માનવ સંસાધન વિકાસ મંત્રાલય

આઇઆઇટી બોમ્બેએ દર્શાવ્યું કે, નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરીને ઓક્સિજનની ખેંચનું સમાધાન થઈ શકશે


ઓક્સિજનના પુરવઠાની સમસ્યાનું સમાધાન કરવા સરળ અને ઝડપી સમાધાન

સંસ્થા ભારતમાં સમાધાનને લાગુ કરવામાં મદદરૂપ થવા તૈયાર

Posted On: 29 APR 2021 2:15PM by PIB Ahmedabad

 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) બોમ્બેએ દેશમાં કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે તબીબી ઓક્સિજનની ખેંચની સમસ્યાનું રચનાત્મક અને સ્વદેશી સમાધાન પ્રસ્તુત કર્યું છે. સમાધાન અંતર્ગત સરળ ટેકનોલોજીકલ હેક પર પ્રાયોગિક પ્રોજેક્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું - પીએસએ (પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન) નાઇટ્રોજન યુનિટનું પીએસએ ઓક્સિજન યુનિટમાં રૂપાંતરણ!

આઇઆઇટી બોમ્બેમાં પ્રારંભિક પરીક્ષણો થયા હતા, જેમાં સારાં પરિણામ મળ્યાં છે. ઓક્સિજનનું ઉત્પાદન 3.5 વાતાવરણ દબાણ પર હાંસલ કરી શકાશે, જેની શુદ્ધતા 93 ટકાથી 96 ટકા છે. વાયુ સ્વરૂપના ઓક્સિજનનો ઉપયોગ હાલ હોસ્પિટલોમાં કોવિડ સાથે સંબંધિત જરૂરિયાતો માટે અને કોવિડ-19 કેન્દ્રિત આગામી સુવિધાઓમાં ઓક્સિજનનો સતત પુરવઠો પ્રદાન કરવા માટે થઈ શકશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/12XSZO.jpg

નાઇટ્રોજન એકમને કેવી રીતે ઓક્સિજન એકમમાં રૂપાંતરિત કરી શકાય? વિશે પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર આઇઆઇટી બોમ્બેના પ્રોફેસર મિલિન્દ આત્રે (સંશોધન અને વિકાસ) કહ્યું હતું કે, હાલના નાઇટ્રોજન પ્લાન્ટની રચનામાં ફેરફાર કરીને તથા કાર્બન પરમાણુ ગળણીમાંથી ઝીઓલાઇટ ગળણીમાં બદલીને થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રકારના નાઇટ્રોજન પ્લાન્ટ વાતાવરણમાંથી કાચી સામગ્રી સ્વરૂપે હવા લે છે, જે ભારતમાં વિવિધ ઔદ્યોગિક પ્લાન્ટમાં ઉપલબ્ધ હોય છે. એટલે દરેક પ્લાન્ટ ઓક્સિજન જનરેટરમાંથી પરિવર્તિત થવાની સંભવિતતા ધરાવે છે, જેના પગલે આપણને હાલ ઊભી થયેલી જાહેર આરોગ્ય કટોકટીમાં ઓક્સિજનનો પુરવઠો મેળવવામાં મદદ મળશે.

પ્રાયોગિક પ્રોજેક્ટ આઇઆઇટી બોમ્બે, ટાટા કન્સલ્ટિંગ એન્જિનીયર્સ અને સ્પાનટેક એન્જિનીયર્સ વચ્ચેનો સહિયારા પ્રયાસ છે. સ્પાનટેક એન્જિનીયર્સ પીએસએ નાઇટ્રોજન અને ઓક્સિજન પ્લાન્ટના ઉત્પાદનમાં સંકળાયેલી છે.

 

વિચારને સાકાર કરવા આઇઆઇટીના રેફ્રિજરેશન અને ક્રાયોજેનિક્સ લેબોરેટરીમાં એક પીએસએ નાઇટ્રોજન પ્લાન્ટને રૂપાંતરણ કે પરિવર્તન માટે પસંદ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ધોરણે અભ્યાસ હાથ ધરવા અને એસઓપીને અંતિમ ઓપ આપવા માટે આઇઆઇટી બોમ્બે, ટાટા કન્સલ્ટિંગ એન્જિનીયર્સ સ્પાનટેક એન્જિનીયર્સ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા, જેનો ઉપયોગ સમગ્ર દેશમાં થઈ શકશે.

સ્પાનટેક એન્જિનીયર્સે આઇઆઇટી બોમ્બેમાં રેફ્રિજરેશન અને ક્રાયોજેનિક્સ લેબોરેટરીમાં નાઇટ્રોજન પ્લાન્ટ સુવિધામાં સંસ્થાની માળખાગત સુવિધાનો ઉપયોગ કરીને મૂલ્યાંકન માટે સ્કિડ તરીકે જરૂરી ઘટકો સ્થાપિત કર્યા હતા. પરીક્ષણ માટે સ્થાપિત માળખું ત્રણ દિવસમાં ઊભું કરવામાં આવ્યું હતું અને પ્રારંભિક પરીક્ષણોએ ઉપર ઉલ્લેખ કર્યા મુજબ સારાં પરિણામ આપ્યા હતા.

પ્રોફેસર મિલિન્દ આત્રેએ પ્રોજેક્ટમાં જોડાણ અને પાર્ટનરશિપ માટે ટાટા કન્સલ્ટિંગ એન્જિનીયર્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અમિત શર્મા, સ્પાનટેક એન્જિનીયર્સના પ્રમોટર અને આઇઆઇટી બોમ્બે (1970)ના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજેન્દ્ર તહિલિયાની, સ્પાનટેક એન્જિનીયર્સના એમડી શ્રી રાજ મોહન તેમજ તેમની ટીમના ઉત્સાહી સભ્યોનો આભાર માન્યો હતો અને તેમના પ્રદાનને બિરદાવ્યું હતું.

કેટલીક મર્યાદાઓ વચ્ચે સમયસર રીતે સફળતાપૂર્વક પ્રાયોગિક પ્રોજેક્ટ પર ટીમને અભિનંદન આપતા શ્રી અમિત શર્માએ કહ્યું હતું કે, અમને આઇઆઇટી બોમ્બે અને સ્પાનટેક એન્જિનીયર્સ સાથે જોડાણ કરવાની ખુશી છે. તેમણે હાલ ઊભી થયેલી કટોકટીમાંથી બહાર આવવા દેશને મદદ કરવા હાલના માળખાનો ઉપયોગ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા રચનાત્મક સમાધાન પ્રદાન કર્યું છે. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થા વચ્ચે પ્રકારની ભાગીદારી આપણા આત્મનિર્ભર આભારને વેગ આપી શકે છે.

આઇઆઇટી બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર સુભાસિસ ચૌધરીએ પ્રોજેક્ટમાં સંકળાયેલા પક્ષોને અભિનંદન આપીને કહ્યું હતું કે, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થા વચ્ચેની પ્રકારની ભાગીદારી ઇચ્છનિય છે તથા આપણા દેશની વૃદ્ધિ અને સફળતા માટે આવશ્યક છે.

Contact info :

Prof. MilindAtrey, IIT Bombay

(email:matrey@iitb.ac.in)

(phone:+91-22-25767522)

Or Tata Consulting Engineers, Mumbai.



(Release ID: 1714856) Visitor Counter : 348