પ્રધાનમંત્રીનું કાર્યાલય

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ 19 ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટેની બેઠક ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

Posted On: 08 APR 2021 11:00PM by PIB Ahmedabad

આપ સૌએ વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાની સમિક્ષા કરતાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે પ્રસ્તુત કર્યા છે અને અનેક જરૂરી સૂચનો પણ આપ્યા અને ખૂબ સ્વાભાવિક હતું કે જ્યાં આગળ મૃત્યુ દર વધારે છે, જ્યાં આગળ કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે, તે રાજ્યોની સાથે ખાસ કરીને વિશેષ ચર્ચા કરવામાં આવી છે. પરંતુ બાકીના રાજ્યો પાસે પણ ઘણા સારા સૂચનો હોઇ શકે છે. તો હું આગ્રહ કરીશ કે એવા જો કોઈ પણ હકારાત્મક સૂચનો કે જે જરૂરી છે, તમને લાગે છે, તે મારા સુધી અવશ્ય પહોંચાડજો કે જેથી કોઈ કોઈ રણનીતિ બનાવવામાં તે ઉપયોગી સાબિત થઈ શકે.

હમણાં અહિયાં જે ભારત સરકાર તરફથી સ્વાસ્થ્ય સચિવની તરફથી પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું, તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે એક વખત ફરી પડકારજનક સ્થિતિ બની રહી છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ચિંતાજનક છે. આવા સમયે વહીવટી વ્યવસ્થામાં સુધારો ખૂબ જરૂરી છે. હું સમજી શકું છું કે આખા વર્ષ દરમિયાનની લડાઈના કારણે વ્યવસ્થાને પણ થાક લાગી શકે છે, ઢીલાશ આવી શકે છે. પરંતુ બે ત્રણ અઠવાડિયા જો આપણે થોડા ચુસ્ત બનાવીએ અને વધારે વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવીએ તેની ઉપર આપણે ભાર મૂકવો જોઈએ.

સાથીઓ,

આજની સમીક્ષામાં કેટલીક વાતો આપણી સામે સ્પષ્ટ છે, અને તેની ઉપર આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

પહેલીદેશ પહેલા વેવના સમયની પિકને પાર કરી ચૂક્યો છે, અને વખતે વૃદ્ધિ દર પહેલા કરતાં પણ વધારે ઝડપી છે.

બીજુંમહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યો પ્રથમ વેવની પિકને પણ પાર કરી ચૂક્યા છે. કેટલાક અન્ય રાજ્યો પણ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. હું સમજું છું કે આપણાં સૌની માટે ચિંતાનો વિષય છે, ભારે ચિંતાનો વિષય છે. અને

ત્રીજું વખતે લોકો પહેલાંની સરખામણીએ ઘણા વધારે કેઝ્યુઅલ થઈ ગયા છે. મોટાભાગના રાજ્યોમાં વહીવટી વ્યવસ્થા પણ ઢીલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોરોના કેસોમાં અચાનક થયેલી વૃદ્ધિએ મુશ્કેલીઓ વધારે ઊભી કરી દીધી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે ફરીથી યુદ્ધ સ્તર પર કામ કરવું જરૂરી છે.

સાથીઓ,

તમામ પડકારો હોવા છતાં, આપણી પાસે પહેલાંની સરખામણીએ ઘણો સારો અનુભવ છે, પહેલાંની સરખામણીએ વધારે સારા સંસાધનો છે, અને હવે એક વેક્સિન પણ આપણી પાસે છે. જન ભાગીદારીની સાથે સાથે આપણાં પરિશ્રમી ડૉક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ, હેલ્થ કેર સ્ટાફે પરિસ્થિતિને સંભાળવા માટે ઘણી મદદ કરી છે અને આજે પણ કરી રહ્યા છે. તમારી સૌની પાસેથી તમારા પહેલાના અનુભવોને અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવે તેવી અપેક્ષા સેવવામાં આવે છે.

હવે તમે કલ્પના કરો કે ગયા વર્ષે અત્યારના દિવસોમાં આપણી શું સ્થિતિ હતી. આપણી પાસે પરીક્ષણ લેબ્સ નહોતી. ત્યાં સુધી કે માસ્ક ક્યાંથી મળશે તે પણ ચિંતાનો વિષય હતો, પીપીઈ કિત નહોતી. અને તે વખતે આપણી પાસે બચવા માટેનું એકમાત્ર સાધન બચ્યું હતું, લોકડાઉન, કે જેથી આપણે વ્યવસ્થાઓને બનાવી શકીએ, સંસાધનો ઊભા કરી શકીએ, આપણી પોતાની ક્ષમતા વધારી શકીએ. દુનિયામાંથી જ્યાંથી પ્રાપ્ત કરી શકીએ તેમ હતા, કરી શક્યા અને લોકડાઉનના સમયનો આપણે ઉપયોગ કર્યો.

પરંતુ આજે જે સ્થિતિ છે, આજે જ્યારે આપણી પાસે બધા સંસાધનો છે તો આપણી શક્તિ અને આપણાં વ્યવસ્થાપનની પરીક્ષા છે, આપણું ધ્યાન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર વધારે હોવું જોઈએ. નાના નાના કન્ટેનમેન્ટ ઝોન પર સૌથી વધારે હોવું જોઈએ. જ્યાં આગળ રાત્રિ કર્ફ્યૂનો પ્રયોગ થઈ રહ્યો છે ત્યાં આગળ મારો આગ્રહ છે કે તેની માટે શબ્દ પ્રયોગ હંમેશા કરોકોરોના કર્ફ્યૂ.. કે જેથી કોરોના પ્રત્યે એક સજાગતા જળવાયેલી રહે.

કેટલાક એવી બૌદ્ધિક ચર્ચા કરે છે કે શું કોરોના રાત્રે આવે છે. હકીકતમાં દુનિયાએ પણ રાત્રિ કર્ફ્યૂના પ્રયોગને સ્વીકાર કર્યો છે, કારણ કે દરેક વ્યક્તિને કર્ફ્યૂ સમય હોય છે તો યાદ આવે છે કે હા, હું કોરોના કાળમાં જીવી રહ્યો છું અને બાકી જીવન વ્યવસ્થાઓની ઓછામાં ઓછી અસર થાય છે.

હા, સારું થશે કે આપણે કોરોના કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યે શરૂ કરીએ અથવા રાત્રે 10 વાગ્યે શરૂ કરીએ અને સવારે પાંચ વાગ્યા સુધી ચલાવીએ કે જેથી બાકીની વ્યવસ્થાઓ ઉપર તેનો વધારે પ્રભાવ ના પડે. અને એટલા માટે તેને કોરોના કર્ફ્યૂના નામે પ્રચલિત કરીએ અને કોરોના કર્ફ્યૂ એક રીતે લોકોને શિક્ષિત કરવા માટે કામમાં આવી રહ્યો છે, જાગૃતિ માટે કામ આવી રહ્યો છે. તો આપણે તે દિશામાં ધ્યાન આપવાની.. પરંતુ મેં પહેલા કહ્યું તેમ હવે આપણી પાસે વ્યવસ્થા એટલી થઈ ચૂકી છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, તેની ઉપર ભાર મૂકો, તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. હા તેમાં જરા સરકારને થોડી મહેનત વધારે પડે છે, વહીવટી તંત્રને ચુસ્ત રાખવું પાડે છે, દરેક વસ્તુને ઝીણવટતાપૂર્વક નિરીક્ષણમાં રાખવી પડે છે. પરંતુ મહેનત રંગ લાવશે બાબતે મારી ઉપર વિશ્વાસ રાખજો.

બીજી વાત છે, આપણે ગઈ વખતે કોવિડનો આંકડો દસ લાખ એક્ટિવ કેસોથી સવા લાખ સુધી નીચે લાવીને દેખાડ્યો છે. જે રણનીતિ પર ચાલીને શક્ય બન્યું છે, તે આજે પણ તેટલી અસરકારક છે. અને કારણ જુઓ, તે વખતે સફળતા આપણે લોકોએ મેળવી હતી. તે વખતે સંસાધનો પણ ઓછા હતા. આજે તો સંસાધનો વધારે છે અને અનુભવ પણ વધારે છે. અને એટલા માટે આપણે પિકને ખૂબ ઝડપથી નીચે લાવી શકીએ છીએ, પિકને ઉપર જતો રોકી પણ શકીએ છીએ.

અને અનુભવ કહે છે કેટેસ્ટ, ટ્રેક, ટ્રીટપરીક્ષણ, દેખરેખ, ઈલાજ’ – કોવિડને યોગ્ય વર્તણૂક અને કોવિડ વ્યવસ્થાપન વસ્તુઓ પર આપણે ભાર મૂકવાનો છે. અને તમે જોજો, હવે એક વિષય એવો આવ્યો છેહું આપ સૌ મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તમે તમારા રાજ્યની મશીનરી દ્વારા થોડી જો સમીક્ષા કરશો, સર્વે કરશો તો એક સવાલનો જવાબ આપણને મળી શકે છે ખરો? હું આને સવાલના રૂપમાં કહી રહ્યો છું. થાય છે શું કે અત્યારે કોરોનાના દિવસોમાં.. થોડો તપાસનો વિષય છે પરંતુ તમે પણ તેને રાજ્યમાં કરાવી શકો છો.. પહેલા કોરોનાના સમયમાં શું થતું હતું, હલકા ફૂલકા લક્ષણો દેખાય તો પણ લોકો ડરી જતાં હતા, તે લોકો તાત્કાલિક પગલાં લેતા હતા. બીજું અત્યારના સમયમાં ઘણા દર્દીઓ લક્ષણો નથી ધરાવતા અને તેના કારણે તેમને લાગે છે કે તો આમ થોડી શરદી થઈ ગઈ છે, ખાલી એમ થઈ ગયું છે.

ક્યારેક ક્યારેક તો તે પણ જોવા નથી મળતી, અને તેના કારણે પરિવારમાં પહેલાંની જેમ જિંદગી જીવ્યા કરે છે. અને પરિણામ સ્વરૂપ આખો પરિવાર લપેટમાં આવી જાય છે. અને પછી તીવ્રતા વધી જાય છે ત્યારે આપણાં ધ્યાનમાં આવે છે. જે આજે આખે આખા પરિવારના પરિવારો લપેટમાં આવી રહ્યા છે તેનું મૂળ કારણ છે શરૂઆતમાં જે લક્ષણો નથી દેખાતા તેના કારણે બેફિકર થઈ જાય છે. તેનો ઉપાય શું છે- તેનો ઉપાય છે પ્રોએક્ટિવ પરીક્ષણ. આપણે જેટલી વધારે તપાસ કરાવીશું તો લક્ષણો વિનાનો પણ જે દર્દી હશે તે પણ ધ્યાનમાં આવી જશે તો પરિવારમાં હોમ કવોરંટાઈન વગેરે બરાબર રીતે કરી લેશે. તે પરિવાર સાથે જે રીતે સામાન્ય જિંદગી જીવતો હતો તેમ નહિ જીવે. અને એટલા માટે જે આખો પરિવાર લપેટમાં આવી જતો હતો તેને આપણે બચાવી શકીએ છીએ.

અને એટલા માટે આપણે જેટલી ચર્ચા રસીની કરીએ છીએ તેના કરતાં વધુ ચર્ચા આપણે પરીક્ષણની કરવાની જરૂર છે, ભાર ટેસ્ટિંગ ઉપર મૂકવાની જરૂર છે. અને આપણે સામેથી તપાસ માટે જવાનું છે. તેને તકલીફ થાય અને પછી તપાસ કરાવવા માટે આવે, પછી તેને પોઝિટિવ નેગેટિવ મળી જાય, અને તે હું સમજું છું કે આપણે આને થોડું બદલવાની જરૂર છે.

આપણી પાસે વાયરસને રોકવા માટે એક મહત્વપૂર્ણ રીત છે કે આપણે હ્યુમન હોસ્ટને રોકીએ. મેં પહેલા પણ કહ્યું હતું કે કોરોના એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે તેને લઈને નહીં આવો ત્યાં સુધી તે ઘરમાં નથી આવતો. અને એટલા માટે માનવીય સંસાધનો જે છે તે દરેકને આપણે જાગૃત કરવા પડશે, તેમાં નિયમોનું પાલન કરવું પડશે, તે ખૂબ જરૂરી છે, અને નિશ્ચિતપણે તેમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગની બહુ મોટી ભૂમિકા છે. આપણે ટેસ્ટિંગને હળવાશથી ના લઈએ.

ટેસ્ટિંગને આપણે દરેક રાજ્યોમાં એટલી હદે વધારી દેવાના છે કે પોઝિટિવ દર કોઈપણ રીતે કરીને 5 ટકાથી નીચે લાવીને દેખાડી દેવાનો છે. અને તમને યાદ હશે શરૂઆતમાં જ્યારે કોરોનાના સમાચારો આવવા લાગ્યા તો આપણે ત્યાં સ્પર્ધા થવા લાગીપેલું રાજ્ય તો નકામું છે ત્યાં બહુ વધી ગયા છે, ફલાણું રાજ્ય બહુ સારું કરી રહ્યું છે. રાજ્યોની ટીકા કરવી બહુ મોટી ફેશન થઈ ગઈ હતી. તો પહેલી બેઠકમાં મેં તમને બધા લોકોને કહ્યું હતું કે સંખ્યા વધવાથી તમે જરા પણ ચિંતા ના કરશો. તેના કારણે તમારું પ્રદર્શન ખરાબ છે તેવી ચિંતામાં ના રહેશો, તમે ટેસ્ટિંગ પર ભાર મૂકો. અને તે વાત હું આજે પણ કહી રહ્યો છું- સંખ્યા વધારે છે એટલા માટે તમે ખોટું કરી રહ્યા છો.. એવું વિચારવાની જરૂર નથી. તમે પરીઙક્ષણો વધારે કરો છો તેના કારણે પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા છે. પરંતુ બહાર નીકળવાનો રસ્તો છે. અને જે ટીકા કરનારા છે થોડા દિવસ ટીકા સાંભળવી પડશે.              

પરંતુ રસ્તો તો ટેસ્ટિંગનો છે. પરીક્ષણના કારણે આંકડો બહુ વધીને આવે છે, આવવા દો. તેના કારણે કોઈ એક રાજ્ય સારું છે, કોઈ રાજ્ય ખરાબ છે, એવું મૂલ્યાંકન કરવાની રીત બરાબર નથી. અને એટલા માટે મારો તમને આગ્રહ છે કે દબાણમાંથી બહાર નીકળી જાવ, પરીક્ષણ ઉપર ભાર મૂકો. ભલે પોઝિટિવ કેસ વધારે આવતા હોય તો આવવા દો. જુઓ, તેનો તો આપણે ઉપાય કરી શકીશું.

