પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂણેની ફેક્ટરીમાં આગથી મૃત્યુ પામનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ; મૃતકોના પરિજનો માટે આર્થિક સહાય જાહેર કરી

प्रविष्टि तिथि: 07 JUN 2021 8:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂણેની એક ફેક્ટરીમાં આગથી મોતને ભેટેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. પ્રધાનમંત્રીએ આર્થિક સહાયની ઘોષણા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું, ‘ મહારાષ્ટ્રના પૂણેની એક ફેક્ટરીમાં આગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક અનુભવું છું. તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના.’

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પૂણેમાં ઈન્ડસ્ટ્રીઅલ યુનિટમાં આગથી જીવ ગુમાવનારા પ્રત્યેક લોકોના નજીકના પરિવારજન માટે PMNRFમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી હતી. આગમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50000ની સહાય આપવામાં આવશે.

SD/GP/JD


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1725172) आगंतुक पटल : 286
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam