નાણા મંત્રાલય

44મી જીએસટી પરિષદની ભલામણો


કોવિડ-19 રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કર્યો

Posted On: 12 JUN 2021 3:39PM by PIB Ahmedabad

આજે અહીં વીડિયો કોન્ફરન્સ મારફતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી પરિષદની 44મી બેઠક યોજાઈ હતી. પરિષદે બેઠકમાં કોવિડ-19ની રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચોક્કસ દવાઓ અને સાધનસામગ્રીઓ પર 30 સપ્ટેમ્બર, 2021 સુધી જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તથા નાણાં મંત્રાલય અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

પરિષદની ભલામણોની વિગત નીચે મુજબ છે :

ક્રમ

વિગત

જીએસટીના વર્તમાન દર

જીએસટી પરિષદે ભલામણ કરેલા જીએસટીના દર

  1. દવાઓ

1.

ટોસિલિઝુમેબ

5%

-

2.

એમ્ફોટેરિસિન B

5%

-

3.

હેપરિન જેવી એન્ટિ-કોએગ્યુલન્ટ્સ (લોહીને પાતળું કરવાની દવા)

12%

5%

4.

રેમડેસિવિર

12%

5%

5.

કોવિડ સારવાર માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) અને ફાર્મા વિભાગે ભલામણ કરેલી અન્ય કોઈ દવા

લાગુ દર

 

5%

  1. ઓક્સિજન, ઓક્સિજન પેદા કરતા ઉપકરણ અને સંબંધિત તબીબી ઉપકરણ

1.

તબીબી ગ્રેડનો ઓક્સિજન

12%

5%

2.

ઓક્સિજન કોન્સેન્ટ્રેટર/જનરેટર, જેની સાથે સંબંધિત અંગત ઉપયોગ માટેની આયાતી ચીજવસ્તુઓ

12%

5%

3.

વેન્ટિલેટર્સ

12%

5%

4.

વેન્ટિલેટર માસ્ક / કેન્યુલા / હેલ્મેટ

12%

5%

5.

બાયપેપ (BiPAP) મશીન

12%

5%

6.

હાઈ ફ્લો નેસલ કેન્યુલા (HFNC) ઉપકરણ

12%

5%

  1. ટેસ્ટિંગ કિટ અને મશીન

1.

કોવિડ ટેસ્ટિંગ કિટ્સ

12%

5%

2.

ચોક્કસ ઇન્ફ્લેમેટરી ડાઇગ્નોસ્ટિ કિટ્સ, ડી-ડાયમર, આઇએલ-7, ફેરિટિન અને એચડીએચ

12%

5%

  1. કોવિડ-19 સાથે સંબંધિત અન્ય રાહત સામગ્રી

1.

અંગત ઉપયોગ માટે આયાતી ચીજવસ્તુઓ સહિત પલ્સ ઓક્સિમીટર્સ

12%

5%

2.

હેન્ડ સેનિટાઇઝર

18%

5%

3.

તાપમાન માપક ઉપકરણ

18%

5%

4.

સ્મશાન માટે ગેસ/ઇલેક્ટ્રિક/અન્ય ચીમનીઓ, જેમાં તેમની સ્થાપના વગેરે સામેલ છે

18%

5%

5.

એમ્બ્યુલન્સ

28%

12%

 

ઘટાડેલા/મુક્તિના દર 30 સપ્ટેમ્બર, 2021 સુધી લાગુ રહેશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1726570) Visitor Counter : 329