અને આપણો લક્ષ્યાંક 70 ટકા આરટી પીસીઆર પરીક્ષણો કરવાનો છે. કેટલીક જગ્યાઓ પરથી મારી પાસે સમાચાર આવ્યા છે, મેં તપાસ નથી કરી કે કેટલાક લોકો જેઓ આરટી પીસીઆર ટેસ્ટ કરી રહ્યા છે, તેમાં જે નમૂના લે છે તેમાં બહુ ઢીલાશ કરે છે. આમ મોંઢા પસેથી નમૂનો લઈ લે છે. એવું છે કે બહુ ઊંડાણમાં જઈને નમૂનો લીધા વગર યોગ્ય પરિણામ મળતું નથી. જો તમે ઉપર ઉપરથી નમૂનો લઈ લીધો, મોંઢામાં જરાક અમથું નાખીને તો જે પરિણામ આવશે તે તો નેગેટિવ આવવાનું છે. એટલા માટે જ્યાં સુધી સોયને અંદર નાખીને નમૂનો નથી લેવામાં આવતો.. જે રાજ્યોમાં આવું થઈ રહ્યું છે, તેને રોકવા માટે પ્રયાસ કરો. ભલે પોઝિટિવ કેસ વધે, ચિંતા ના કરશો. પરંતુ પોઝિટિવ કેસ હશે તો ઈલાજ પણ થશે. પરંતુ તે નહિ હોય તો ઘરમાં ફેલાતો રહેશે. આખા પરિવારને, આખા મહોલ્લાને, આખા વિસ્તારને, બધાને લપેટમાં લેતો રહેશે.

આપણે પાછલી બેઠકમાં પણ વિષયમાં ચર્ચા કરી હતી કે આરટી પીસીઆર ટેસ્ટ વધારવાની જરૂર છે. અને ફરી એકવાર હું કહું છું કે યોગ્ય નમૂના લેવામાં અને યોગ્ય રીતે લેવામાં આવવા જોઈએ. તમે જોયું હશે કે કેટલીક લેબ બધાને નેગેટિવ આપી રહ્યા છે, કેટલીક લેબ બધાને પોઝિટિવ આપી રહ્યા છે તો કોઈ બહુ સારું ચિત્ર નથી. તો ક્યાંક કઇંક ખામી છે અને વહીવટી તંત્રના માધ્યમથી આપણે તપાસવાનું છે. કેટલાક રાજ્યોને આની માટે ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાની જરૂર પડશે પરંતુ તેને જેટલું ઝડપથી કરશો તેટલું સહાયક સાબિત થશે.

લેબ્સમાં શિફ્ટ વધારવાની જરૂરિયાત લાગે છે તો હું સમજું કે તેને પણ કરવામાં આવવું જોઈએ. સાથે જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે કન્ટેનમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ ઉપર પણ આપણે ખૂબ ભાર મૂકવો.. જે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ના રહેવો જોઈએ. તમે જુઓ, તમને પરિણામ ફટાફટ મળવાના શરૂ થઈ જશે.

સાથીઓ,

જ્યા સુધી ટ્રેકિંગનો પ્રશ્ન છે, વહીવટી સ્તર પર દરેક ચેપના દરેક સંપર્કને ટ્રેક કરવો, ટેસ્ટ કરવો અને રોકવો, તેમાં પણ ખૂબ વધારે ઝડપ કરવાની જરૂર છે. 72 કલાકમાં ઓછામાં ઓછા 30 સંપર્ક ટ્રેસિંગથી આપણો લક્ષ્યાંક ઓછો ના હોવો જોઈએ. એક વ્યક્તિના સમાચાર આવ્યા તો તેની સાથે સંબંધિત 30 લોકો જે પણ મળ્યા છે તેમને આપણે તપાસવા પડશે. કન્ટેનમેન્ટ ઝોનની પણ સીમાઓ સ્પષ્ટ હોવી જોઈએ.. તે અસ્પષ્ટ ના હોવી જોઈએ. આખા મહોલ્લાનો મહોલ્લો, વિસ્તારના વિસ્તારો એવું ના કરશો. જો બે ફ્લેટ છે એક ઇમારતમાં માળ છે તો પછી તેમને કરો. બાજુનું ટાવર છે તેને પછીથી જોજો. નહિતર શું થશે કે આપણે બધાએ બધાને.. સરળ માર્ગ છે કે મહેનત ઓછી પડે છે કરી નાખો. તે દિશામાં ના જશો.

આપ સૌ દિશામાં સક્રિય છો, બસ આપણી સતર્કતામાં કોઈ ઉણપ ના આવવી જોઈએ, મારો આગ્રહ છે. આપણે નક્કી કરવાનું છે કે કોવિડ બીમારીના પગલે જમીન સુધી જતાં જતાં પ્રયાસોમાં સુસ્તી કોઈપણ રીતે નથી આવવા દેવાની. કેટલાય રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગને સમયાંતરે ક્રોસ ચેક કરવા માટે પણ ટીમ બનાવીને કામ કરવામાં આવ્યું છે. તેના સારા પરિણામો પણ જોવા મળ્યા છે.

આપણાં સૌનો પણ અનુભવ છે કે જ્યાં કન્ટેનમેન્ટ ઝોનમાં આરોગ્ય મંત્રાલયની એસઓપીનું.. અને હું માનું છું કે એસઓપી ખૂબ અનુભવ સાથે તૈયાર કરવામાં આવી છે અને સમય સમય પર તેને અપડેટ કરવામાં આવી રહી છે.. તે એસઓપીનું અસરકારક રીતે પાલન થઈ રહ્યું છે, ત્યાં આગળ ઘણી સારી સફળતા મળી રહી છે. એટલા માટે મારુ સૂચન જરૂરથી રહેશે કે બાજુ ખાસ ધ્યાન આપવામાં આવે.

સાથીઓ,

આપણે ચર્ચા દરમિયાન હમણાં મૃત્યુ દર ઉપર ચિંતા વ્યક્ત કરી છે. તે ઓછામાં ઓછો રહે, તેની ઉપર પણ આપણે ખૂબ ભાર આપવો પડશે. અને તેનું મૂળ કારણ છે કે તે રોજીંદી જિંદગી જીવે છે, સામાન્ય બીમારી છે એવું માની લે છે, સંપૂર્ણ પરિવારમાં ફેલાવી દે છે. અને પછી એક સ્થિતિ બગડ્યા પછી દવાખાના સુધી આવે છે, પછી પરીક્ષણ થાય છે અને ત્યારે વસ્તુઓ આપણાં હાથમાંથી બહાર નીકળી જાય છે. આપણી પાસે દરેક દવાખાના પાસેથી મૃત્યુ સમિક્ષાની જાણકારી હોવી જોઈએ. કયા સ્ટેજમાં બીમારીની જાણ થઈ છે, ક્યારે ભરતી કરવામાં આવી છે, દર્દીને કઈ કઈ બીમારીઓ હતી, મૃત્યુ પછી અન્ય કયા કયા કારણો રહ્યા છે, માહિતી જેટલી વધારે વ્યાપક હશે, આપણને તેટલું જીવન બચાવવામાં ઘણી સરળતા રહેશે.

સાથીઓ,

તમારી પણ જાણમાં છે કે એઇમ્સ દિલ્હી દર મંગળવાર અને શુક્રવારના રોજ વિષય પર વેબીનાર આયોજિત કરે છે અને દેશભરના ડૉક્ટર્સ તેમની સાથે જોડાય છે, તે સતત થતાં રહેવું જોઈએ. બધા રાજ્યોના દવાખાના તેની સાથે જોડાતા રહે. જે નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકૉલ્સ ચાલી રહ્યા છે તેની જાણકારી આપણને મળતી રહે, તે પણ જરૂરી છે. અને સતત સંવાદની વ્યવસ્થા છે. જે મેડિકલ ફેકલ્ટીના લોકો છે, તેમને તેમની ભાષામાં તેમના લોકો સમજાવે, તેની વ્યવસ્થા છે, તેનો લાભ લેવો જોઈએ. રીતે એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર્સ અને ઑક્સીજનની ઉપલબ્ધતાની પણ સતત સમિક્ષા જરૂરી છે. અત્યાર સુધી જ્યારે ગઈ વખતે આપણે પિકમાં હતા, આજે પણ દેશમાં તેટલો ઑક્સીજનનો ઉપયોગ નથી થઈ રહ્યો. અને એટલા માટે એક વખત સમિક્ષા કરી લઈએ, આપણે વસ્તુઓને, અહેવાલોને જરા એકવાર ફરી ચકાસી લઈએ.

સાથીઓ,

એક દિવસમાં આપણે 40 લાખ રસીકરણના આંકડાને પણ પાર કરી ચૂક્યા છીએ. રસીકરણ પર અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા દરમિયાન આપણી સામે આવ્યા છે. જુઓ, રસીકરણમાં પણ તમારા અધિકારીઓને જોડો. દુનિયાભરના સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ કે જેમની પાસે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમણે પણ જે રસીકરણની માટે જે માપદંડો નક્કી કર્યા છે, ભારત તેનાથી અલગ નથી. તમે જરા અભ્યાસ તો કરો, તમે ભણેલા ગણેલા લોકો, તમારી પાસે છે.. જરા જુઓ તો ખરા.

અને નવી રસીને વિકસિત કરવા માટે જેટલા પણ પ્રયાસો થઈ રહ્યા છે, મહત્તમ રસીકરણ ઉત્પાદન ક્ષમતા છે, તેની માટે પણ કામ થઈ રહ્યું છે. અને રસીને વિકસિત કરવાથી લઈને સ્ટોક અને વેસ્ટેજ જેવા જરૂરી મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે. વાત સાચી છે, તમને ખબર છે કે ભાઈ આટલી રસી બની શકે છે. અત્યારે એવું તો નથી કે આટલી મોટી મોટી ફેક્ટરીઓ કોઈ રાતોરાત લાગી જાય છે. જે આપણી પાસે ઉપલબ્ધ છે તેને આપણે પ્રાથમિકતા આપવી પડશે. કોઈ એક રાજ્યમાં બધો માલ રાખીને આપણને પરિણામ મળી જશે એવી વિચારધારા યોગ્ય નથી. આપણે સંપૂર્ણ દેશનું ધ્યાન રાખીને તેનું વ્યવસ્થાપન કરવું પડશે. કોવિડ મેનેજમેન્ટનો એક બહુ મોટો હિસ્સો, રસીનો બગાડ રોકવાનો પણ છે.

