આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
બજાર સિઝન 2021-22 માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
Posted On:
09 JUN 2021 3:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બજાર સિઝન 2021-22 માટે તમામ અધિકૃત ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.
પાક ઉઘાડનારાને એમના પાક માટે લાભદાયી ભાવો મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે સરકારે બજાર સિઝન 2021-22 માટે ખરીફ પાકના એમએસપીમાં વધારો કર્યો છે. એમએસપીમાં ગયા વર્ષની સરખામણીએ સંપૂર્ણ સૌથી વધારે એમએસપીમાં વધારો તલ માટે (₹ 452 પ્રતિ ક્વિન્ટલ) ભલામણ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તુવેર અને અડદ માટે (દરેકના ₹ 300 પ્રતિ ક્વિન્ટલ) ભલામણ કરાયો છે. મગફળી અને રામતલ માટે ગયા વર્ષની સરખામણીએ અનુક્રમે ક્વિન્ટલ દીઠ ₹ 275 અને ₹ 235 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. દરોમાં તફાવતવાળા વળતરનો હેતુ પાક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.
તમામ ખરીફ પાકો માટે બજાર સિઝન 2021-22 માટે લઘુત્તમ ટેકાના ભાવ નીચે મુજબ છે:
પાક
|
એમએસપી 2020-21
|
એમએસપી 2021-22
|
2021-22 પર ઉત્પાદન ખર્ચ *
(₹/ક્વિન્ટલ)
|
એમએસપીમાં વધારો
(ચોખ્ખો)
|
ખર્ચ પર વળતર (ટકામાં)
|
ડાંગર(સામાન્ય)
|
1868
|
1940
|
1293
|
72
|
50
|
ડાંગર (ગ્રેડ એ )^
(એ) એ
|
1888
|
1960
|
-
|
72
|
-
|
જુવાર (હાઇબ્રિડ) (હાઇબ્રિડ)
|
2620
|
2738
|
1825
|
118
|
50
|
જુવાર (માલદાંડી)^
|
2640
|
2758
|
-
|
118
|
-
|
બાજરા
|
2150
|
2250
|
1213
|
100
|
85
|
રાગી
|
3295
|
3377
|
2251
|
82
|
50
|
મકાઇ
|
1850
|
1870
|
1246
|
20
|
50
|
તુવેર (અડદ)
|
6000
|
6300
|
3886
|
300
|
62
|
મગ
|
7196
|
7275
|
4850
|
79
|
50
|
અડદ
|
6000
|
6300
|
3816
|
300
|
65
|
મગફળી
|
5275
|
5550
|
3699
|
275
|
50
|
સૂરજમુખી બીજ
|
5885
|
6015
|
4010
|
130
|
50
|
સોયાબિન (પીળા)
|
3880
|
3950
|
2633
|
70
|
50
|
તલ
|
6855
|
7307
|
4871
|
452
|
50
|
રામતલ
|
6695
|
6930
|
4620
|
235
|
50
|
કપાસ (મધ્યમ રેસા)
|
5515
|
5726
|
3817
|
211
|
50
|
કપાસ (લાંબા રેસા)^
|
5825
|
6025
|
-
|
200
|
-
|
* મતલબ કે સર્વગ્રાહી ખર્ચ જેમાં નોકરીએ રખાયેલ માનવ શ્રમ, બળદ શ્રમ, મશીન શ્રમ, જમીન માટેનું ચૂકવાયેલું ભાડું, બીજ, ખાતર, છાણ, જેવી સામગ્રીઓ પર થયેલા ખર્ચ, ઓજાર અને ખેત ઇમારતો પર ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પમ્પ સેટ ઇત્યાદિ વાપરવા માટે ડિઝલ/વીજળીનો ખર્ચ, પરચુરણ ખર્ચ અને પારિવારિક શ્રમની આરોપિત મૂલ્યનો સમાવેશ થાય છે.
^ ડાંગર (ગ્રેડ એ), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે ખર્ચના ડેટા અલગથી એકત્ર કરાયા નથી
બજાર સિઝન 2021-22 માટે ખરીફ પાક માટે એમએસપીમાં વધારો એ ખેડૂતોને વાજબી રીતે ન્યાયી વળતર મળે એ ઉદ્દેશથી અખિલ ભારત સરેરાશ ઉત્પાદન ખર્ચ (સીઓપી)ના ઓછામાં ઓછો દોઢ ગણા ભાવ મળે એ રીતે એમએસપી નક્કી કરવા માટેની કેન્દ્રીય અંદાજપત્ર 2018-19ની જાહેરાતને અનુરૂપ છે. ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચ કરતા અપેક્ષિત વળતર બાજરાના કિસ્સામાં (85%) સૌથી વધારે અને ત્યારબાદ અડદ (65%) અને તુવેર (62%) મળવાનો અંદાજ છે. બાકીના પાકો માટે ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચ ઉપર ઓછામાં ઓછુ 50% વળતર મળવાનો અંદાજ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેલિબિયાં, કઠોળ અને બરછટ અનાજની તરફેણમાં એમએસપીને ફરી ગોઠવવાના સંકલિત પ્રયાસો થયા છે જેથી ખેડૂતોને મોટો વિસ્તાર આ બધાં પાકો માટે રાખવા અને શ્રેષ્ઠ ટેકનોલોજી અને ખેત પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય, માગ-પુરવઠાનું અસંતુલન સુધારી શકાય. જ્યાં ચોખા-ઘઉં ઉગાડી નથી શકાતા એ વિસ્તારોમાં એના ઉત્પાદનને ભૂગર્ભ જળ ટેબલ પર કોઇ લાંબા ગાળાની પ્રતિકૂળ અસર વિના પ્રોત્સાહિત કરવા પોષણ સમૃદ્ધ પોષણક્ષમ અનાજ પર ધ્યાન વધારાયું છે.
આ ઉપરાંત, 2018માં સરકાર દ્વારા જાહેર કરાયેલી છત્ર યોજના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (પીએમ-આશા) ખેડૂતોને એમના પાક માટે લાભદાયી વળતર પૂરું પાડવામાં મદદ કરશે. આ છત્ર યોજના ત્રણ પેટા યોજનાઓ પાઇલટ આધારે ધરાવે છે, જેમ કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ), પ્રાઇસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ (પીડીપીએસ) અને પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ (પીપીએસએસ).
કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશથી, ખાસ ખરીફ વ્યૂહરચના આગામી ખરીફ 2021 સિઝનમાં અમલીકરણ માટે તૈયાર કરવામાં આવી છે. તુવેર, મગ અને અડદ માટે વિસ્તાર વિસ્તરણ અને ઉત્પાદકતા વધારવા એમ બેઉ માટે વિગતે યોજના ઘડવામાં આવી છે. આ વ્યૂહરચના હેઠળ, તમામ ઉપલબ્ધ વધારે પાક આપતી બીજની વેરાયટીઓ (એચવાયવી)નું મફત વિતરણ કરવામાં આવશે જેથી એક પાક અને આંતર પાક મારફત વિસ્તાર વધારી શકાય. એવી જ રીતે, તેલિબિયાં માટે, ભારત સરકારે ખેડૂતોને ખરીફ સિઝન 2021 માટે મિનિ કિટ્સ સ્વરૂપે હાઇ યિલ્ડિંગ વેરાઇટીઝના બિયારણના મફત વિતરણની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. ખાસ ખરીફ કાર્યક્રમ વધારાના 6.37 લાખ હેક્ટર વિસ્તારને તેલિબિયાં હેઠળ લાવશે અને એનાથી 24.36 લાખ ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 120.26 લાખ ક્વિન્ટલ તેલિબિયાંનું ઉત્પાદન થવાની અપેક્ષા છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725666)
Visitor Counter : 2989
Read this release in:
Malayalam
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu