ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કેન્દ્ર દ્વારા વસતિના સૌથી સંવેદનશીલ અને આર્થિક રીતે નબળા વર્ગને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશનકાર્ડ આપવા માટે વિશેષ અભિયાન ચલાવવા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ

Posted On: 03 JUN 2021 10:35AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ એ જરૂરી છે કે સૌથી સંવેદનશીલ અને આર્થિક રીતે સૌથી નબળા વર્ગના તમામ લોકોની ઓળખ કરવામાં આવે અને તેમને આ અધિનિયમ હેઠળ લાવવામાં આવે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને 2 જૂન, 2021ના ​​રોજ એક સૂચન આપવામાં આવ્યું હતુ કે તેઓ એક ખાસ અભિયાન શરૂ કરે કે જેથી શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોની વસતિના અતિ સંવેદનશીલ અને આર્થિક રીતે નબળા વર્ગની ઓળખ કરે તથા તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) રેશનકાર્ડ આપવામાં આવે. આ ખાસ અભિયાનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની એનએફએસએ મર્યાદા હેઠળ બાકીનો અવકાશ પૂર્ણ કરશે.

વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાજના સંવેદનશીલ અને નબળા વર્ગ સુધી પહોંચવા પગલાં લેવા જણાવ્યું છે. આ કેટેગરીમાં બેઘર લોકો, કચરો ઉપાડનારા, ફેરીવાળા, રિક્ષાચાલકો અને અન્ય લોકો શામેલ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી છે કે તેઓ એનએફએસએ હેઠળ લાયક વ્યક્તિઓ/ઘરોને રેશનકાર્ડની ઓળખ કરી તેમને રેશન કાર્ડ પ્રદાન કરે.

સલાહ માટે અહીં ક્લિક કરો

 

SD/GP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1723982) Visitor Counter : 256