સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 16 કરોડ ડોઝ વિનામૂલ્યે આપ્યા છે
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ 1 કરોડથી વધારે ડોઝ રસીકરણ માટે ઉપલબ્ધ છે
આગામી 3 દિવસમાં 57 લાખ કરતાં વધારે ડોઝ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્ત થશે
પોસ્ટેડ ઓન:
28 APR 2021 11:49AM by PIB Ahmedabad
ભારત સરકાર કોવિડ-19 મહામારી સામેની જંગમાં નેતૃત્વ સંભાળી રહી છે. મહામારી સામે લડવા માટે ભારત સરકારની વ્યૂહનીતિના પાંચ મહત્વપૂર્ણ આધારસ્તંભમાંથી એક રસીકરણ કવાયત પણ છે (અન્ય આધારસ્તંભોમાં ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન છે).
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3નો અમલ સમગ્ર દેશમાં 1 મે 2021ના રોજથી થશે. નવા પાત્રતા ધરાવતા વસ્તી સમૂહો માટે નોંધણીની પ્રક્રિયા આજે (28 એપ્રિલ)ના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. સંભવિત લાભાર્થીઓ સીધા CoWIN પોર્ટલ (cowin.gov.in) પર અથવા આરોગ્ય સેતૂ એપ્લિકેશનની મદદથી તેમની નોંધણી કરાવી શકે છે.
ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 16 કરોડ (15,95,96,140) વિનામૂલ્યે આપ્યા છે. આમાંથી બગાડ સહિત કુલ 14,89,76,248 ડોઝનો વપરાશ થયો છે.
રસીના 1 કરોડથી વધારે ડોઝ (1,06,19,892) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસી આપવા માટે ઉપલબ્ધ છે.
આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 57 લાખ કરતાં વધારે ડોઝ (57,70,000) પ્રાપ્ત થશે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ટાંકીને એવા મીડિયા અહેવાલો ફરતા થયા છે કે, રાજ્યમાં રસીના ડોઝનો જથ્થો પૂરો થઇ ગયો છે અને તેના કારણે રાજ્યમાં રસીકરણની કામગીરી પર વિપરિત અસર પડી રહી છે.
અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, 28 એપ્રિલ 2021 (સવારે 8 વાગે) સુધીમાં મહારાષ્ટ્રને કોવિડ વિરોધી રસીના કુલ 1,58,62,470 ડોઝ પ્રાપ્ત થયા છે. આમાંથી બગાડ (22%) સહિત કુલ 1,53,56,151 ડોઝનો વપરાશ થયો છે. બાકી રહેલા 5,06,319 રસીના ડોઝ હજુ પણ રાજ્ય પાસે પાત્રતા ધરાવતા વસ્તી સમૂહોના રસીકરણ માટે ઉપલબ્ધ છે.
વધુમાં, કોવિડ વિરોધી રસીના 5,00,000 ડોઝની આગામી ત્રણ દિવસમાં ડિલિવરી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.




*********************************
SD/GP/JD/PC
(રીલીઝ આઈડી: 1714541)
મુલાકાતી સંખ્યા : 312
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam