સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વૈશ્વિક સમુદાય તરફથી પ્રાપ્ત થઇ રહેલી સહાય કેન્દ્ર સરકારની અસરકારક અને ત્વરિત ફાળવણી અને ડિલિવરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની માળખાકીય સુવિધાઓમાં પૂરક મદદરૂપે સારવાર સંભાળ સંસ્થાઓ સુધી પહોંચી રહી છે
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવાયતમાં વિસ્તરણ સાથે કુલ રસીકરણ કવરેજનો આંકડો વધીને 16.73 કરોડથી આગળ નીકળી ગયો
રસીકરણ કવાયતના તબક્કા-3માં 18 થી 44 વર્ષના વયજૂથમાં 14.8 લાખથી વધારે લાભાર્થીઓને રસીન ડોઝ આપવામાં આવ્યો
એકધારી સુધરતી સ્થિતિ સાથે છેલ્લા 24 કલાકમાં 3.18 લાખથી વધારે દર્દીઓ સાજા થઇ ગયા
Posted On:
08 MAY 2021 12:20PM by PIB Ahmedabad
વૈશ્વિક મહામારી કોવિડ-19ના બીજા ચરણમાં ભારતમાં કોવિડના પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ નોંધાઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ થવા વૈશ્વિક સમુદાય દ્વારા સહાય પહોંચડવામાં આવી રહી છે. આ બાબત વૈશ્વિક સમુદાયની ભારત પ્રત્યેની સદભાવના અને એકતાની પ્રતીતી કરાવે છે. મુશ્કેલીના આ સમયમાં વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સંબંધિત સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને પહોંચાડવામાં આવે તે કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે.
અત્યાર સુધીમાં ભારતને 2933 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 2429 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 2951 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી) પ્રાપ્ત થઇ છે.
બીજી તરફ, દેશમાં રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.73 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વય જૂથના 14,88,528 લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ (663), આંધ્રપ્રદેશ (148), આસામ (33,693), બિહાર (291), ચંદીગઢ (2), છત્તીસગઢ (1,026), દિલ્હી (2,41,870), ગોવા (934), ગુજરાત (2,47,652), હરિયાણા (2,04,101), હિમાચલ પ્રદેશ (14), જમ્મુ અને કાશ્મીર (26,161), ઝારખંડ (81), કર્ણાટક (8,681), કેરળ (112), લદાખ (86), મધ્યપ્રદેશ (9,833), મહારાષ્ટ્ર (3,08,171), મેઘાલય (2), નાગાલેન્ડ (2), ઓડિશા (35,152), પુડુચેરી (1), પંજાબ (2,785), રાજસ્થાન (2,49,315), તમિલનાડુ (10,703), તેલંગાણા (498), ત્રિપુરા (2), ઉત્તરપ્રદેશ (1,02,407), ઉત્તરાખંડ (19) અને પશ્ચિમ બંગાળ (4,123) છે.
સંયુક્ત રીતે, આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં કુલ 24,37,299 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 16,73,46,544 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,22,639 HCWs એ પ્રથમ ડોઝ અને 64,30,277 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,38,62,998 FLWs એ પ્રથમ ડોઝ અને 76,46,634 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 14,88,528 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 60 વર્ષથી વધુ ઉંમરના 5,35,04,312 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,42,87,313 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,47,33,969 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 58,69,874 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
95,22,639
|
બીજો ડોઝ
|
64,30,277
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,38,62,998
|
બીજો ડોઝ
|
76,46,634
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
14,88,528
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,47,33,969
|
બીજો ડોઝ
|
58,69,874
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,35,04,312
|
બીજો ડોઝ
|
1,42,87,313
|
|
કુલ
|
16,73,46,544
|
સમગ્ર દેશમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ રસીના ડોઝમાંથી 66.81% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના લગભગ 23 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 112મા દિવસે (7 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 22,97,257 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 18,692 સત્રોનું આયોજન કરીને 9,87,909 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 13,09,348 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 7 મે, 2021 (દિવસ-112)
HCWs
|
પ્રથમ ડોઝ
|
20,111
|
બીજો ડોઝ
|
36,888
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
92,894
|
બીજો ડોઝ
|
1,04,263
|
18 થી 44 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
3,05,636
|
45 થી 60 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
4,01,595
|
બીજો ડોઝ
|
4,90,555
|
60 વર્ષથી વધુ
|
પ્રથમ ડોઝ
|
1,67,673
|
બીજો ડોઝ
|
6,77,642
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
9,87,909
|
બીજો ડોઝ
|
13,09,348
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,79,30,960 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.90% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,18,609 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થનારા કુલ કેસોમાંથી 71.93% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

આજદિન સુધીમાં સમગ્ર દેશમાં કુલ 30 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે એકંદરે પોઝિટીવિટી દર હાલમાં 7.29% છે.

21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (15,864) કરતાં ઓછી છે.

15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 4,01,078 દર્દીઓ સંક્રમિત થયા છે.
નવા નોંધાયેલામાંથી 70.77% કેસો 10 રાજ્યોમાં છે.
દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં નવા 54,022 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ આવતા ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 48,781 જ્યારે કેરળમાં નવા 38,460 કેસ નોંધાયા છે.

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 37,23,446 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 17.01% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 78,282 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 80.68% દર્દીઓ માત્ર બાર રાજ્યોમાં છે.

રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,187 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 77.29% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (898) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 592 દર્દી મૃત્યુ પામ્યા છે.

ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મિઝોરમ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.
**********************
SD/GP/PC
(Release ID: 1717006)
Visitor Counter : 287