએ કે જીવનનું જાળું એક આંતરિક રીતે જોડાયેલી પ્રણાલિ તરીકે કાર્ય કરે છે. દુ:ખની વાત છે કે જમીનની અવનતિ આજે બે તૃતિયાંશ વિશ્વને અસર કરે છે. જો એને અટકાવવામાં નહીં આવે તો આપણા સમાજો, અર્થતંત્રો, ખાદ્ય સલામતી, આરોગ્ય, સલામતી અને જીવનની ગુણવત્તાના પાયાને કોરી ખાશે. એટલે, આપણે જમીન અને એના સંસાધનો પરના ભયાનક દબાણને ઘટાડવું પડશે. સ્પષ્ટ રીતે, આપણી સમક્ષ ઘણું બધું કાર્ય પડેલું છે. પરંતુ આપણે કરી શકીએ છીએ. આપણે ભેગા મળીને કરી શકીએ છીએ.

શ્રીમાન  પ્રમુખ,

ભારતમાં, અમે ભૂમિને હંમેશા મહત્વ આપ્યું છે અને પવિત્ર ધરતીને અમે અમારી માતા ગણીએ છીએ. જમીનની અવનતિના મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉજાગર કરવામાં ભારતે આગેવાની લીધી છે. 2019ના દિલ્હી જાહેરનામામાં જમીન પર વધુ સારો પ્રવેશ અને ફરજોનો અનુરોધ કરાયો હતો અને જાતિ-સંવેદનશીલ સર્વાંગી પરિવર્તનશીલ પરિયોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી સંયુક્ત વન ક્ષેત્ર વધીને દેશના કુલ ક્ષેત્રના લગભગ ચોથા ભાગનું થયું છે.

અમે જમીન અવનતિ તટસ્થતાની અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના માર્ગે છીએ. અમે 2030 સુધીમાં 26 મિલિયન હૅક્ટર્સ અવનતિ પામેલી જમીનોના પુન:સ્થાપન પ્રતિ પણ કાર્ય કરી રહ્યા છીએ. 2.5 થી 3 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડના સમકક્ષ વધારાનું કાર્બન ઘટાડવાનું હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતામાં યોગદાન આપશે.

અમે માનીએ છીએ કે જમીનનું પુન:સ્થાપન સારી ધરા તંદુરસ્તી, વધારાયેલી જમીનની ફળદ્રુપતા, ખાદ્ય સલામતી અને સુધારેલી આજીવિકાના સદગુણી ચક્રને શરૂ કરી શકે છે. ભારતના ઘણા ભાગોમાં, અમે કેટલાંક નવતર અભિગમ હાથ ધર્યા છે. માત્ર એક ઉદાહરણ આપવા કહું તો, ગુજરાતના કચ્છના રણમાં બન્ની પ્રદેશ એક્દમ વધારે અવનતિવાળી જમીનથી પીડાતો હતો અને બહુ ઓછો વરસાદ પડતો હતો. પ્રદેશમાં, ઘાસસ્થળો વિક્સાવીને જમીન પુન:સ્થાપન કરવામાં આવ્યું, એનાથી જમીન અવનતિ તટસ્થતા હાંસલ કરવામાં મદદ મળે છે. પશુ સંવર્ધનને ઉત્તેજન દ્વારા આજીવિકાને અને તે ગોવાળ પ્રવૃત્તિઓને પણ સમર્થન આપે છે. ભાવનાથી, આપણે સ્વદેશી ટેકનિક્સને ઉત્તેજન આપીને જમીન પુન:સ્થાપન માટે અસરકારક વ્યૂહરચનાઓ ઘડી કાઢવાની જરૂર છે.

શ્રીમાન પ્રમુખ,

વિકસતા વિશ્વને જમીન અવનતિ વિશેષ પડકાર ઊભો કરે છે. દક્ષિણ-દક્ષિણ સહકારની ભાવનામાં, ભારત સાથી વિકસતા દેશોને જમીન પુન:સ્થાપન વ્યૂહરચનાઓ વિક્સાવવામાં મદદ કરી રહ્યું છે. ભારતમાં જમીન અવનતિના મુદ્દાઓ તરફ વૈજ્ઞાનિક અભિગમને ઉત્તેજન આપવા એક સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના થઈ રહી છે.

 

શ્રીમાન પ્રમુખ,

માનવીય પ્રવૃત્તિઓના કારણે ભૂમિને થયેલા નુક્સાનને પલટાવવાની માનવજાતની સામૂહિક જવાબદારી છે. આપણી ભાવિ પેઢીઓ માટે તંદુરસ્ત ધરા છોડી જવાની આપણી પવિત્ર ફરજ છે. એમના ખાતર અને આપણા માટે,હું ઉચ્ચ સ્તરીય સંવાદમાં ફળદ્રુપ મસલતો માટે મારી શુભકામનાઓ પાઠવું છું.

આભાર,

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP/Jd

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727069) Visitor Counter : 265