સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

PMCARES દ્વારા ભંડોળથી નવી દિલ્હીમાં એઇમ્સ અને RML હોસ્પિટલ ખાતે બે હાઇ ફ્લો મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા


કોવિડના દર્દીઓને આજથી ઓક્સિજનનો પૂરવઠો આપવાનું શરૂ કરવામાં આવશે

દેશવ્યાપી રસીકરણ કવાયતનું વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી કુલ રસીકરણ કવાયતનો આંકડો 16 કરોડથી વધુ થઇ ગયો, ભારત આ મુકામ સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ

રસીકરણ કવાયતના તબક્કા-3 અંતર્ગત 18 થી 44 વર્ષના 6.7 લાખ કરતાં વધારે લાભાર્થીને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.38 લાખથી વધારે દર્દીઓ સાજા થયા, સ્થિતિમાં એકધારો સુધારો

Posted On: 05 MAY 2021 12:04PM by PIB Ahmedabad

 

કોવિડ સામેની દેશની જંગમાં નોંધનીય પ્રગતિરૂપે, PM-CARES ભંડોળ દ્વારા નવી દિલ્હીમાં એઇમ્સ અને RML હોસ્પિટલ ખાતે હાઇ ફ્લો ક્ષમતાના બે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની કામગીરી એક જ અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આ બંને પ્લાન્ટ ખૂબ ઝડપથી કોઇમ્બતૂરથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ગઇકાલે તેનું ઇન્સ્ટોલેશન થઇ ગયું છે. આ બંને પ્લાન્ટ આજે સાંજથી દર્દીઓને ઓક્સિજનનો પૂરવઠો આપવાનું શરૂ કરી દેશે.  

દેશમાં કોવિડના કેસોની સંખ્યામાં થઇ રહેલી તીવ્ર વૃદ્ધિને અસરકારક રીતે પહોંચી વળવા માટે દેશભરમાં 500 મેડિકલ ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપિત કરવા માટે PM-CARES ભંડોળમાંથી રકમ ફાળવવામાં આવી છે. આ પ્લાન્ટ્સ આગામી 3 મહિનામાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. એઇમ્સ ટ્રોમા સેન્ટર, ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML), સફદરગંજ હોસ્પિટલ, લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને હરિયાણામાં જ્હજ્જર ખાતે આવેલી એઇમ્સમાં પાંચ પ્લાન્ટ લગાવી દેવામાં આવ્યા છે.

 

નવા દિલ્હીમાં એઇમ્સ ખાતે લગાવવામાં આવેલા મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની તસવીરો નીચે આપેલી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DR4G.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00256YL.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035Y0K.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004O7FK.jpg

 

ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે લગાવવામાં આવેલા મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની તસવીરો નીચે આપેલી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LUA6.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006EKXP.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007MBZ2.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008TS2G.jpg

 

દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3ને વધુ વ્યાપક બનાવવામાં આવ્યો હોવાથી દેશભરમાં આજદિન સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ આપવામાં આવેલા ડોઝની સંખ્યા આજે 16 કરોડ કરતાં વધારે થઇ ગઇ છે.

ભારતે માત્ર 109 દિવસમાં આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.

અમેરિકાને આ મુકામ સુધી પહોંચવામાં 111 દિવસ જ્યારે ચીનને 116 દિવસ થયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009ECV5.jpg

 

12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વય જૂથના 6,71,285 લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રાજ્યોમાં છત્તીસગઢ (1,026), દિલ્હી (82,000), ગુજરાત (1,61,625), જમ્મુ અને કાશ્મીર (10,885), હરિયાણા (99,680), કર્ણાટક (3,840), મહારાષ્ટ્ર (1,11,621), ઓડિશા (13,768), પંજાબ (908), રાજસ્થાન (1,30,071), તમિલનાડુ (4,577) અને ઉત્તરપ્રદેશ (51,284) છે..

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 23,66,349 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 16,04,94,188 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 94,62,505 આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCWs) એ પ્રથમ ડોઝ અને 63,22,055 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,35,65,728 અગ્ર હરોળના કર્મચારીઓ (FLWs) એ પ્રથમ ડોઝ અને 73,32,999 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 6,71,285 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 60 વર્ષથી વધુ ઉંમરના 5,29,50,584 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,23,85,466 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,33,94,353 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 44,09,213 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને

 

 

 

HCWs

FLWs

18-44 વર્ષના લાભાર્થી

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

94,62,505

63,22,055

1,35,65,728

73,32,999

6,71,285

5,33,94,353

44,09,213

5,29,50,584

1,23,85,466

16,04,94,188

 

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ રસીના ડોઝમાંથી 66.86% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010XISJ.jpg

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 લાખ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 109મા દિવસે (4 મે 2021ના રોજ) રસીના કુલ 14,84,989 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 14,011 સત્રોનું આયોજન કરીને 7,80,066 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 7,04,923 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

 

 

તારીખ: 4 મે, 2021 (દિવસ-109)

HCWs

FLWs

18-44 વર્ષ સુધીના લાભાર્થી

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

13,591

22,964

56,415

63,855

2,63,651

3,21,811

2,50,637

1,24,598

3,67,467

7,80,066

7,04,923

 

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,69,51,731 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.03% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,38,439 દર્દીઓ છેલ્લા સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થનારા 73.4% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011J23K.jpg

 

સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (21.46%) કરતાં ઓછો નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image012PTRW.jpg

 

ઓગણિસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0139P3C.jpg

 

છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

નવા પોઝિટીવ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 70.91% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, હરિયાણા,પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક 51,880 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં વધુ 44,631 કેસ જ્યારે કેરળમાં 37,190 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014RCRK.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 34,87,229 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.87% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 40,096 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 81.25% દર્દીઓ બાર રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015V9XE.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે જે હાલમાં 1.09% છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,780 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 74.97% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (891) નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં 351 દર્દીના મૃત્યુ દૈનિક ધોરણે નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image016N60O.jpg

 

સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

 

 

 


(Release ID: 1716295) Visitor Counter : 322