સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રસીકરણ કવાયતના તબક્કા III માટે Co-WIN પર નોંધણી શરૂ થતાં 2.45 કરોડથી વધારે લાભાર્થીએ પોતાની નોંધણી કરાવી (આજે સવારે 9:30 સુધીમાં)


ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.22 કરોડથી આગળ નીકળી ગયો

છેલ્લા 24 કલાકમાં 19 લાખથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા; એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણ

છેલ્લા 24 કલાકમાં લગભગ 3 લાખ દર્દીઓ સાજા થઇ ગયા

Posted On: 30 APR 2021 11:09AM by PIB Ahmedabad

એક નોંધનીય પ્રગતિરૂપે, દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના તબક્કા III માટે 28 એપ્રિલ 2021ના રોજ નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં (આજે સવારે 9:30 સુધીમાં) Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર 2.45 કરોડથી વધારે લાભાર્થીએ નોંધણી કરાવી દીધી છે. 28 એપ્રિલ 2021ના રોજ 1.37 કરોડથી વધારે લાભાર્થીએ જ્યારે, 29 એપ્રિલ 2021ના રોજ દિવસના અંત સુધીમાં 1.04 કરોડથી વધારે લાભાર્થીએ નોંધણી કરાવી છે.

બીજી તરફ, દેશમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના ડોઝનો કુલ આંકડો આજે 15.22 કરોડથી આગળ નીકળી ગયો છે.

સંયુક્ત રીતે, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 22,43,097 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 15,22,45,179 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 93,86,904 HCWs અને બીજો ડોઝ લેનારા 61,91,118 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,24,19,965 FLWs અને બીજો ડોઝ લેનારા 67,07,862 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,19,01,218 તેમજ બીજો ડોઝ લેનારા 1,04,41,359 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,17,78,842 અને બીજો ડોઝ લેનારા 34,17,911 લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

93,86,904

61,91,118

1,24,19,965

67,07,862

5,17,78,842

34,17,911

5,19,01,218

1,04,41,359

15,22,45,179

 

સમગ્ર દેશમાં આજદિન સુધીમાં આપવમાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 67.08% ડોઝ દસ રાજ્યોમાં આપ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MDLE.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 22 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 104મા દિવસે (29 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 22,24,548 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 21,810 સત્રોનું આયોજન કરીને 12,74,803 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 9,49,745 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 29 એપ્રિલ, 2021 (દિવસ-104)

HCWs

FLWs

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

19,398

43,200

1,00,065

95,073

7,53,956

2,62,493

4,01,384

5,48,979

12,74,803

9,49,745

 

અન્ય એક મહત્વપૂર્ણ પ્રગતિરૂપે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19 લાખથી વધારે (19,20,107) પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં થયેલા પરીક્ષણોનો આ સર્વાધિક આંકડો છે.

નીચે આપેલો આલેખ ભારતમાં દૈનિક ધોરણે પોઝિટીવિટી અને દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણોનું વલણ દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IOY0.jpg

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,53,84,418 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.99% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 2,97,540 દર્દીઓ સાજા થયા છે.

નવા સાજા થનારા 76.61% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WUI4.jpg

 

છેલ્લા 24 કલાકમાં 3,86,452 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે..

નવા પોઝિટીવ નોંધાયેલા 73.05% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં છે.

દેશમાં એક દિવસમાં સર્વાધિક 66,159 નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછી, 38,607 નવા કેસ સાથે કેરળ અને 35,104 નવા કેસ સાથે ઉત્તરપ્રદેશનો ક્રમ આવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00449NR.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 31,70,228 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.90% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 85,414 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 78.18% દર્દીઓ અગિયાર રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005Q55B.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુ દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં 1.11% છે.

દેશમાં 3,498 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 77.44% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (771) થયા છે. દિલ્હીમાં એક દિવસમાં 395 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00621BP.jpg

 

ચાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય અને ચેતા-વિજ્ઞાન સંસ્થા (NIMHANS) દ્વારા મહામારીના આ સમય દરમિયાન માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે 24 x 7 ધોરણે ટોલ ફ્રી હેલ્પલાઇન (080-4611 0007) ચલાવવામાં આવી રહી છે અને તેઓ જરૂરિયાતમંદ લોકોને મનોવૈજ્ઞાનિક સહકાર આપી રહ્યાં છે.


(Release ID: 1715004) Visitor Counter : 273