મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારતના ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયાના સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ્સ વચ્ચે પારસ્પરિક માન્યતા કરારને મંજૂરી આપી

Posted On: 20 APR 2021 3:47PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે, ભારતના ઇન્સ્ટિટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઑસ્ટ્રેલિયાના CPA (સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ) વચ્ચે થયેલા પારસ્પરિક માન્યતા કરાર (MRA)ને મંજૂરી આપી છે.

કરારની વિગતો;

ભારતના ઇન્સ્ટિટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઑસ્ટ્રેલિયાના CPA (સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ) વચ્ચે થયેલા પારસ્પરિક માન્યતા કરાર હેઠળ બંને પક્ષો એકાઉન્ટિંગ જ્ઞાન, પ્રોફેશનલ અને બૌદ્ધિક વિકાસ માટે, તેમના સંબંધિત સભ્યોના હિતોને આગળ વધારવા માટે તેમજ ઑસ્ટ્રેલિયા અને ભારતમાં એકાઉન્ટિંગના વ્યવસાયમાં વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે પારસ્પરિક સહકારનું માળખું સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે.

અસર:

MRAના કારણે:

  • બંને એકાઉન્ટિંગ સંસ્થાઓ વચ્ચેના કામકાજના સંબંધો વધુ આગળ વધશે
  • સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓના શ્રેષ્ઠ હિતોને અનુલક્ષીને પારસ્પરિક લાભદાયી સંબંધો વિકાસ પામશે
  • બંને બાજુ પ્રોફેશનલ્સના આવનજાવનમાં વધારો થશે અને તેનાથી બંને દેશોમાં નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે નવું પરિમાણ ઉભું થશે
  • બંને એકાઉન્ટિંગની સંસ્થાઓને વૈશ્વિક માહોલમાં આ વ્યવસાય સમક્ષ આવી રહેલા નવા પડકારોનો ઉકેલ લાવવામાં અગ્રેસર ભૂમિકા નિભાવવાની તક પ્રાપ્ત થશે

લાભો:

બંને સંસ્થાઓ વચ્ચેના જોડાણથી ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે રોજગારીની વિપુલ તકો ઉભી થશે અને ભારતને તેનાથી ખૂબ જ સારું વળતર પ્રાપ્ત થશે જેવી અપેક્ષા છે.

અમલીકરણ વ્યૂહનીતિ અને લક્ષ્યો:

MRA અન્ય સંગઠનના એવા સભ્યો કે જેમણે બંને સંગઠનોની પરીક્ષા, તાલીમ અને પ્રેક્ટિકલ અનુભવની જરૂરિયાતો પૂરી કરીને સભ્યપદ પ્રાપ્ત કર્યું હોય તેમને સભ્યની યોગ્યતાની પારસ્પરિક માન્યતા પૂરી પાડશે. ICAI અને CPA ઑસ્ટ્રેલિયા આ બંને એકબીજાની લાયકાત, તાલીમને માન્યતા આપવા માટે પારસ્પરિક માન્યતા કરાર પર કામ કરશે અને એકબીજા વચ્ચે સેતૂરૂપ વ્યવસ્થાતંત્ર ઉભું કરીને સારા સભ્યોને પ્રવેશ આપશે.

 

પૃષ્ઠભૂમિ:

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અધિનિયમ, 1949 અંતર્ગત ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયમાં નિયમન માટે સ્થાપનામાં આવેલી એક કાનૂની સંસ્થા છે. CPA ઑસ્ટ્રેલિયાને વિશ્વની સૌથી મોટી એકાઉન્ટિંગ સંસ્થાઓમાંથી એક માનવામાં આવે છે જે આખી દુનિયામાં 150 દેશો અને પ્રદેશોમાં 1,60,000થી વધારે સભ્યપદ ધરાવે છે અને શિક્ષણ, તાલીમ, ટેકનિકલ સહાય અને સલાહની સેવાઓ પૂરી પાડે છે.

******

 

SD/GP/JD/PC


(Release ID: 1712946)