મંત્રીમંડળ
વેપાર સુધારણા પગલા માટેના ક્ષેત્રમાં સહકાર સાધવાના માળખાની રચના માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સમજૂતિ કરાર થયા
Posted On:
20 APR 2021 3:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે ભારતના વેપાર સુધારણા વિભાગના ડાયરેક્ટર જનરલ અને બાંગ્લાદેશના બાંગ્લાદેશ વેપાર અને ટેરીફ કમિશન વચ્ચે ઢાકા ખાતે 27 માર્ચ 2021ના રોજ વેપાર સુધારણા પગલા માટેના ક્ષેત્રમાં સહકાર સાધવાના માળખાની રચના માટે થયેલા સમજૂતિ કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
હેતુઓ
આ સમજૂતિ કરારનો પ્રાથમિક હેતુ બંને દેશ વચ્ચે વેપાર સુધારણામાં સહકારને વેગ આપવાનો છે જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપારમાં માહિતીની આપલે સંબંધિત ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્ષમતા રચવાની પ્રવૃત્તિ અને એન્ટિ ડમ્પિંગ, પ્રતિકારત્મકતા અને સુરક્ષાના પગલા જેવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વિવિધ ધોરણો હેઠળની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે.
આ સમજૂતિ કરાર બંને દેશના સંબંધિત સત્તાવાળાઓ વચ્ચે પરસ્પર સહકારને વેગ મળે તેવી અપેક્ષા રાખે છે જેથી ગેરકાયદે વેપારની પ્રવૃત્તિને નાથી શકાય અને બંને દેશ વચ્ચે સત્તાવાર રીતે દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહિત કરી શકાય.
SD/GP/JD/PC
(Release ID: 1712987)
Visitor Counter : 245
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam