સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસો વધુ ઘટીને 1.65 લાખ થયા, ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું


છેલ્લા 46 દિવસમાં દૈનિક નવા કેસોની સંખ્યા સૌથી ઓછી નોંધાઇ

સક્રિય કેસોમાં છેલ્લા 24 કલાકમાં 1,14,216 દર્દીઓના ઘટાડા સાથે કુલ ભારણ વધુ ઘટીને 21,14,508 થયું

સળંગ 17 દિવસથી દૈનિક નવા સંક્રમિતોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે

સાજા થવાનો દર વધીને 91.25% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 8.02% નોંધાયો જે સતત 6 દિવસથી 10% કરતાં નીચો જળવાઇ રહ્યો છે

પરીક્ષણોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો, આજદિન સુધીમાં કુલ 34.3 કરોડ પરીક્ષણો થયા

છેલ્લા 24 કલાકમાં 30.35 લાખ કરતાં વધારે (30,35,749) લોકોને રસી આપવામાં આવી

Posted On: 30 MAY 2021 10:28AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સક્રિય કેસોનું ભારણ વધારે ઘટીને આજે 21,14,508 નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,14,216 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ માત્ર 7.58% રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YSEL.jpg

 

દૈનિક ધોરણે નોંધાતા નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડાના ભાગરૂપે, દેશમાં સતત ત્રણ દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,65,553 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021QRA.jpg

ભારતમાં સતત 17મા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા કેસની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2,76,309 દર્દી સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સરખામણીએ નવા સાજા થયેલા કેસની સંખ્યા 1,10,756 વધારે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UZQA.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,54,54,320 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,76,309 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 91.25% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BQN2.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,63,839 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 34.31 કરોડ થઇ ગઇ છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.36% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 8.02% નોંધાયો છે. સળંગ 6 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GM2Z.jpg

 

દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 21.20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 30,07,831 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 21,20,66,614 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 30.35 લાખ કરતાં વધારે (30,35,749) ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

98,62,777

બીજો ડોઝ

67,72,792

FLWs

પ્રથમ ડોઝ

1,55,59,932

બીજો ડોઝ

84,89,241

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

1,83,43,505

બીજો ડોઝ

9,429

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

6,54,11,045

બીજો ડોઝ

1,05,27,297

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,84,40,218

બીજો ડોઝ

1,86,50,378

કુલ

21,20,66,614

SD/GP/JD



(Release ID: 1722856) Visitor Counter : 256