મંત્રીમંડળ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના તમામ સભ્ય દેશો વચ્ચે ‘માસ મીડિયાના ક્ષેત્ર’માં સાથ સહકાર સ્થાપિત કરવા થયેલી સમજૂતીના હસ્તક્ષાર અને પુષ્ટિને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 02 JUN 2021 12:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ – શાંઘાઈ સહકાર સંસ્થા)ના તમામ સભ્ય દેશો વચ્ચે માસ મીડિયા (સામૂહિક માધ્યમો)ના ક્ષેત્રમાં સહકાર પર થયેલી સમજૂતીના હસ્તાક્ષર અને પુષ્ટિને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી પર જૂન, 2019માં હસ્તાક્ષર થયા હતા.

આ સમજૂતી માસ મીડિયાના ક્ષેત્રમાં વિવિધ એસોસિએશન વચ્ચે સમાનતા અને પારસ્પરિક લાભદાયક સહકારને પ્રોત્સાહન આપશે. પારસ્પરિક સંબંધને આધારે દરેક સભ્ય દેશ વિવિધ પ્રવૃત્તિઓ માટે સુવિધા આપશે, જેથી સમાનતા સુનિશ્ચિત થશે. આ સમજૂતી સભ્ય દેશોને માસ મીડિયાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ રીતો અને નવીન રીતોને વહેંચવાની તક પ્રદાન કરશે.

આ સહકાર સમજૂતીની ખાસિયતો:

આ સહકાર સમજૂતીમાં મુખ્યત્વે આવરી લેવાયેલા ક્ષેત્રો નીચે મુજબ છેઃ

  1. સભ્ય દેશોએ પોતાના અને અન્ય સભ્ય દેશોમાં રહેતા લોકોના જીવન વિશે જાણકારી વધારવા માસ મીડિયા દ્વારા માહિતીના બહોળા પ્રસાર અને પારસ્પરિક વિતરણ માટે અનુકૂળ સ્થિતિ સંજોગો પેદા કરવા;
  2.    સભ્ય દેશોના પોતાના અને અન્ય દેશોની સંપાદકીય ઓફિસો તેમજ માસ મીડિયાના ક્ષેત્રમાં કામ કરતાં પ્રસ્તુત મંત્રાલયો, સંસ્થાઓ અને એજન્સીઓ વચ્ચે સાથ સહકાર સ્થાપિત કરવો અને વધારવો, જે ચોક્કસ શરતો અને સ્વરૂપોને આધિન છે, જેનો નિર્ણય સહભાગી દેશો કરશે, જેમાં અલગ સમજૂતીઓમાં બાકાત રાખવામાં આવેલી બાબતો સામેલ છે;
  3. દરેક સભ્ય દેશના વ્યાવસાયિક પત્રકાર સંગઠનો વચ્ચે સમાનતા અને પારસ્પરિક લાભદાયક સાથ સહકારને પ્રોત્સાહન આપવું, જેથી ઉપલબ્ધ વ્યાવસાયિક અનુભવનો અભ્યાસ કરી શકાય તેમજ માસ મીડિયાના ક્ષેત્રમાં બેઠકો, સેમિનારો અને પરિષદોનું આયોજન કરી શકાય;
  4. ટેલીવિઝન અને રેડિયો કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં, અન્ય સભ્ય દેશની ભૂગોળની અંદર કાયદેસર વહેંચવામાં મદદ કરવી, સામગ્રીઓ અને માહિતીની સંપાદકીય ઓફિસો દ્વારા કાયદેસર પ્રસારણ કરવું, જો તેમની માહિતીની વહેંચણી અન્ય દેશોની કાયદેસર જરૂરિયાતો પૂર્ણ કરતી હોય તો;
  5. માસ મીડિયાના ક્ષેત્રમાં અનુભવ અને નિષ્ણાતોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું, મીડિયા વ્યાવસાયિકોને તાલીમ આપવા એકબીજાને મદદ કરવી તથા આ ક્ષેત્રમાં કાર્યરત શૈક્ષણિક અને વૈજ્ઞાનિક-સંશોધન સંસ્થાઓ અને સંગઠનો વચ્ચે સાથ સહકારને પ્રોત્સાહન આપવું.

 

 



(Release ID: 1723688) Visitor Counter : 190