સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે 1 મેથી કોવિડ-19 રસીકરણની વધુ ઉદાર અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિ જાહેર કરી


શક્ય હોય એટલા ટૂંકા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીયો રસી લઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર એક વર્ષ કરતાં વધુ સમયથી સખત મહેનત કરી રહી છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા

કિંમત, પ્રાપ્તિ, પાત્રતા અને રસીના આપવાની કામગીરી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતના ત્રીજા તબક્કામાં વધુ લવચિક બનાવવામાં આવી રહી છે

તમામ હિતધારકોને સ્થાનિક જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે

18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિ કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવશે

રસીના ઉત્પાદકોને તેમના ઉત્પાદનમાં વધારો કરવા માટે અને નવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આ કામ માટે આકર્ષવાના ઉદ્દેશથી પ્રોત્સાહન આપવામાં આવે છે

રસીના ઉત્પાદકોને તેમનો 50% પૂરવઠો અગાઉથી કિંમતો જાહેર કરીને રાજ્યો અને ખુલ્લા બજારમાં આપવા માટે છૂટ આપવામાં આવી

રાજ્યોને સીધા જ ઉત્પાદકો પાસેથી રસીના વધારાના ડોઝ ખરીદવાના અધિકાર આપવામાં આવ્યા અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ શ્રેણીના લોકોનું રસીકરણ કરવાની છૂટ આપી

ભારત સરકારની રસીકરણ કવાયત પહેલાંથી જેમ જ ચ

Posted On: 19 APR 2021 7:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઇને આગામી 1 મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિન રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહત્તમ સંખ્યામાં ભારતીયોને શક્ય હોય એટલા ટૂંકા સમયગાળામાં રસી આપી શકાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી સખત મહેનત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દુનિયામાં ભારતમાં વિક્રમી ગતિએ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અમે હજુ પણ વધારે ઝડપી ગતિએ કવાયત ચાલુ રાખીશું.

 

ભારતની રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિ એપ્રિલ 2020થી પદ્ધતિસર અને વ્યૂહાત્મક આરંભથી અંત સુધીના અભિગમ, R&D, ઉત્પાદન અને એડમિનિસ્ટ્રેશનમાં પૂર્વસક્રિય ક્ષમતા નિર્માણના આધાર પર બનેલી છે. જ્યારે વ્યાપકતા અને ઝડપને આગળ વધારવામાં આવી રહ્યાં છે ત્યારે, સાથે સાથે દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતને ટકાઉપણે અમલમાં મૂકવા માટે જરૂરી સ્થિરતા પણ લાવવામાં આવી છે.

 

ભારતનો અભિગમ દુનિયાભરમાં અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો, WHOની SoPs અને કોવિડ-19ની રસી આપવા માટે રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહ (NEGVAC)માં આપણા ભારતના અગ્રેસર નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી પ્રેરિત વૈજ્ઞાનિક અને રોગચાળા સંબંધિત આધારસ્તંભો પર નિર્માણ પામેલો છે.

 

ભારત અન્ય વયજૂથના લોકો માટે ક્યારે રસીકરણની શરૂઆત કરવી તે સંબંધિત નિર્ણયો લેવામાં રસીની ઉપલબ્ધતા અને સંવેદનશીલ પ્રાથમિકતા સમૂહના કવરેજ પર આધારિત ગતિશિલ મેપિંગ મોડેલને અનુસરી રહ્યું છે. 30 એપ્રિલ સુધીમાં સંવેદનશીલ સમૂહના મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ થઇ જશે તેવી અપેક્ષા છે.

 

રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આપણી સુરક્ષા કરનારાઓ, આપણા આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCWs) અને અગ્ર હરોળના કર્મચારીઓ (FLWs)ને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જેમ જેમ સમગ્ર તંત્ર અને પ્રક્રિયામાં સ્થિરતા આવતી ગઇ તેમ તેમ, 1 માર્ચ 2021ના રોજથી તબક્કા-IIની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આપણા સૌથી વધારે સંવેદનશીલ વયજૂથના લોકોને એટલે કે, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હતા  કારણ કે દેશમાં કોવિડના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી લગભગ 80% દર્દીઓ વયજૂથના હતા. ક્ષમતામાં વધારો કરવા માટે ખાનગી ક્ષેત્રનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

 

