સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 20 કરોડથી વધારે રસીના ડોઝ વિનામૂલ્યે આપ્યા
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.84 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવનારા 3 દિવસમાં વધુ 51 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થશે
Posted On:
16 MAY 2021 11:54AM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારે તૈયાર કરેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન ઘટકની રચના કરે છે (અન્ય મુદ્દા ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન છે). ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસી વિનામૂલ્યે પૂરી પાડીને દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં તેમને પૂરતો સહકાર આપી રહી છે તેમજ તેના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે.
કોવિડ-19 રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે. આ નીતિ અંતર્ગત, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી ફક્ત 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર આ તમામ ડોઝ રાજ્ય સરકારોને અગાઉની જેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.
ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 20 કરોડ કરતાં વધારે (20,28,09,250) ડોઝ વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. આમાંથી 14 મે સુધી સરેરાશના આધારે કરવામાં આવેલી ગણતરી અનુસાર બગાડ સહિત 18,43,67,772 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (ગઇકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની કામગીરી આગળ વધારવા માટે હજુ પણ કોવિડની રસીના 1.84 કરોડ કરતાં વધારે (1,84,41,478) ડોઝ ઉપલબ્ધ છે. નેગેટિવ બેલેન્સ સાથેના રાજ્યો વપરાશ (બગાડ સહિત)ની સરખામણીએ રસીના પૂરવઠાની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે કારણ કે તેમણે સશસ્ત્ર દળોને પૂરો પાડવામાં આવેલો રસીનો જથ્થો સાથે ગણ્યો નથી.
આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના વધુ 51 લાખ જેટલા (50,95,640) ડોઝ પ્રાપ્ત થઇ જશે.
SD/GP/JD
(Release ID: 1719062)
Visitor Counter : 270