નાણા મંત્રાલય

જીએસટી પરિષદની 43મી બેઠકની ભલામણો


વિલંબિત રિટર્ન્સ માટે લેટ ફીના સંબંધમાં કરદાતાઓને રાહત આપવા માફી યોજના; કરવેરાના ભાવિ સમયગાળા માટે લેટ
ફીને પણ તર્કબદ્ધ બનાવવામાં આવી

એમ્ફો બી સહિત કોવિડ-19 સાથે સંબંધિત તબીબી ચીજવસ્તુઓના નિઃશુલ્ક વિતરણને 31.08.2021 સુધી આઇજીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી

એમ્ફોટેરિસિન બીને પણ કસ્ટમ ડ્યુટીમાંથી માફી આપવામાં આવી

નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું

Posted On: 28 MAY 2021 9:29PM by PIB Ahmedabad

આજે અહીં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની 43મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તથા નાણાં મંત્રીલય અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં.

જીએસટી પરિષદે આ બેઠકમાં ચીજવસ્તુઓના પુરવઠા અને સેવાઓ પર જીએસટી દરો પરિવર્તન સાથે સંબંધિત તેમજ જીએસટી કાયદા અને પ્રક્રિયા સાથે સંબંધિત ફેરફારો માટે નીચેની ભલામણો કરી છેઃ

કોવિડ-19 સંબંધિત રાહત

  • કોવિડ-19 સાથે સંબંધિત રાહતના પગલાં સ્વરૂપે મેડિકલ ઓક્સિજન, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ તથા ઓક્સિજનના સંગ્રહ અને પરિવહન માટે જરૂરી ઉપકરણ, નિદાન કરવા માટે ચોક્કસ માર્કર્સ ટેસ્ટ કિટ અને કોવિડ-19ની વિવિધ રસી વગેરે જેવી ચોક્કસ પ્રકારની અનેક ચીજવસ્તુઓને આઇજીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવા માટેની ભલામણ કરી છે, પછી ભલે આ પ્રકારની ચીજવસ્તુઓ સરકારને દાન કરવા માટે કે કોઈ રાહત સંસ્થાને આપવા સરકારી સત્તામંડળની ભલામણ પર દાન કરવા માટે પેમેન્ટના ધોરણે આયાત કરવામાં આવી હોય. આઇજીએસટીમાંથી આ માફી 31.08.2021 સુધી માન્ય રહેશે. અત્યાર સુધી જ્યારે આ પ્રકારની ચીજવસ્તુઓની આયાત નિઃશુલ્ક વિતરણ માટે “નિઃશુલ્ક” ધોરણે આયાત થતી હતી, ત્યારે જ આઇજીએસટીમાંથી માફીની જોગવાઈ લાગુ થતી હતી. હવે આ જોગવાઈને પણ 31.8.2021 સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ચીજવસ્તુઓને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી માફી આપવામાં આવી છે. વળી બ્લેક ફંગસના કેસમાં વધારો થઈ રહ્યો છે એ બાબતને ધ્યાનમાં રાખીને આઇજીએસટીમાંથી ઉપરોક્ત મુક્તિનો લાભ એમ્ફોટેરિસિન બીને પણ આપવામાં આવ્યો છે. 

  • ઉપરાંત 8 જૂનના રોજ મંત્રીઓનું જૂથ (જીઓએમ) અહેવાલ સુપરત કરશે પછી એના આધારે કોવિડ-19 સાથે સંબંધિત વ્યક્તિગત ચીજવસ્તુને રાહત આપવાનો નિર્ણય લેવાશે.

  • જ્યાં સુધી વ્યક્તિગત ચીજવસ્તુઓનો સંબંધ છે, ત્યાં સુધી કોવિડ-19 સાથે સંબંધિત વ્યક્તિગત ચીજવસ્તુઓને તાત્કાલિક વધુ રાહત આપવાની જરૂરિયાતનો વિચાર કરવા મંત્રીઓનું જૂથ (જીઓએમ) રચવાનો નિર્ણય લેવાયો હતો. જીઓએમ 08.06.2021ના રોજ એનો અહેવાલ સુપરત કરશે.

