પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 21 મેના રોજ વારાણસીના ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરશે

Posted On: 20 MAY 2021 8:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 મે 2021ના રોજ સવારે 11 કલાકે વિડીયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરશે.

પ્રધાનમંત્રી વારાણસીની વિવિધ કોવિડ હોસ્પિટલો, પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા કરશે, જે તાજેતરમાં ડીઆરડીઓ અને ભારતીય સૈન્યના સંયુક્ત પ્રયાસો દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેઓ જિલ્લાની બિન-કોવિડ હોસ્પિટલોના કામની સમીક્ષા પણ કરશે.

પ્રધાનમંત્રી વારાણસીમાં કોવિડની બીજી તરંગને પહોંચી વળવા માટેના ચાલુ પ્રયાસો અને ભવિષ્ય માટેની તૈયારીઓ પર પણ ચર્ચા કરશે.

SD/GP


(Release ID: 1720496) Visitor Counter : 228