નાણા મંત્રાલય
મંત્રીમંડળે નાણાં વિધેયક, 2021માં સંશોધનોને મંજૂરી આપી
Posted On:
20 APR 2021 3:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાં વિધેયક, 2021 (નાણાં ધારા, 2021 તરીકે 28 માર્ચ, 2021ના રોજ બનાવવામાં આવ્યો હતો)માં સરકારે કરેલા સંશોધનોને પૂર્વોત્તર મંજૂરી આપી છે.
આ સંશોધનો વિધેયકમાં પ્રસ્તુત દરખાસ્તોને સ્પષ્ટ અને તર્કબદ્ધ કરવા જરૂરી હતા તથા નાણાં વિધેયકમાં સૂચિત સુધારાથી એની સાથે સંબંધિત હિતધારકોની ચિંતાનું સમાધાન કરવા આવશ્યક હતા.
ઉદ્દેશ
સરકારે નાણાં વિધેયક, 2021માં કરેલા સુધારાવધારા વિધેયકમાં સૂચિત સંશોધનોથી ઊભી થયેલી હિતધારકોની ચિંતાઓ દૂર કરીને તમામ કરદાતાઓને સમાનતા અને સમાવેશકતા પ્રદાન કરશે.
સરકારે નાણાં વિધેયક, 2021 કરેલા સુધારાવધારા કરવેરા સાથે સંબંધિત વિવિધ દરખાસ્તો છે, જે સરકાર માટે સમયસર આવક પેદા કરશે અને કરદાતાઓની ફરિયાદોનું નિવારણ કરીને હાલની જોગવાઈઓને અસરકારક બનાવશે.
SD/GP/JD/PC
(Release ID: 1712899)
Visitor Counter : 208