સાથીઓ,

રસીકરણને લઈને રાજ્ય સરકારોની સલાહ, સૂચન અને સહમતી વડે દેશવ્યાપી રણનીતિ બનાવવામાં આવી છે. મારો આપ સૌને આગ્રહ રહેશે કે હાઇ ફોકસ જિલ્લાઓ જે છે, તેમાં 45 વર્ષની ઉપર સોએ સો ટકા રસીકરણ માટે સતત પ્રયાસ કરો. એક વખત એક તો હાંસલ કરીને જુઓ. હું એક સૂચન આપું છું. કારણ કે ક્યારેક ક્યારેક વાતાવરણ બદલવા માટે વસ્તુઓ બહુ કામમાં આવે છે. 11 એપ્રિલ, જે દિવસે જ્યોતિબા ફુલેજીની જન્મ જયંતી છે અને 14 એપ્રિલ, બાબા સાહેબની જન્મ જયંતી છે. શું આપણે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આપણાં સંપૂર્ણ રાજ્યમાંરસીકરણ ઉત્સવઉજવી શકીએ છીએ ખરા, એક આખું વાતાવરણ નિર્માણ કરી શકીએ છીએરસીકરણ ઉત્સવમાટેનું?

     

એક વિશેષ અભિયાન ચલાવીને આપણે વધુમાં વધુ પાત્ર લોકોને રસી આપીએ, શૂન્ય બગાડ નિર્ધારિત કરીએ આપણે. ચાર દિવસ જે છેરસીકરણ ઉત્સવમાં શૂન્ય બગાડ થશે તે પણ આપણી રસીકરણ ક્ષમતાને વધારી દેશે. આપણી રસીકરણ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ તે આપણે લોકો કરીએ. અને તેની માટે આપણે જો રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવી પડે તો તેને પણ વધારીએ. પરંતુ એક વાર જોઈએ તો ખરા કે આપણે 11 થી 14 એપ્રિલ, કઈ રીતે વસ્તુઓને સંચાલિત કરી શકીએ છીએ, એક સિદ્ધિનો સંતોષ પ્રાપ્ત થશે.. વાતાવરણ બદલવામાં બહુ કામમાં આવશે. અને ભારત સરકારને પણ મેં કહ્યું છે કે જેટલી સંખ્યામાં આપણે રસીકરણ પહોંચાડી શકીએ છીએ, પહોંચાડવાનો પ્રયાસ કરીએ. આપણો પ્રયાસ રહેવો જોઈએ કે રસીકરણ ઉત્સવમાં આપણે વધુમાં વધુ લોકોને રસી પુરી પાડીએ અને તે પણ પાત્ર વર્ગને.

હું દેશના યુવાનોને પણ આગ્રહ કરીશ કે તમે તમારી આસપાસના પણ 45 વર્ષથી ઉપરના જે લોકો છે તેમને રસી લગાવવામાં મદદ કરો. મારી નવયુવાનોને વિશેષ વિનંતી છે.. તમે તંદુરસ્ત છો, સમર્થ્યવાન છો, તમે ઘણું બધુ કરી શકો છો. પરંતુ જો મારા દેશનો નવયુવાન કોરોનાના જે એસઓપી છે, જે આચારસંહિતાઓ છે.. અંતર જાળવી રાખવા માટેની જે વાત છે, માસ્ક પહેરવા માટેની જે વાત છે, જો મારા દેશનો નવયુવાન તેનું નેતૃત્વ કરશે તો કોરોનાની કોઈ તાકાત નથી કે તે મારા નવયુવાન સુધી પહોંચી શકે.

આપણે પહેલા સાવચેતીઓને નવયુવાનો ઉપર ભાર મૂકીએ. નવયુવાનોને આપણે રસી માટે જેટલા મજબૂર કરવા માંગીએ છીએ તેનાથી વધુ તેને આચારસંહિતાનું પાલન કરવા માટે પ્રેરિત કરીએ. જો આપણો નવયુવાન તેની માટે બીડું ઝડપી લેશે.. પોતે પણ આચારસંહિતાનું પાલન કરશે અને અન્યો સાથે પણ કરાવશે તો તમે જોજો સ્થિતિ જે રીતે આપણે એક વખત પિક પર જઈને નીચે આવ્યા હતા.. બીજી વખત આપણે આવી શકીએ છીએ. વિશ્વાસ સાથે આપણે આગળ ચાલી શકીએ છીએ.

સરકારે એક ડિજિટલ વ્યવસ્થા બનાવી છે જેના વડે લોકોને રસીકરણમાં મદદ મળી રહી છે અને ખૂબ સારા અનુભવો બધા લોકો લખે પણ છે કે ભાઈ મને ઘણો સારો અનુભવ રહ્યો છે. પરંતુ ડિજિટલ વ્યવસ્થા સાથે જોડાવામાં જેને પણ તકલીફ પડી રહી છે, જેમ કે ગરીબ પરિવાર છે, તેમની માટે ટેકનોલોજીની સાંજ નથી.. હું નવયુવાનોને કહેવા માંગીશ કે આવા પરિવારોને મદદ કરવા માટે તમે આગળ આવો. આપણાં એનસીસી હોય, આપણાં એનએસએસ હોય, આપણાં રાજ્યોની જે સરકારોની વ્યવસ્થા છે, તેને આપણે કામમાં લગાડીએ કે જેથી લોકોને થોડી મદદ મળી શકે. આપણે તેની ચિંતા કરવી જોઈએ.

