સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 12.71 કરોડથી વધારે થઇ ગયો
છેલ્લા 24 કલાકમાં રસીના 32 લાખ ડોઝ આપવામાં આવ્યા
નવા નોંધાયેલામાંથી 78% કેસ 10 રાજ્યોમાં; 62% સક્રિય કેસોનું ભારણ માત્ર 5 રાજ્યોમાં
રાષ્ટ્રીય મૃત્યુદર વધુ ઘટીને 1.18% થયો
Posted On:
20 APR 2021 11:50AM by PIB Ahmedabad
ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત અંતર્ગત દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે વધીને 12.71 કરોડથી આગળ પહોંચી ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 18,83,241 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 12,71,29,113 રસીના ડોઝ (10,96,59,181 પ્રથમ ડોઝ અને 1,74,69,932 બીજો ડોઝ) આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 91,70,717 HCWs અને બીજો ડોઝ લેનારા 57,67,657 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,14,32,732 FLWs અને બીજો ડોઝ લેનારા 56,86,608 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,66,82,963, બીજો ડોઝ લેનારા 47,04,601 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,23,72,769 અને બીજો ડોઝ લેનારા 13,11,066 લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
91,70,717
|
57,67,657
|
1,14,32,732
|
56,86,608
|
4,23,72,769
|
13,11,066
|
4,66,82,963
|
47,04,601
|
12,71,29,113
|
દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 59.33% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 32 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 94મા દિવસે (19 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 32,76,555 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 45,856 સત્રોનું આયોજન કરીને 22,87,419 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 9,89,136 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 19 એપ્રિલ, 2021 (દિવસ-94)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
34,586
|
47,609
|
1,68,828
|
1,54,212
|
13,06,307
|
1,73,102
|
7,77,698
|
6,14,213
|
22,87,419
|
9,89,136
|
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,59,170 નોંધાઇ છે.
દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 77.67% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં છે.
દૈનિક ધોરણે સર્વાધિક નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 58,924 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 28,211 જ્યારે દિલ્હીમાં 23,686 નવા કેસ નોંધાયા છે.
નીચે આપેલા આલેખ અનુસાર વીસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 20,31,977 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 13.26% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,02,648 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 62.07% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે.
દૈનિક પોઝિટીવિટી દર (7 દિવસની ચલિત સરેરાશ)માં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને હાલમાં આ દર 15.99% છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,31,08,582 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 85.56% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,54,761 દર્દીઓ સાજા થયા છે.
રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં 1.18% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,761 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 82.74% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (351) નોંધાયો છે. તે પછીના ક્રમે, વધુ 240 દર્દીના મૃત્યુ સાથે દિલ્હી છે.
નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
(Release ID: 1712836)
Visitor Counter : 305
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam