સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ ‘ટીકા ઉત્સવ’ દરમિયાન કોવિડ રસીકરણ કેન્દ્રો અને દૈનિક રસીકરણની સંખ્યામાં વૃદ્ધિ થઇ

ટીકા ઉત્સવ દરમિયાન રસીના 1.28 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા

Posted On: 15 APR 2021 11:18AM by PIB Ahmedabad

 

કોવિડ-19 વાયરસ સામેની જંગમાં ભારતે સંક્રમણનું ઉચ્ચ જોખમ ધરાવતા સંવેદનશીલ વસ્તી વર્ગનું રસીકરણ કરવાના પ્રયાસોમાં સંખ્યાબંધ શિખરો સર કર્યાં છે. પ્રધાનમંત્રીએ 11 થી 14 એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવની ઉજવણી કરવા માટે કરેલા આહ્વાનના પગલે સરકારી અને ખાનગી કાર્યસ્થળોમાં સંખ્યાબંધ કાર્યસ્થળ પરના રસીકરણ કેન્દ્રો (CVCs) કાર્યરત થયા છે. આ સમય દરમિયાન કોઇપણ દિવસમાં સરેરાશ 45000 કાર્યરત CVCs હોવાનું નોંધાયું છે. ચાર દિવસના ટીકા ઉત્સવના દિવસ-1, દિવસ-2, દિવસ-3 અને દિવસ-4 દરમિયાન અનુક્રમે 63,800, 71,000, 67,893 અને 69,974 CVCs સક્રિય હોવાનું નોંધાયું હતું. વધુમાં, સરેરાશ રવિવારે રસીકરણની ઓછી સંખ્યા (અંદાજે 16 લાખ) નોંધાય છે પરંતુ ટીકા ઉત્સવના પ્રથમ દિવસે રવિવાર આવતો હોવા છતાં પણ તે દિવસે સાંજે 8 વાગ્યા સુધીમાં રસીના 27 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા હોવાનું નોંધાયું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010ZJB.jpg

ટીકા ઉત્સવના ચાર દિવસ દરમિયાન રસીકરણની સઘન પ્રવૃત્તિ નોંધાઇ હતી. 11 એપ્રિલના રોજ રસીના 29,33,418 ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે તે પછીના દિવસે બીજા 40,04,521 ડોઝ આપવામાં આવ્યા હતા. 13 અને 14 એપ્રિલના રોજ અનુક્રમે રસીના 26,46,528 અને 33,13,848 ડોઝ આપવામાં આવ્યા હતા.

ટીકા ઉત્સવ દરમિયાન દેશમાં પાત્રતા ધરાવતા વયજૂથના લોકોમાં આપવામાં આવેલી રસીના કુલ ડોઝનો આંકડો વધીને 1,28,98,314 ડોઝ સુધી પહોંચી ગયો હતો.

ત્રણ રાજ્યોમાં કુલ મળીને 1 કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આ રાજ્યો, મહારાષ્ટ્ર (1,11,19,018), રાજસ્થાન (1,02,15,471) અને ઉત્તરપ્રદેશ (1,00,17,650) છે.

SD/GP/JD

 

 



(Release ID: 1711964) Visitor Counter : 286