શહેરોમાં એક બહુ મોટો વર્ગ છે કે જે ગરીબ છે, વડીલ છે, ઝૂંપડ પટ્ટીઓમાં રહી રહ્યો છે, તેમના સુધી વાતો પહોંચાડો. તેમને આપણે રસીકરણ માટે લઈને જઈએ. આપણાં સ્વયં સેવકોએ, સિવિલ સોસાયટીને, આપણાં નવયુવાનોને આપણી સરકારો સંચાલિત કરે. અને તેમને પ્રાથમિકતાના ધોરણ પર રસી આપવી જો આપણો પ્રયાસ રહેશે તો આપણને એક પુણ્યનું કામ કર્યાનો સંતોષ મળશે અને આપણે તેમની ચિંતા જરૂરથી કરવી જોઈએ. રસીકરણની સાથે સાથે આપણે પણ ધ્યાન રાખવાનું છે કે રસી લગાવ્યા પછી પણ લાપરવાહી વધી ના જાય. સૌથી મોટું સંકટ તો હશે કે ભાઈ હવે મને કઈં થવાનું છે નહિ. પહેલા દિવસથી હું કહી રહ્યો છું કે દવા પણ અને ચુસ્ત પાલન પણ.

આપણે લોકોને વારે વારે જણાવવું પડશે કે રસી લાગ્યા પછી પણ માસ્ક અને અન્ય જે પણ આચારસંહિતાઓ છે તેનું પાલન વધારે અનિવાર્ય છે. વ્યક્તિગત સ્તર પર લોકોમાં માસ્ક અને સાવધાનીને લઈને જે લાપરવાહી આવી છે, તેની માટે ફરીથી જાગૃતી આવવી જરૂરી છે. જાગૃતિના અભિયાનમાં આપણે એક વાર ફરી સમાજના અસરકારક વ્યક્તિઓ, સામાજિક સંગઠનો, સેલેબ્રિટીઝ, ઓપીનીયન મેકર્સને આપણી સાથે જોડવા પડશે. અને તેની માટે મારો આગ્રહ છે કે રાજ્યપાલ નામનું જે આપણે ત્યાં સંસ્થાન છે તેનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે.

શું રાજ્યપાલ સાહેબના નેતૃત્વમાં મુખ્યમંત્રીજીના માર્ગદર્શનમાં તમામ પક્ષની બેઠક રાજ્ય તો સૌથી પહેલા કરી લે. રાજ્ય તમામ પક્ષ બેઠક કરે અને તમામ પક્ષોની બેઠક કરીને અમલ કરવા માટેના મુદ્દાઓ નક્કી કરી લે. પછી મારો આગ્રહ છે કે રાજ્યપાલ સાહેબ અને મુખ્યમંત્રી સાથે મળીને જેટલા પણ ચૂંટાયેલા લોકો છે તેમનો વર્ચ્યુઅલ વેબીનાર આયોજિત કરે. અને તેમની સામે તમામ તમારી વિધાનસભામાં જે પણ જીતીને આવેલા લોકો છે તેમના જે સભાના નેતાઓ છે, બધા સંશોધન કરે તો એક હકારાત્મક સંદેશ પોતાની જાતે શરૂ થઈ જશે કે ભાઈ આમાં કોઈ રાજનીતિ નથી કરવાની આપણે.. બધાએ સાથે મળીને કામ કરવાનું છે. તો હું સમજું છું કે એક તો પ્રયાસ કરવો જોઈએ.

બીજું રાજ્યપાલ સાહેબના નેતૃત્વમાં.. કારણ કે મુખ્યમંત્રીની પાસે ઘણા કામો રહેતા હોય છે પરંતુ રાજ્યપાલ સાહેબના નેતૃત્વમાં એકાદ સમિટ મોટો વેબીનાર પણ કરવામાં આવે અને જે શહેરો હોય ત્યાં સ્થાનિક સ્થળે હોય તો બધા ધાર્મિક નેતાઓને બોલાવીને સમિટ કરવામાં આવે અને બાકી લોકોને વર્ચ્યુઅલી જોડવામાં આવે. જે સિવિલ સોસાયટીના લોકો છે, એકાદ સમિટ તે લોકો માટે કરી દેવામાં આવે. જે સેલેબ્રિટીઝ છે, લેખક છે, કલાકાર છે, રમતવીરો છે, તેમની પણ એકાદ વખત કરી લેવામાં આવે.

હું સમજું છું કે રાજ્યપાલના માધ્યમથી પ્રકારના સતત જુદા જુદા સમજોના લોકોને જોડવા માટેનું એક આંદોલન ચલાવવામાં આવે અને વાત કે ભાઈ તમે આચારસંહિતાઓનું પાલન કરો અને પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણું શું થયું છે કે આપણે એકદમ ટેસ્ટિંગને સાવ ભૂલીને રસીકરણ ઉપર જતાં રહ્યા છીએ. રસી જેમ જેમ ઉત્પાદિત થશે, જેમ જેમ પહોંચવાની હશે તેમ તેમ પહોંચતી થશે. આપણે લડાઈ જીતી હતી રસી વિના પણ. રસી આવશે કે નહીં આવે.. તે પણ ભરોસો નહોતો.. ત્યારે આપણે લડાઈ જીત્યા છીએ. તો આજે આપણે રીતે ભયભીત થવાની કોઈ જરૂર નથી. લોકોને પણ ભયભીત નથી થવા દેવાના.

જો આપણે જે રીતે લડાઈ લડ્યા હતા તે રીતે લડાઈને જીતી શકીએ છીએ અને જેમ કે મેં કહ્યુંઆખે આખા પરિવારો લપેટમાં આવી રહ્યા છે.. તેનું મૂળ કારણ જે મને જોવા મળે છે.. તેમ છતાં તમે લોકો તેને એક વાર ફરી પુનઃ તપાસ કરજો.. હું કોઈનો દાવો નથી કરી રહ્યો તેના વડે આનો. હું માત્ર તમારું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છું કે લક્ષણો વગરના કારણોથી શરૂઆતમાં પરિવારમાં તે ફેલાઈ જાય છે પછી અચાનક પરિવારમાં જે પહેલેથી બીમાર વ્યક્તિઓ છે અથવા જે કઇંક તકલીફોવાળા છે.. તે એક્દમથી નવા સંકટમાં આવી જાય છે અને પછી આખો પરિવાર સંકટમાં પડી જતો હોય છે.

અને એટલા માટે મારો આગ્રહ છે કે પ્રો-એક્ટિવલી આપણે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવાનો રહેશે. આપણી પાસે વ્યવસ્થાઓ છે. હિન્દુસ્તાનના દરેક જિલ્લાઓમાં લેબ બની ચૂકી છે. એક લેબથી શરૂઆત કરી હતી આપણે, આજે દરેક જિલ્લાઓમાં લેબ પહોંચી ગઈ છે અને આપણે વસ્તુ ઉપર ધ્યાન ના આપી તો કઈ રીતે થઈ શકશે?

એટલા માટે મારો આગ્રહ છે.. જ્યાં સુધી રાજનીતિ કરવા ના કરવાનો પ્રશ્ન છે.. તો હું પહેલા દિવસથી જોઈ રહ્યો છું.. જુદા જુદા પ્રકારના નિવેદનો સહન કરી રહ્યો છું, પરંતુ હું ક્યારેય મોંઢું નથી ખોલતો. કારણ કે હું માનું છું કે હિન્દુસ્તાનના લોકોની સેવા કરવી આપણી પવિત્ર જવાબદારી છે.. આપણને ઈશ્વરે અત્યારના સમયે મુશ્કેલ પરિસ્થિતિમાં સેવા કરવાની જવાબદારી સોંપી છે.. આપણે તેને નિભાવવી જોઈએ. જે લોકો રાજનીતિ કરવા માંગે છે તેઓ કરી રહ્યા છે.. તેમની માટે મારે કઈં કહેવાનું નથી. પરંતુ આપણે સૌ મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યના તમામ પક્ષોને બોલાવીને બધા પ્રકારના લોકોને સાથે રાખીને પોત પોતાના રાજ્યમાં સ્થિતિને બદલવા માટે આગળ આવશો.. મને પૂરો ભરોસો છે સંકટને પણ આપણે જોતજોતામાં પાર કરીને નીકળી જઈશું.

ફરી એકવાર મારો મંત્ર છેદવા પણ ચુસ્ત પાલન પણ’. વિષયમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ના કરશો જી.. મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે તમે શરદીની દવા લઈ લીધી અને બહાર વરસાદ પડી રહ્યો છે.. તમે કહેશો કે હું છત્રીનો ઉપયોગ નહિ કરું.. તો તે નહિ ચાલી શકે. તમને જો શરદી થઈ છે.. દવા લીધી છે.. સાજા થયા છો.. તો પણ જો વરસાદ આવી રહ્યો છે તો તમારે છત્રી રાખવી પડશે.. રેઇનકોટ પહેરવો પડશે. તે રીતે કોરોના એક એવી બીમારી છે જે રીતે બધી આચારસંહિતાઓનું પાલન કરીએ છીએ.. તેમ તેનું પણ પાલન કરવું પડશે.

અને હું એમ કહીશ કે જે રીતે આપણે ગઈ વખતે કોરોનાને નિયંત્રિત કર્યો હતો તે રીતે આપણે વખતે પણ કરી લઈશું. મને પૂરો વિશ્વાસ છે અને મને તમારી ઉપર ભરોસો છે, તમે લોકો જો પહેલ કરશો, ચિંતા કરશો અને ધ્યાન કેન્દ્રિત ટેસ્ટિંગ ઉપર કરો. રસીકરણની વ્યવસાથ એક લાંબા સમયગાળા માટે છે કે જે સતત ચાલુ રાખવી પડશે.. તે આપણે ચલાવતા રહીશું.. આજે આપણે ધ્યાન આની ઉપર કેન્દ્રિત કરીએ અને જેરસીકરણ ઉત્સવએક નવીન પહેલ કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે તેરસીકરણ ઉત્સવપર આપણે એક નવી સફળતા પ્રાપ્ત કરીએ. એક નવો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે એક નાનકડો અવસર કામમાં આવી શકે છે.

હું ફરી એકવાર આપ સૌના સૂચનો ભલામણોની રાહ જોઈશ.

ખૂબ ખૂબ આભાર!             

 

SD/GP/JD



(Release ID: 1710662) Visitor Counter : 265