પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાંસદ શ્રી રઘુનાથ મોહપાત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પોસ્ટેડ ઓન: 09 MAY 2021 7:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ શ્રી રઘુનાથ મોહપાત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ”સાંસદ શ્રી રઘુનાથ મોહપાત્રાજીના નિધનથી દુઃખી છું. તેમણે કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિની દુનિયામાં અગ્રિમ યોગદાન આપ્યું હતું. તેઓ પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા માટેના તેમના યોગદાન માટે હંમેશા યાદ રહેશે. મારી સાંત્વના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1717292) મુલાકાતી સંખ્યા : 241