ચીજવસ્તુઓ પર અન્ય રાહતો

  • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે જોડાણમાં હાથ ધરવામાં આવેલા લિમ્ફાટિક ફિલારિસિ (એક મહામારી) નાબૂદ કરવાના કાર્યક્રમને ટેકો આપવા ડાયેથીલકાર્બેમેઝિન (ડીઇસી) ટેબ્લેટ પર જીએસટીનો દર ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે (12 ટકામાંથી).

  • જીએસટીના દરોના સંબંધમાં ચોક્કસ સ્પષ્ટતાઓ/સ્પષ્ટીકરણ સંશોધનોની ભલામણ કરવામાં આવી છે. તેમાં મુખ્ય ભલામણો નીચે મુજબ છે -

  • રિપેર થયા પછી પુનઃઆયાત થયેલી ચીજવસ્તુઓના રિપેર મૂલ્ય પર આઇજીએસટી ઉઘરાવવાની ક્ષમતા

  • કરવેરાના દરના વર્ગીકરણ 8424 (નોઝલ/લેટરલ્સ) અંતર્ગત આવતા સ્પ્રિન્કલર્સ/ટપક સિંચાઈ પદ્ધતિઓની સાધનસામગ્રીઓ પર 12 ટકા જીએસટી લાગશે, પછી ભલે આ ચીજવસ્તુઓનું વેચાણ અલગ-અલગ થતું હોય. 

 

સેવાઓ

  • અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે, આંગણવાડી (જે શાળામાં પ્રવેશ પૂર્વે બાળકોને શિક્ષણ પણ પ્રદાન કરે છે) સહિત શૈક્ષણિક સંસ્થાઓને સરકાર દ્વારા પ્રાયોજિત કોઈ પણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મધ્યાહન ભોજન સહિત ખાદ્ય પદાર્થોની સેવા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં સરકારી સહાય કે કોર્પોરેટ ડોનેશનમાંથી આ પ્રકારના પુરવઠા માટે ફંડ પૂરું પાડવામાં આવ્યું છે કે નહીં એ બાબતને ધ્યાનમાં લેવાશે નહીં.

  • અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય પરીક્ષા મંડળ (એનબીઈ) અથવા એવા કેન્દ્રીય કે રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓ કે એના જેવી પરીક્ષાઓ માટે ફી લેવામાં આવે છે. આ પ્રકારની પ્રવેશ પરીક્ષા સહિત વિવિધ પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી સેવાઓ તથા આ માટેની આંતરિક સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

  • જમીનના માલિક પ્રમોટર્સ ડેવલપર પ્રમોટર્સ દ્વારા તેમની પાસેથી વસૂલાત કરેલા જીએસટીની ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે, જેમાં એવી શરત હોય છે કે, આ પ્રકારના એપાર્ટમેન્ટ્સનું પછી વેચાણ જમીનના પ્રમોટર કરે છે અને એના પર જીએસટી ચુકવવામાં આવે છે. આ સ્પષ્ટતા કરવા માટે સુસ્પષ્ટ જોગવાઈ માટે પ્રસ્તુત અધિસૂચનામાં ઉચિત ફેરફારો કરવા. ડેવલપર પ્રમોટરને પ્રોજેક્ટ પૂર્ણ થાય એ અગાઉ કોઈ પણ સમયે કે પ્રોજેક્ટ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર ઇશ્યૂ થાય એ સમયે આ પ્રકારના એપાર્ટમેન્ટ્સ સાથે સંબંધિત જીએસટીની ચુકવણી કરવાની સુવિધા આપવામાં આવશે. 

  • નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં એમઆરઓ યુનિટને પ્રદાન કરવામાં આવેલી સમાન વ્યવસ્થા જહાજો/હોડીઓના એમઆરઓ યુનિટને આપવી, જેથી સ્થાનિક જહાજ એમઆરઓને વિદેશી એમઆરઓ સામે સ્પર્ધા કરવા સમાન તકો મળે અને  આ માટે -

  • જહાજો/હોડીઓના સંબંધમાં MRO સેવાઓ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે (18 ટકાથી). 

  • જહાજો/હોડીઓના સંબંધમાં MRO સેવાઓના B2B પુરવઠાના PoS સેવા પ્રાપ્યકર્તાનું સ્થળ ગણાશે. 

  • અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે, જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) માટે ઘઉઁ/ડાંગરને દળીને બનાવીને પ્રદાન કરેલા લોટ (મિલર્સ કે અન્ય દ્વારા ખનીજ તત્વો સાથે પોષક દ્રવ્યોથી સભર બનાવવાની પ્રક્રિયા)/સરકાર/સ્થાનિક સત્તામંડળને પૂરાં પાડવામાં આવેલા ચોખાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જો આ પ્રકારની સંયુક્ત પુરવઠામાં ચીજવસ્તુઓનું મૂલ્ય 25 ટકાથી વધારે હોતું નથી. અન્યથા જો ટીડીએસની ચુકવણી માટે નોંધણી ધરાવતી વ્યક્તિ સહિત જીએસટીમાં નોંધણી ધરાવતી કોઈ પણ વ્યક્તિને પુરવઠો પૂરો પાડવામાં આવશે, તો આ પ્રકારની સેવાઓ માટે 5 ટકા જીએસટી લાગુ પડશે. 

  • અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે, માર્ગના નિર્માણ માટે સ્થગિત કે વિલંબિત ચુકવણી તરીકે પ્રાપ્ત થયેલી વાર્ષિક ચુકવણી પર જીએસટી ચુકવવાપાત્ર છે. આ મુક્તિનો લાભ એવા પ્રકારની વાર્ષિક ચુકવણી માટે છે, જે માર્ગ કે પુલનો ઉપયોગ કરવા માટે લેવામાં આવતી સેવા માટે ચુકવવામાં આવે છે. 

  • અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે, રોપ-વેના નિર્માણ દ્વારા સરકારી કંપનીને પૂરી પાડવામાં આવતી સેવાઓ પર 18 ટકાના દરે જીએસટી લાગુ પડશે. 

  • અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે, સરકાર દ્વારા એના સાહસ/જાહેર ક્ષેત્રના એકમ (સરકારી કંપની)ને લોનની ગેરન્ટી દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ જીએસટીથી મુક્ત છે. જો આ લોન સરકારના સાહસ કે જાહેર ક્ષેત્રના સાહસે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસે લીધી હશે તો આ જોગવાઈ લાગુ પડશે. 

વેપારની સુવિધાઓ અને એને પ્રોત્સાહન આપવા માટેના પગલાં:

  1.  

    1. વિલંબિત  રિટર્ન્સ માટે લેટ ફીના સંબંધમાં કરદાતાઓને રાહત પ્રદાન કરવા માટેની માફી યોજના:

કરદાતાઓને રાહત પ્રદાન કરવા માટે જુલાઈ, 2017થી એપ્રિલ, 2021 સુધીના કરવેરાના ગાળા માટે ફોર્મ GSTR-3B રજૂ ન કરવા બદલ લેટ ફી ઘટાડવામાં આવી છે / માફ કરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ

  1. કરવેરાના કથિત સમયગાળા માટે કરવેરો અદા કરવાની કોઈ પણ જવાબદારી ન ધરાવતા હોય એવા કરદાતાઓ માટે રિટર્નદીઠ મહત્તમ રૂ. 500/- (સીજીએસટી અને એસજીએસટી એમ દરેક માટે રૂ. 250/-)ની લેટ ફીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે;

  2. અન્ય કરદાતાઓ માટે રિટર્ન દીઠ રૂ. 1000/- (સીજીએસટી અને એસજીએસટી એમ દરેક માટે રૂ. 250/-)ની લેટ ફીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે

જો આ કરવેરાના ગાળા માટે GSTR-3B રિટર્ન 01.06.2021થી 31.08.2021 વચ્ચે રજૂ કર્યા હશે, તો લેટ ફીનો ઘટાડેલો દર લાગુ પડશે. 

  1.  

    1. સીજીએસટી ધારાની કલમ 47 હેઠળ લાગુ લેટ ફીને તર્કબદ્ધ કરવામાં આવી:

નાનાં કરદાતાઓ માટે કરદાતાઓની કરવેરાની જવાબદારી/ટર્નઓવર સાથે લેટ ફીને સુસંગત કરવા લેટ ફીની ટોચમર્યાદા તર્કબદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ

A. The late fee for delay in furnishing of ફોર્મ GSTR-3B અને ફોર્મ GSTR-1 રજૂ કરવામાં વિલંબ બદલ રિટર્નદીઠ લેટ ફી નીચે મુજબ છે:

(i)   GSTR-3Bમાં કરવેરાની નિલ (શૂન્ય) જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે  અથવા GSTR-1માં નિલ આઉટવર્ડ સપ્લાય્સ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા રૂ. 500 (રૂ. 250 સીજીએસટી + રૂ. 250 એસજીએસટી) લાગુ પડશે

 

(ii)  અન્ય કરદાતાઓ માટે:

  1.  

    1.  

      1.  

        1.  

          1. અગાઉના વર્ષમાં રૂ. 1.5 કરોડ સુધીનું કુલ વાર્ષિક ટર્નઓવર (એએટીઓ) ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 2000 (1000 સીજીએસટી + 1000 એસજીએસટી) લાગુ પડશે;

          2. અગાઉના વર્ષમાં રૂ. 1.5 કરોડથી રૂ. 5 કરોડ વચ્ચેનું એએટીઓ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 5000 (2500 સીજીએસટી + 2500 એસજીએસટી) લાગુ પડશે;

          3. અગાઉના વર્ષમાં રૂ. 5 કરોડથી વધારેનું એએટીઓ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 10000 (5000 સીજીએસટી + 5000 એસજીએસટી) લાગુ પડશે.

B. કમ્પોઝિશન કરદાતાઓ દ્વારા ફોર્મ GSTR-4 રજૂ કરવામાં વિલંબ બદલ લેટ ફીની ટોચમર્યાદા રિટર્નદીઠ રૂ. 500 (રૂ. 250 સીજીએસટી + રૂ. 250 એસજીએસટી) લાગુ પડશે, જો રિટર્નમાં કરવેરાની જવાબદારી નિલ હોય, અને અન્યો માટે લેટ ફીની ટોચમર્યાદા રિટર્નદીઠ રૂ. 2000 (રૂ. 1000 સીજીએસટી + રૂ. 1000 એસજીએસટી) લાગુ પડશે

 

 

C. ફોર્મ GSTR-7 રજૂ કરવામાં વિલંબ બદલ ચુકવવાપાત્ર લેટ ફી ઘટાડીને દિવસદીઠ રૂ. 50 (રૂ. 25 સીજીએસટી + રૂ. 25 એસજીએસટી) લાગુ પડશે અને રિટર્નદીઠ મહત્તમ રૂ. 2000 (રૂ. 1000 સીજીએસટી + રૂ. 1000 એસજીએસટી) લાગુ પડશે.

ઉપરોક્ત તમામ દરખાસ્તો સંભવિત કરવેરાના આગામી ગાળાઓ માટે લાગુ પડશે. 

3. કરદાતાઓ માટે કોવિડ-19 સાથે સંબંધિત રાહત માટેના પગલાં:

01.05.2021ના રોજ જાહેર થયેલી અધિસૂચનામાં કરદાતાઓને રાહત આપવા માટેની જોગવાઈ ઉપરાંત કરદાતાઓને નીચે મુજબ વધારે રાહત પ્રદાન કરવામાં આવી છે:

  1. નાનાં કરદાતાઓ (રૂ. 5 કરોડ સુધીનું કુલ ટર્નઓવર) માટે 

 

  1.  

    1. માર્ચ અને એપ્રિલ 2021 કરવેરાનો ગાળો:

  2. ફોર્મ GSTR-3Bમાં રિટર્ન ભરવાની નિયત તારીખ કે PMT-06ના ફાઇલિંગ કરવાની નિયત તારીખથી પ્રથમ 15 દિવસ માટે વ્યાજનો દર નિલ કે શૂન્ય ટકા, એ પછી માર્ચ, 2021 અને એપ્રિલ, 2021 માટે પછી અનુક્રમે 45 દિવસ અને 30 દિવસ માટે 9 ટકાનો ઘટાડેલો દર લાગુ પડશે.

  3. માર્ચ/માર્ચ, 2021માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને એપ્રિલ, 2021ના કરવેરાના સમયગાળા માટે ફોર્મ GSTR-3B ભરવાની નિયત તારીખથી ફોર્મ GSTR-3Bમાં રિટર્ન રજૂ કરવામાં અનુક્રમે 60 દિવસ અને 45 દિવસ માટેના વિલંબ બદલ લેટ ફીમાં માફી.

  4. માર્ચ, 2021માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે કમ્પોઝિશન ડીલર્સ દ્વારા CMP-08માં નિવેદન રજૂ કરવાની નિયત તારીખથી પ્રથમ 15 દિવસ માટે વ્યાજનો દર નિલ (શૂન્ય) તથા પછી વધુ 45 દિવસ માટે 9 ટકાનો ઘટાડેલો દર. લાગુ પડશે. 

 

  1.  

    1. મે, 2021 કરવેરાના ગાળા માટે:

  2. ફોર્મ GSTR-3Bમાં રિટર્ન ભરવાની નિયત તારીખથી કે PMT-06 ચલણમાં ફાઇલિંગ કરવાની નિયત તારીખથી પ્રથમ 15 દિવસ માટે વ્યાજનો દર નિલ કે શૂન્ય ટકા તથા પછી વધુ 15 દિવસ માટે વ્યાજનો દર 9 ટકાનો ઘટાડેલો લાગુ પડશે.

  3. ફોર્મ GSTR-3Bમાં માસિક રિટર્ન ભરતા કરદાતાઓ માટે ફોર્મ GSTR-3Bમાં રિટર્ન રજૂ કરવાની નિયત તારીખથી 30 દિવસના વિલંબ માટે લેટ ફીની માફી.

  1. મોટા કરદાતાઓ (કુલ રૂ. 5 કરોડથી વધારેના ટર્નઓવર ધરાવતા) માટે 

  1. કરવેરાના ગાળા મે, 2021 માટે ફોર્મ GSTR-3Bમાં રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ પછી પ્રથમ 15 દિવસ માટે વ્યાજનો નીચો દર 9 ટકા.

  2. કરવેરાના ગાળા મે, 2021 માટે ફોર્મ GSTR-3B રજૂ કરવાની નિયત તારીખથી ફોર્મ GSTR-3Bમાં રિટર્ન રજૂ કરવામાં 15 દિવસના વિલંબ બદલ લેટ ફીમાં માફી. 

 

C.  કોવિડ-19 સાથે સંબંધિત અન્ય ચોક્કસ રાહત પ્રદાન કરવામાં આવશે, જેમ કે

  1.  

    1.  

      1.  

        1. મે, 2021ના મહિના માટે GSTR-1/ IFF ફાઇલિંગની નિયત તારીખ 15 દિવસ લંબાવવામાં આવી છે.

        2. નાણાકીય વર્ષ 2020-21 માટે GSTR-4 ફાઇલિંગની નિયત તારીખ 31.07.2021 સુધી લંબાવવામાં આવી છે. 

        3. માર્ચ, 2021ના ત્રિમાસિક ગાળા માટે ITC-04 ફાઇલ કરવાની નિયત તારીખને 30.06.2021 સુધી લંબાવવામાં આવી છે.

        4. જૂન, 2021ના ગાળા માટેના રિટર્નમાં એપ્રિલ, મે અને જૂન, 2020ના કરવેરાના ગાળા માટે આઇટીસીનો લાભ લેવા નિયમ 36(4)ની એક જ અરજી કરવાની છૂટ આપવામાં આવી. 

        5. કંપનીઓને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (ડીએસસી)ને બદલે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (ઇવીસી) દ્વારા 31.08.2021 સુધી રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપવામાં આવી છે. 

D.  સીજીએસટી ધારાની કલમ 168એ હેઠળ છૂટછાટોઃ જીએસટી ધારા હેઠળ કોઈ પણ સત્તામંડળ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા વિવિધ કામગીરીઓ પૂર્ણ કરવાની સમયમર્યાદા 15 એપ્રિલ, 2020થી 29 જૂન, 2021 સુધીના ગાળામાં આવે છે, જેને 30 જૂન, 2021 સુધી લંબાવવામાં આવી છે, જે ચોક્કસ અપવાદને આધિન છે. 

 [માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા જે કામગીરીઓ માટે સમયમર્યાદાઓ લંબાવવામાં આવી છે, એ લાગુ પડશે]

 

  1. નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્નનું સરળીકરણ:

 

  1. નાણાકીય ધારા, 2021 મારફતે સીજીએસટી ધારાની કલમ 35 અને 44માં સુધારાને અધિસૂચિત કરવામાં આવશે. આ ફોર્મ GSTR-9Cમાં સમજૂતી કે સમાધાન માટેનું નિવેદન રજૂ કરવામાં નિયમોના પાલનને સરળ બનાવશે, કારણ કે કરદાતાઓ આ પ્રકારના નિવેદનને સ્વયં-પ્રમાણિત કરી શકશે, તેમને ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રમાણિત કરવાની જરૂર નહીં રહે. આ ફેરફાર નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્ન માટે લાગુ થશે. 

  2. રૂ. 2 કરોડ સુધીનું કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-9 / 9Aમાં વાર્ષિક રિટર્નનું ફાઇલિંગ વૈકલ્પિક રહેશે;

  3. રૂ. 5 કરોડથી વધારેનું કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-9Cમાં સમાધાન રિકન્સિલિએશન (સમાધાન/સમજૂતી)નું નિવેદન રજૂ કરવું પડશે. 

 

  1. સીજીએસટી ધારાની કલમ 50માં પશ્ચાતવર્તી સુધારાને વહેલામાં વહેલી તકે અધિસૂચિત કરવામાં આવશે, જે 01.07.2017થી લાગુ ગણાશે અને શુદ્ધ રોકડને આધારે વ્યાજની ચુકવણીની જોગવાઈ ધરાવે છે. 

અન્ય પગલાં 

  1. જીએસટી પરિષદે કાયદાની ચોક્કસ જોગવાઈઓમાં સુધારાઓની ભલામણ કરી હતી, જેથી GSTR-1/3B રિટર્ન ફાઇલ કરવાની હાલની વ્યવસ્થાને જીએસટીમાં ડિફોલ્ટ રિટર્ન ફાઇલિંગ વ્યવસ્થા બનાવવામાં આવશે. 

*****

નોંધઃ આ યાદીમાં જીએસટી પરિષદની ભલામણોને તમામ હિતધારકોને માહિતી આપવા માટે સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ જ પ્રસ્તુત પરિપત્રો/અધિસૂચનાઓ દ્વારા લાગુ કરવામાં આવશે, જે કાયદાનું પીઠબળ ધરાવશે.

 SD/GP/JD



(Release ID: 1722607) Visitor Counter : 342