વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ઘરેલું રસી ઉત્પાદનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાં


ભારત બાયોટેક સાથે ટેકનોલોજી ટ્રાન્સફરની વ્યવસ્થા હેઠળ કોવેક્સિન રસીના 22.8 કરોડ ડોઝનું ઉત્પાદન હાફકીન બાયોફાર્મા કરશે

Posted On: 02 JUN 2021 11:10AM by PIB Ahmedabad

શક્ય તેટલી વહેલી તકે રસીકરણ માટે પાત્ર સમગ્ર વસતિને રસી આપવાના લક્ષ્ય સાથે, કેન્દ્ર સરકારની મદદથી ઘરેલું રસી ઉત્પાદનની ગતિ સતત વધી રહી છે.

આ પહેલના ભાગરૂપે, સેન્ટ્રલ બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત 3.0 મિશન કોવિડ સુરક્ષા અંતર્ગત ત્રણ જાહેર ક્ષેત્રોની કંપનીઓને સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. તે ઉદ્યોગોનાં નામ નીચે મુજબ છે.

  1. હાફકીન બાયોફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિમીટેડ, મુંબઈ.
  2. ઈન્ડીયન ઈમ્યુનોલોજીઓ લિમીટેડ, હૈદરાબાદ અને
  3. ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજિકલ લિમીટેડ, બુલંદશહેર, ઉત્તરપ્રદેશ.

મહારાષ્ટ્ર સરકારની જાહેર ક્ષેત્રની કંપની હાફકીન બાયોફર્મા, ભારત બાયોટેક લિમીટેડ, હૈદરાબાદ સાથે ટેકનોલોજી સ્થાનાંતરણ વ્યવસ્થા હેઠળ કોવેક્સિન રસીના ઉત્પાદનની તૈયારી કરી રહી છે. આ ઉત્પાદન કંપનીના પરેલ સંકુલમાં થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG_20210602_104730C00H.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG_20210602_1047028FAL.jpg

હાફકીન બાયોફર્માના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંદીપ રાઠોડે જણાવ્યું હતું કે કંપની એક વર્ષમાં કોવેક્સિન રસીના 22.8 કરોડ યુનિટનું ઉત્પાદન કરવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાફકીન બાયોફર્માને કોવેક્સિન રસીના ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર તરફથી 65 કરોડ અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 94 કરોડની સબસિડી મળી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20210602-WA0004E48Y.jpg

તેમણે કહ્યું કે, અમને આ કામ માટે આઠ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે અને રસીનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રસી ઉત્પાદનની પ્રક્રિયા બે તબક્કાની છે - મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ ભાગ અને અંતિમ દવા ઉત્પાદન. રસી માટે મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ કમ્પોનન્ટ બનાવવા માટે અમારે બાયો સેફટી લેવલ-3 (બીએસએલ 3) સિસ્ટમ બનાવવાની જરૂર છે, જ્યારે હાફકીન ખાતે ફિલ ફિનીશની સ્થાપના થઈ ચુકી છે. બીએસએલ 3 એ સલામતી પ્રમાણપત્ર પ્રણાલી છે જે મુખ્યત્વે તે કાર્યસ્થળોમાં જરૂરી છે જ્યાં સૂક્ષ્મજીવાણુઓનો ઉપયોગ થાય છે અન્યથા, સૂક્ષ્મજીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે અને ગંભીર બીમારીનું કારણ બને છે.

 “જાહેર ક્ષેત્રની સંપત્તિઓનો ઉપયોગ કરીને રસી ઉત્પાદન ક્ષમતા વધારવાના પ્રયત્નો આપણા દેશમાં રસી ઉત્પાદન ક્ષમતાના નિર્માણમાં ઘણી આગળ વધશે અને દેશમાં રસીકરણ અભિયાનના નિર્માણમાં મદદ કરશે એમ ડો. રેણુ સ્વરૂપ એ આ સંદર્ભમાં બોલતી વખતે જણાવ્યું હતું.

હેફકીન બાયોફાર્માસ્યુટીકલ કોર્પોરેશન લિમિટેડ, 122 વર્ષ જુની હાફકીન સંસ્થાની શાખા છે, જે દેશની સૌથી પ્રાચીન બાયોમેડિકલ રિસર્ચ સંસ્થા છે, જે પ્લેગ રસીની શોધ કરનાર રશિયન બેક્ટેરિયોલોજિસ્ટ ડૉ. વાલ્ડેમર હેફકીનના નામ પર છે.

 

સ્ત્રોતો:

બાયોટેકનોલોજી વિભાગમાંની પૃષ્ઠભૂમિ નોંધ

ડૉ. સંદિપ રાઠોડ, એમડી, હાફકીન બાયોફર્મા, મુંબઇ સાથે મુલાકાત

ટીવી ન્યૂઝ ચેનલો / યુટ્યુબ ચેનલો માટે સંદેશ.

એએનઆઈ દ્વારા ઉપલબ્ધ હાફકીન બાયોફાર્મા વિડિયો ફીડ

SD/GP



(Release ID: 1723665) Visitor Counter : 285