પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતીય નૌકાદળે કોવીડ સંબંધિત કરેલી પહેલની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી
વિવિધ શહેરોમાં નૌકા દળની હોસ્પિટલ નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ
નૌકા દળે લક્ષદીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાની બાબતને વેગ આપ્યો
નૌકા દળ વિદેશમાંથી ઓક્સિજન કન્ટેનર તથા અન્ય જરૂરી ચીજવસ્તુ ભારતમાં પહોંચાડે છે
કોરોનાની લગતી ફરજ માટે નૌકા દળના તબીબી અધિકારીઓને દેશના વિવિધ શહેરની હોસ્પિટલમાં તૈનાત કરાયા
Posted On:
03 MAY 2021 7:23PM by PIB Ahmedabad
ભારતીય નૌકા દળના વડા એડમિરલ કરમબીર સિંઘે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી.
તેમણે કોરોનાની મહામારીમાં દેશવાસીઓને સહાયરૂપ બનવા માટે ભારતીય નૌકા દળે લીધેલા કેટલાક પગલા અને હાથ ધરેલી પહેલ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે ભારતીય નૌકા દળે તમામ રાજ્યના વહીવટીતંત્રનો સંપર્ક કરીને તેમને હોસ્પિટલની પથારીઓ, પરિવહન અને અન્ય જરૂરી બાબતોમાં મદદ માટે ઓફર કરી છે. તેમણે પ્રધાનમંત્રીને એ બાબતે પણ માહિતગાર કર્યા હતા કે નૌકા દળે તેમની નેવલ હોસ્પિટલો વિવિધ શહેરના નાગરિકો માટે ખુલ્લી મૂકી દીધી છે.
કોરોનાની ફરજ બજાવવા માટે નૌકા દળની તબીબી અધિકારીઓને દેશના વિવિધ શહેરમાં તૈનાત કરાયા હોવાની માહિતી પણ તેમણે પ્રધાનમંત્રીને આપી હતી. કોરોનાની ફરજ માટે તૈનાત કરાયેલા નૌકા અધિકારીઓ યુદ્ધના ધોરણે નર્સિંગ સહાયની તાલીમ આપી રહ્યા છે.
નૌકા દળના વડા એડમિરલ કરમબીર સિંઘે પ્રધાનમંત્રીને એ બાબતે પણ માહિતગાર કર્યા હતા કે નોકા દળ લક્ષદ્વીપ સહિત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવામાં પણ સહાય કરી રહ્યું છે.
તેમણે પ્રધાનમંત્રીને એવી પણ માહિતી આપી હતી કે ભારતીય નૌકા દળ બહેરિન, કતાર, કુવૈત અને સિંગાપોરથી ભારતમાં લાવવામાં આવતા ઓક્સિજન કન્ટેનરના પરિવહનમાં પણ સહાય કરી રહ્યું છે.
SD/GP/JD
(Release ID: 1715771)
Visitor Counter : 310
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam