નાણા મંત્રાલય
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન હંગામી પ્રત્યક્ષ કરવેરા એકત્રીકરણમાં લગભગ 5%ની વૃદ્ધિ જોવા મળી
નાણાકીય વર્ષ 2020-21 માટે અગ્રીમ કરવેરાનું એકત્રીકરણ રૂ. 4.95 લાખ કરોડ થયું જે અંદાજે 6.7%ની વૃદ્ધિ દર્શાવે છે
કોવિડ-19 મહામારીના કારણે અર્થતંત્રમાં આવેલા પડકારો છતાં પણ, નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખા પ્રત્યક્ષ કરવેરાનું એકત્રીકરણ વૃદ્ધિનું વલણ દર્શાવે છે
નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 2.61 લાખ કરોડનું રિફંડ ઇશ્યુ કરવામાં આવ્યું
Posted On:
09 APR 2021 12:22PM by PIB Ahmedabad
નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રત્યક્ષ કરવેરાના એકત્રીકરણના હંગામી આંકડા દર્શાવે છે કે આ વર્ષમાં રૂપિયા 9.45 લાખ કરોડનું કર એકત્રીકરણ કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષ કરવેરાના એકત્રીકરણમાં રૂપિયા 4.57 લાખ કરોડ કોર્પોરેશન કર (CIT) અને રૂપિયા 4.88 લાખ કરોડના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન કર (STT) સહિત વ્યક્તિગત આવકવેરો (PIT) પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 9.05 લાખ કરોડના પ્રત્યક્ષ કરવેરાના સુધારેલા અનુમાનની સામે ચોખ્ખા પ્રત્યક્ષ કરવેરાનું એકત્રીકરણ 104.46%ની વૃદ્ધિ દર્શાવે છે.
સકલ પ્રત્યક્ષ કરવેરાનું એકત્રીકરણ (રિફંડ્સ સમાયોજિત કરતા પહેલાં) રૂપિયા 12.06 લાખ કરોડ છે. આમાં રૂપિયા 6.31 લાખ કરોડ કોર્પોરેશન કર (CIT) અને રૂપિયા 5.75 લાખ કરોડના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સહિત વ્યક્તિગત આવકવેરો (PIT) પણ સામેલ છે; રૂપિયા 4.95 લાખ કરોડના અગ્રીમ કર; સ્રોત પર કાપવામાં આવેલા કર (કેન્દ્રીય TDS) પેટે રૂપિયા 5.45 લાખ કરોડ; રૂપિયા 1.07 લાખ કરોડનો સ્વ – આકારણી કર; રૂપિયા 42,372 કરોડનો નિયમિત આકારણી કર; રૂપિયા 13,237 કરોડનો લાભાંશ વિતરણ કર અને રૂપિયા 2,612 કરોડના અન્ય ગૌણ કરો હેઠળનું એકત્રીકરણ પણ થયું છે.
અત્યંત પડકારજનક વર્ષ હોવા છતાં, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અગ્રીમ કરનું એકત્રીકરણ રૂપિયા 4.95 લાખ કરોડ થયું છે જે અગાઉના નાણાકીય વર્ષમાં થયેલા રૂપિયા 4.64 લાખ કરોડના અગ્રમી કરના એકત્રીકરણની સરખામણીએ અંદાજે 6.7%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન રૂપિયા 2.61 લાખ કરોડની રકમનું રિફંડ ઇશ્યુ કરવામાં આવ્યું છે જ્યારે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂપિયા 1.83 લાખ કરોડની રકમ રિફંડ પેટે ઇશ્યુ કરવામાં આવી હતી, જેથી અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ તે અંદાજે 42.1%નો વધારો અંકિત કરે છે.
ઉપરોક્ત આંકડા હજુ હંગામી છે અને એકત્રીકરણના બાકી રહેલા અંતિમ આંકડાઓ આની સામે ફેરફારને આધીન છે.
(Release ID: 1710624)
Visitor Counter : 383