સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 11.44 કરોડને પાર થઇ ગયો


છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા


નવા નોંધાયેલા 81% દર્દીઓ 10 રાજ્યોમાંથી


ભારતમાં કુલ સક્રિય સક્રિયોમાંથી 67.16% દર્દીઓ પાંચ રાજ્યમાં

Posted On: 15 APR 2021 12:33PM by PIB Ahmedabad

દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંતર્ગત કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા આજે 11.44 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે. દેશમાં રસીકરણ કવાયતને વેગવાન બનાવવા માટે 11 થી 14 એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. ટીકા ઉત્સવ દરમિયાન દેશમાં પાત્રતા ધરાવતા વસ્તી સમૂહમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝનો આંકડો ઉછળીને 1,28,98,314 સુધી પહોંચી ગયો હતો.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 16,98,138 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,44,93,238રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,64,527 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 56,04,197 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,02,13,563 FLWs (પથમ ડોઝ) અને 50,64,862 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,34,71,031 એ પ્રથમ ડોઝ, 27,47,019 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,74,30,078 પ્રથમ ડોઝ અને 8,97,961 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

90,64,527

56,04,197

1,02,13,563

50,64,862

3,74,30,078

8,97,961

4,34,71,031

27,47,019

11,44,93,238

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.76% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GN9S.jpg

 

નીચે આપેલો આલેખ આઠ રાજ્યો દ્વારા આપવામાં આવેલા રસીના કુલ ડોઝની વિગતવાર માહિતી દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002P7GO.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 33 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 89મા દિવસે (14 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 33,13,848 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 44,864 સત્રોનું આયોજન કરીને 28,77,473 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 4,36,375 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 14 એપ્રિલ, 2021 (દિવસ-89)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

15,841

23,125

77,321

54,089

17,79,634

79,626

10,04,677

2,79,535

28,77,473

4,36,375

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,00,739 નોંધાઇ છે.

દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુ, ગુજરાત તેમજ રાજસ્થાનમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા 80.76% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.

દેશમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 58,952 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 20,439 જ્યારે દિલ્હીમાં 17,282 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003F3BI.jpg

 

નીચે આપેલા આલેખ અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041S1X.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055TW8.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006KUDC.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007DNRE.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 14,71,877 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 10.46% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,06,173 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 67.16% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 43.54% સક્રિય કેસોનું ભારણ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008O51I.jpg

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે વધીને 1,24,29,564 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 88.31% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 93,528 દર્દીઓ સાજા થયા છે.

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,038 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાં 82.27% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (278) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં 120 દર્દીના મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009XBH7.jpg

 

નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ અને અરુણાચલ પ્રદેશ છે.

 

 

 


(Release ID: 1711977) Visitor Counter : 361