સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.02 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા


રસીકરણ કામગીરી આગળ ધપાવવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ 94.47 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ છે

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 36 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 05 MAY 2021 10:49AM by PIB Ahmedabad

 

કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર સાથે સંપૂર્ણ સરકારનો અભિગમ અપનાવીને સતત અગ્રેસર રહીને સ્થિતિને સંભાળી રહી છે. કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણના પાલન ઉપરાંત, ભારત સરકારની પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં પાંચમો મહત્વપૂર્ણ આધારસ્તંભ રસીકરણ કવાયત છે.

સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWIN પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્યસેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના લગભગ 17.02 કરોડ (17,02,42,410) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 16,07,94,796 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની પ્રક્રિયા આગળ વધારવા માટે કોવિડની રસીના 94.47 લાખ કરતાં વધારે ડોઝ (94,47,614) હજુ પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 36 લાખ કરતાં વધારે (36,37,030) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012LZ6.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CDMY.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003LEWO.jpg

**********************

SD/GP/JD/PC


(Release ID: 1716079) Visitor Counter : 334