રસાયણ અને ખાતર મંત્રાલય

એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે-શ્રી મનસુખ માંડવિયા


5 વધુ ફાર્મા કંપનીઓને 3 દિવસમાં ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ મળી

ભારતીય કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bની 6 લાખ વાયલ્સ (શીશી) આયાત કરવા ઓર્ડર આપ્યા

Posted On: 20 MAY 2021 7:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-Bનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે.


મંત્રી શ્રીએ જણાવ્યું  હતું કે ત્રણ દિવસમાં, હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય કંપનઓએ એમ્ફોટેરિસીન-Bની 6 લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે.

શ્રી માંડવિયાએ કહ્યું હતું કે સરકાર આ સ્થિતિને હળવી કરવામાં કોઈ કચાશ નહીં છોડે.

SD/GP/Jd


(Release ID: 1720424) Visitor Counter : 193