પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ ચૌધરી અજિતસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

प्रविष्टि तिथि: 06 MAY 2021 10:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ચૌધરી અજિતસિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીશ્રીએ ચૌધરી અજિતસિંહજીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ પ્રત્યેના તેમના સમર્પણ અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોના સક્ષમ સંચાલન માટે તેમને યાદ કર્યા હતા. શ્રી મોદીએ તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

SD/GP


(रिलीज़ आईडी: 1716421) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam