સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ સાજા થયેલાનો આંકડો 2 કરોડથી વધારે થયો


24 કલાકમાં કોવિડના દૈનિક નોંધાયેલા નવા કેસ કરતાં સાજા થયેલાની સંખ્યા વધારે, છેલ્લા ચાર દિવસ ત્રીજી વખત રિકવરીની સંખ્યા વધુ નોંધાઇ

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોના ભારણમાં 5,632 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો

ભારતમાં કુલ રસીકરણ કવરેજ એકધારી ગતિએ 18 કરોડની નજીક પહોંચી રહ્યું છે

આજદિન સુધીમાં, 18થી 44 વર્યના વયજૂથમાં 39 લાખ કરતાં વધારે લાભાર્થીને રસી આપવામાં આવી

ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થતી સહાય સતત ઝડપથી ફાળવી અને પહોંચાડી રહી છે

Posted On: 14 MAY 2021 11:01AM by PIB Ahmedabad

એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો આજે 2 કરોડથી વધારે (2,00,79,599) થઇ ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 83.50% છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 3,44,776 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. છેલ્લા ચાર દિવસ ત્રણ વખત દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી છે.

નવા સાજા થયેલામાંથી 71.16% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EABF.jpg

 

 

નીચે આપેલો આલેખ છેલ્લા 14 દિવસમાં દૈનિક ધોરણે સાજા થતા દર્દીઓની સંખ્યા દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021H35.jpg

 

ભારતમાં સક્રિય કેસોનું ભારણ આજે ઘટીને 37,04,893 થયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 15.41% રહી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 5,632 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 79.7% દર્દીઓ 12 રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K6RQ.jpg

 

ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”નો અભિગમ અપનાવીને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થઇ રહેલી તબીબી સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી વહેંચી અને પહોંચાડી રહી છે જેમાં આજદિન સુધીમાં 9,294 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 11,835 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 6,439 વેન્ટિલેટર/Bi PAP અને રેમડેસિવીરની 4.22 લાખ કરતાં વધારે શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.

બીજી બાજુ, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો સતત વધીને આજે 18 કરોડની નજીક પહોંચી ગયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 26,02,435 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,92,98,584 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,18,127 HCWs એ પ્રથમ ડોઝ અને 66,04,549 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,43,22,390 FLWs એ પ્રથમ ડોઝ અને 81,16,153 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 39,26,334 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,66,09,783 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 85,39,763 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,42,42,792 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,73,18,693 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

96,18,127

બીજો ડોઝ

66,04,549

FLWs

પ્રથમ ડોઝ

1,43,22,390

બીજો ડોઝ

81,16,153

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

39,26,334

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,66,09,783

બીજો ડોઝ

85,39,763

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,42,42,792

બીજો ડોઝ

1,73,18,693

 

કુલ

17,92,98,584

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.75% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KH0N.jpg

 

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 4,40,706 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 39,26,334 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

1,175

2

આંધ્રપ્રદેશ

2,153

3

આસામ

1,48,136

4

બિહાર

4,04,150

5

ચંદીગઢ

2

6

છત્તીસગઢ

1,028

7

દાદરા અને નગર હવેલી

729

8

દમણ અને દીવ

861

9

દિલ્હી

5,23,094

10

ગોવા

1,757

11

ગુજરાત

4,19,839

12

હરિયાણા

3,84,240

13

હિમાચલ પ્રદેશ

14

14

જમ્મુ અને કાશ્મીર

30,169

15

ઝારખંડ

94

16

કર્ણાટક

1,04,242

17

કેરળ

1,149

18

લદાખ

86

19

મધ્યપ્રદેશ

1,36,346

20

મહારાષ્ટ્ર

6,34,570

21

મેઘાલય

6

22

નાગાલેન્ડ

4

23

ઓડિશા

1,08,296

24

પુડુચેરી

2

25

પંજાબ

5,755

26

રાજસ્થાન

5,90,276

27

તમિલનાડુ

26,467

28

તેલંગાણા

500

29

ત્રિપુરા

2

30

ઉત્તરપ્રદેશ

3,15,928

31

ઉત્તરાખંડ

67,427

32

પશ્ચિમ બંગાળ

17,837

કુલ

39,26,334

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના લગભગ 20 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 118મા દિવસે (13 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 20,27,162 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 18,624 સત્રોનું આયોજન કરીને 10,34,304 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 9,92,858 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 13 મે, 2021 (દિવસ-118)

HCWs

પ્રથમ ડોઝ

17,022

બીજો ડોઝ

33,409

FLWs

પ્રથમ ડોઝ

83,628

બીજો ડોઝ

83,594

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

4,40,706

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

3,53,966

બીજો ડોઝ

3,68,924

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

1,38,982

બીજો ડોઝ

5,06,931

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

10,34,304

બીજો ડોઝ

9,92,858

 

નીચે આપેલો આલેખ ભારતમાં હાથ ધરવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિ દર્શાવે છે. આજે કુલ પરીક્ષણોનો આંકડો 31 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. કુલ પોઝિટીવિટી દરમાં પણ આંશિક વધારો થતા 7.72% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005F1Q3.jpg

નીચે આપેલો આલેખ દૈનિક પોઝિટીવિટી દરનો ચિતાર આપે છે જે સહેજ ઘટીને 20.08% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006A39N.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,43,144 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલામાંથી 72.37% કેસ દસ રાજ્યોમાંથી છે.

દૈનિક ધોરણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42,582 નવા દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 39,955 દર્દી જ્યારે કર્ણાટકમાં વધુ 35,297 દર્દી નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076VAJ.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.09% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 4,000 દર્દી મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 72.70% દર્દી દસ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુ (850) નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 344 મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0084DLF.jpg

SD/GP/JD



(Release ID: 1718559) Visitor Counter : 244