પ્રધાનમંત્રી મોદીના નિર્દેશો અનુસાર, ભારત સરકારે સક્રિયપણે તમામ પ્રકારના હિતધારકો સાથે જોડાણ અને સંકલન કર્યું જેમાં સંશોધન સંસ્થાઓથી માંડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો, વૈશ્વિક નિયામકો વગેરે તમામને સામેલ કરવામાં આવ્યા. ભારતના ખાનગી ક્ષેત્રના રસી ઉત્પાદકોની વિનિર્માણ ક્ષમતાને અભૂતપૂર્વ નિર્ણાયક પગલાંઓ દ્વારા વ્યૂહાત્મક રીતે સશક્ત બનાવવામાં આવી છે જેમાં પબ્લિક-પ્રાઇવેટ સહયોગપૂર્ણ સંશોધન, પરીક્ષણો અને ઉત્પાદન વિકાસની સુવિધા આપવી, લક્ષિત જાહેર અનુદાન અને ભારતના નિયમનકારી તંત્રમાં દૂરોગામી સુશાસન સુધારા સહિતના સંખ્યાબંધ નિર્ણયો સામેલ છે. પ્રધાનમંત્રી મોદીના નિર્દેશો અનુસાર ભારત સરકાર, દરેક ઉત્પાદકો સાથે નિયમિત ધોરણે સંપર્કમાં રહે છે જે સંખ્યાબંધ આંતર મંત્રાલયોની ટીમનો સ્થળ પર મોકલવી, દરેકની જરૂરિયાતોને સમજવી અને અનુદાન તેમજ એડવાન્સ ચુકવણી, ઉત્પાદન માટે વધુ સ્થળો વગેરેના રૂપમાં સક્રિય અને જરૂરિયાત અનુસાર સહકાર આપવા જેવા પગલાં પણ સામેલ છે જેથી રસીના ઉત્પાદનની કામગીરીને વધુ વેગવાન બનાવી શકાય.

 

આના પરિણામરૂપે સ્વદેશમાં ઉત્પાદન કરવામાં આવેલી બે રસી (સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક)ને કટોકટીની સ્થિતિમાં ઉપયોગની અધિકૃતતા આપવવામાં આવી અને ત્રીજી રસી (સ્પુતનિક) જે હાલમાં વિદેશમાં ઉત્પાદન થઇ રહી છે તેનું નિર્માણ તબક્કાવાર ભારતમાં શરૂ કરવામાં આવશે.

 

ભારત સરકારે રસીકરણ કવાયતની શરૂઆતથી ખાનગી ક્ષેત્ર સાથે સતત સંપર્ક ચાલુ રાખ્યો છે. હવે, ક્ષમતાઓ અને પ્રક્રિયાઓમાં સ્થિરતા આવી ગઇ હોવાથી, જાહેર તેમજ ખાનગી ક્ષેત્રને ઝડપથી વ્યાપકતા વધારવા માટે અનુભવ થઇ ગયો છે અને આત્મવિશ્વાસ પણ આવી ગયો છે.

 

તબક્કા-IIIમાં રાષ્ટ્રીય રસી વ્યૂહનીતિ વધુ ઉદાર કિંમતો અને રસીકરણના કવરેજને વધુ વ્યાપક બનાવવાનો ઉદ્દેશ રાખે છે. આનાથી રસીના ઉત્પાદનમાં વધારો થશે તેમજ તેની ઉપલબ્ધતા વધશે. રસીના ઉત્પાદકોને ઝડપથી તેમના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે તેમજ સ્થાનિક અને વિદેશી નવા રસી ઉત્પાદકોને આકર્ષવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. તે કિંમત, પ્રાપ્તિ, પાત્રતા અને રસીઓના એડમિનિસ્ટ્રેશનને વધુ મુક્ત અને લવચિક બનાવશે, જેનાથી તમામ હિતધારકોને સ્થાનિક જરૂરિયાતો અને ગતિશીલતાને અનુકૂળ બનાવવા માટે લવચિકતા મળશે.

 

આગામી 1 મે 2021થી અમલમાં આવી રહેલા રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના તબક્કા-3ની ઉદાર અને પ્રવેગિત વ્યૂહનીતિના મુખ્ય ઘટકો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:-

 

(i) રસીના ઉત્પાદકો તેમના માસિક કેન્દ્રીય ડ્રગ્સ લેબોરેટરી (CDL) રિલિઝ કરેલા ડોઝનો 50% જથ્થો ભારત સરકારને પૂરો પાડશે અને બાકીનો 50% જથ્થો તેઓ રાજ્ય સરકારોને અને ખુલ્લા બજાર (અહીંથી આગળ ભારત સરકારની ચેનલ સિવાયના તરીકે ઉલ્લેખ કરેલો છે)માં આપવા માટે મુક્ત રહેશે.

 

(ii) ઉત્પાદકો રાજ્ય સરકારો અને ખુલ્લા બજારમાં જે 50% જથ્થો પૂરો પાડવાનો હોય તેની કિંમતો વિશે 1 મે 2021 પહેલાં પારદર્શક રીતે આગોતરી જાહેરાત કરશે. કિંમતના આધારે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો, ઔદ્યોગિક સ્થાપત્યો વગેરે ઉત્પાદકો પાસેથી રસીનો જથ્થો ખરીદી શકે છે. ખાનગી હોસ્પિટલોએ ભારત સરકાર સિવાયના વિશેષ રૂપે રાખવામાં આવેલા 50% જથ્થામાંથી તેમની રસીનો પૂરવઠો પ્રાપ્ત કરવાનો રહેશે. ખાનગી રસીકરણ પ્રદાતાઓ પારદર્શક રીતે તેમાં સેલ્ફ-સેટ રસીકરણ કિંમતની જાહેરાત કરશે. ચેનલ મારફતે પાત્રતા તમામ પુખ્ત લોકો એટલે કે 18 વર્ષની વધુ ઉંમરના તમામ લોકો માટે લાગુ થશે.

 

(iii) ભારત સરકારના રસીકરણ કેન્દ્રો પર પહેલાંની જેમ રસીકરણની કવાયત ચાલુ રહેશે, જ્યાં અગાઉ નિર્ધારિત કર્યા અનુસાર એટલે કે, આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCWs), અગ્ર હરોળના કર્મચારીઓ (FLWs) અને 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વિનામૂલ્યે રસીકરણ માટે પાત્ર રહેશે.

 

(iv) તમામ રસીકરણ (ભારત સરકાર દ્વારા અને ભારત સરકાર સિવાયની ચેનલ દ્વારા) કવાયતો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો હિસ્સો રહેશે અને તેમને તમામ પ્રોટોકોલ જેમ કે, CoWIN પ્લેટફોર્મ પર કેપ્ચરિંગ, AEFI રિપોર્ટિંગ સાથે લિંક કરવું અને અન્ય સૂચિત તમામ ધારાધોરણોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવે છે. તમામ રસીકરણ કેન્દ્રો પર સ્ટોક અને પ્રત્યેક રસીકરણની કિંમતની વાસ્તવિક સમયના ધોરણે જાણ કરવાની રહેશે.

 

(v) રસીના પૂરવઠામાં 50% જથ્થો ભારત સરકારને અને 50% જથ્થો ભારત સરકાર સિવાયની ચેનલને આપવાના ભાગલાની વ્યવસ્થા સમગ્ર દેશમાં તમામ રસી ઉત્પાદકો માટે એકસમાન રીતે લાગુ થવા પાત્ર રહેશે. જોકે, ભારત સરકાર વિદેશમાંથી આયાત કરવામાં આવેલી સંપૂર્ણપણે ઉપયોગ માટે તૈયાર રસીનો ભારત સરકાર સિવાયની ચેનલમાં સંપૂર્ણપણે ઉપયોગ કરવા માટે મંજૂરી આપશે.

 

(vi) ભારત સરકાર પોતાના હિસ્સામાં, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ચેપના પ્રમાણ (સક્રિય કેસોના ભારણ) અને કામગીરી (રસી આપવાની ઝડપ)ના આધારે ફાળવણી કરશે. રસીના બગાડને પણ માપદંડમાં ધ્યાનમાં લેવામાં આવશે અને તેનાથી માપદંડો પર નકારાત્મક અસર પડશે. ઉપરોક્ત માપદંડોના આધારે, રાજ્ય અનુસાર ક્વોટા નક્કી કરવામાં આવશે અને રાજ્યોને પૂરતા પ્રમાણમાં અગાઉથી તે બાબતે જાણ કરવામાં આવશે.

 

(vii) હાલના તમામ પ્રાથમિકતા સમૂહો એટલે કે HCWs, FLWs અને 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બીજો ડોઝ, જ્યારે પણ આવતો હોય ત્યારે તેમને પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે જેના માટે નિર્દિષ્ટ અને એકકેન્દ્રીત વ્યૂહનીતિ વિશે તમામ હિતધારકોને જાણ કરવામાં આવશે.

 

(viii) નીતિ 1 મે 2021ના રોજથી અમલમાં આવશે અને સમય સમયે તેની સમીક્ષા કરવામાં આવશે.

 



(Release ID: 1712748) Visitor Counter : 418