પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમંતા બિસ્વા સર્માને આસામના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 10 MAY 2021 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી હિમંતા બિસ્વા સર્માને તથા અન્ય મંત્રીઓને આસામમાં શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ એક ટ્વીટમાં કહ્યું હતુઃ

“આજે શપથ ગ્રહણ કરવા બદલ @himantabiswa Ji અને અન્ય મંત્રીઓને અભિનંદન. મને વિશ્વાસ છે કે આ ટીમ આસામના વિકાસની સફરને વેગ આપશે અને લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે.”

શ્રી મોદીએ શ્રી સર્વાનંદા સોનોવાલના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યુ હતુઃ

“મારા મૂલ્યવાના સાથીઓ @sarbanandsonwal Ji છેલ્લા પાંચ વર્ષથી હંમેશા પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોનું સંચાલન કરતા રહ્યા છે. તેમનું આસામની પ્રગતિ માટેનું યોગદાન અને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસો અપાર રહ્યા છે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1717407) आगंतुक पटल : 358
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam